________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
જ, અરિહંતને યથાર્થ જાણનારની એવી જ યોગ્યતા છે. પોતાના આત્માને જાણે ત્યારે જ અરિહંતને વ્યવહાર સાચા જાણ્યા કહેવાય. આવી વાત છે. અહા ! વીતરાગની વાણી નીકળે એ આત્માના સ્વભાવના પુરુષાર્થનો જ આદેશ કરનારી હોય. (તું સ્વભાવનો પુરુષાર્થ કર એવી જ વાણી આવે કેમકે ભગવાને પણ સ્વભાવના પુરુષાર્થ વડે જ વીતરાગતા પ્રગટ કરી છે અને સ્વભાવના પુરુષાર્થ સિવાય જીવે બીજું કરવા યોગ્ય પણ શું છે?).
અહા ! જ્ઞાનસ્વભાવી આત્મા કરે શું? બસ જાણે. ત્રણકાળ ત્રણલોકને જાણે ત્યાં પણ સ્વપરપ્રકાશકપણાનું પોતાના સ્વભાવનું સામર્થ્ય છે તે વડે જાણે છે; પરવસ્તુ છે માટે પરને જાણે છે એમ નહિ. (પોતાને જાણે-દેખે અને પોતાને પોતામાં આચરે એ જ સાચો પુરુષાર્થ
છે).
ક્રમબદ્ધના યથાર્થ નિર્ણયમાં નિશ્ચય-વ્યવહાર અને ઉપાદાન-નિમિત્તનું પણ યથાર્થ જ્ઞાન આવી જાય છે. વસ્તુની નિર્વિકલ્પ દષ્ટિ અને અનુભવ તે નિશ્ચય અને તે કાળે જે રાગની મંદતા છે તે વ્યવહાર. તેથી વ્યવહારથી નિશ્ચય થાય એ વાત ન રહી; બંને એક કાળમાં સાથે જ છે. વળી જે સમયે જે પર્યાય થવાની હોય તે કાળે જ તે થાય એમ નિર્ણય થતાં નિમિત્ત આવે તો પર્યાય થાય એ વાત પણ ન રહી. કાર્યકાળ નિમિત્તની ઉપસ્થિતિનો કાળ છે તો નિમિત્ત હો, પરંતુ ઉપાદાનની પર્યાય પોતાના કાળે પોતાથી થઈ છે, નિમિત્તથી થઈ નથી.
દ્રવ્યસંગ્રહ, ગાથા ૪૭ માં આવે છે કે “નિશ્ચય અને વ્યવહાર બંને મોક્ષમાર્ગ એક સાથે ધ્યાનમાં પ્રગટ થાય છે. આ વાત પણ ક્રમબદ્ધના નિર્ણયમાં યથાર્થ સિદ્ધ થાય છે. ક્રમબદ્ધનો જ્યારે નિર્ણય કરે છે ત્યારે દષ્ટિ આત્મસ્વભાવ તરફ જાય છે અને ત્યારે સ્વભાવનું જે નિર્મળ પરિણમન થાય છે તે નિશ્ચય છે અને એ જ કાળે જે રાગ બાકી રહ્યો તે વ્યવહાર છે. આ પ્રમાણે વ્યવહારથી નિશ્ચય થાય એ વાત રહેતી નથી. માર્ગ તો આવો છે, ભાઈ !
સર્વજ્ઞ પરમાત્મા કેવળજ્ઞાનમાં ત્રણકાળ-ત્રણલોકને પ્રત્યક્ષ જાણે અને સર્વજ્ઞનો નિર્ણય કરનારું વર્તમાન મતિ-શ્રુતજ્ઞાન ત્રણકાળ-ત્રણલોકને પરોક્ષપણે જાણે. બસ જાણે જ; બીજાનું કાંઈ કરે કે બીજામાં ફેરફાર કરે એવું કાંઈ છે નહિ. વસ્તુસ્વરૂપ જ આવું છે.
સર્વજ્ઞસ્વભાવ જેને પ્રગટ થયો તેને ગુણના આશ્રયે કહીએ તો સર્વજ્ઞસ્વભાવમાંથી પ્રગટ પર્યાય આવી છે; સર્વજ્ઞસ્વભાવનું લક્ષ છે એ અપેક્ષાએ; બાકી તો સર્વજ્ઞસ્વભાવના લક્ષે થયેલી પર્યાય પોતાના (પર્યાયના) પકારકના પરિણમનથી થઈ છે. આકરી વાત ભાઈ ! પણ વીતરાગનો માર્ગ જેવો સૂક્ષ્મ છે તેવો ફળદાયક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com