________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૧૮૬ ]
[ ૪/૯
પોતે કર્તા થઈને રાગને કરે છે, રાગરૂપ પરિણમે છે તો અશુદ્ધતાને પામે છે એમ વાત છે.
અજ્ઞાની જીવ રાગ મારું કર્તવ્ય છે અને રાગથી મને લાભ છે એમ માને છે. અને તેથી તેને રાગદ્વેષમોઢુના ભાવની સંતતિનો નિરોધ થતો નથી અર્થાત્ નવા નવા રાગદ્વેષમોહના ભાવો નિરંતર થયા જ કરે છે અને તે જ આસ્રવ-બંધ છે. જ્યારે જ્ઞાની-ધર્મી જીવ રાગરહિત જ્ઞાનમય આત્માને અનુભવતો હોવાથી તેને રાગદ્વેષમોહની સંતતિનો નિરોધ થાય છે અને તેથી તે શુદ્ધ આત્માને (પવિત્રતાને) ઉપલબ્ધ કરે છે અને એ જ સંવર છે. એ જ કહે છે
માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે.'
અહાહા....જેને સ્વભાવસભુખ દષ્ટિ છે અને રાગથી ભિન્નતા થઈ છે તેને ધારાવાહી નિર્મળતા-પવિત્રતા પ્રગટ થાય છે. એને વર્તમાન કર્મનો સંવર થાય છે અને સંવરપૂર્વક પૂર્વ કર્મની નિર્જરા થાય છે.
ત્યારે કોઈ કહે કે ભગવાને તપથી નિર્જરા કહી છે; અનશન, ઉણોદર ઇત્યાદિ કરવાથી તપ થાય છે અને એના વડે નિર્જરા થાય છે.
સમાધાનઃ- ભાઈ ! જેને તું તપ કહે છે તે વાસ્તવિક તપ કયાં છે? એને તો ઉપચારથી તપ સંજ્ઞા કહી છે. એવું (બાહ્ય ) તપ કાંઈ નિર્જરાનું કારણ નથી. ભાઈ ! તપ કોને કહેવાય તેની તને ખબર નથી. ભગવાન આત્મામાં અંદર ઉગ્ર રમણતા થવી એનું નામ તપ છે અને તે સંવરપૂર્વક જ હોય છે. અહીં એ જ કહ્યું કે-રાગથી ભિન્ન શુદ્ધ આત્માના અનુભવથી રાગનું અટકવું થાય છે અને એ રાગનો નિરોધ થઈ સંવર થાય છે.
ત્યારે કેટલાક કહે છે એ તો નિશ્ચયની વાત છે; વ્યવહાર પણ છે ને?
પણ ભાઈ! નિશ્ચય એટલે જ સત્ય. સમયસાર બંધ અધિકારમાં આવે છે કે જિનવરે કહેલો વ્રતાદિ બધો વ્યવહાર રાગ છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી નિશ્ચયવંતને સાધકદશામાં એવો વ્યવહાર હોય છે પણ એ વ્રતાદિનો બાહ્ય વ્યવહાર છે આસ્રવ, બંધનું જ કારણ. ભાઈ ! રાગ છે તે બંધનું જ કારણ છે.
અરે! આવું સત્ય બહાર આવ્યું તો વિરોધ ઊડ્યા! ભગવાન ઋષભદેવની દિવ્યધ્વનિ છૂટી તે પહેલાં અસંખ્ય અબજ વર્ષથી એક સ્વર્ગની જ ગતિ ચાલી આવતી હતી. તે કાળે જુગલિયા મરીને સ્વર્ગમાં જ જતા. પણ જ્યાં દિવ્યધ્વનિ છૂટી ત્યાં પાંચેય ગતિ શરૂ થઈ ગઈ. જે પાત્ર જીવો હતા તેઓ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com