________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ]
| [ ૪૩૭
મારે છે. જુઓ, એક ડોશીમાની અંધારામાં સોય ખોવાણી. તેને અંધારમાં શોધતાં તે જડી નહિ. એટલે ડોશીમા અજવાળામાં શોધવા લાગ્યાં. ત્યારે કોઈએ પૂછયું- માજી શું કરો છો ? તો કહે હું મારી સોય શોધું છું. તે ક્યાં ખોવાણી છે? ત્યારે કહે કે-અંધારામાં ખોવાણી છે. પેલા ભાઈએ સમજ પાડી કહ્યું-જ્યાં ખોવાણી છે ત્યાં શોધો તો મળે, બીજેથી નહિ મળે. પણ ડોશીમા સમજ્યાં નહિ; તો સોય કેમ મળે? તેમ અનાદિથી આ આત્મા રાગમાં-વિકલ્પમાં આખો ખોવાઈ ગયો છે, અને તેને તે રાગમાં જ શોધે છે. વિવેકી પુષો અહીં કહે છે–ભાઈ ! આત્મા
જ્યાં છે ત્યાં શોધ તો જડશે, નહિ તો નહિ મળે. પણ તે સમજતો નથી અને પુણ્ય-પાપના વિકલ્પમાં જ એકતા કરી ત્યાં પોતાને માની રહ્યો છે, પણ ભાઈ ! રાગમાં કે વિકલ્પમાં તારો ભગવાન છે નહિ તો તે કેમ હાથ આવે? (ન જ આવે ). જ્યાં નથી ત્યાંથી ભિન્ન પડી જ્યાં છે ત્યાં ચેતનામાત્ર વસ્તુમાં જા તો તને તારી વસ્તુ હાથ આવે અને આનંદ થાય.
માટે કહ્યું કે-જ્ઞાન જ્ઞાનમાં ઠરી ન જાય ત્યાં સુધી બે પ્રકારે ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું. અહાહા....! ઉપયોગ ઉપયોગમાં-સ્વરૂપમાં સંપૂર્ણ ઠરી જાય ત્યાં સુધી અખંડધારાએ ભેદજ્ઞાન ભાવવું. અહો ! શું કળશ છે! સરસ, સરસ !!
ફરીને ભેદવિજ્ઞાનનો મહિમા કહે છે:
* કળશ ૧૩૧ : શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન *
યે વન સિદ્ધ: જે કોઈ સિદ્ધ થયા છે “મેદ્રવિજ્ઞાનત: સિદ્ધ:' તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે.” ભાઈ ! રાગરૂપ જે વ્યવહાર તેનાથી ભિન્ન પડી ભેદવિજ્ઞાન કરવું એ મુક્તિનું પ્રથમ કારણ છે, રાગ નહિ.
કેટલાક લોકો માને છે કે પ્રથમ નિમિત્ત કે વ્યવહાર હોય, પછી નિશ્ચય થાય. પણ આ માન્યતા જૂઠી-અયથાર્થ છે. અહીં ભાવાર્થમાં કહેશે. કે મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે. પુણ્ય-પાપના ભાવથી ભિન્ન પડી ચેતનસ્વરૂપ ભગવાન આત્મામાં એકતા કરવી એ મુક્તિનું પ્રથમ કારણ છે. લ્યો, આ ટૂંકું ને ટચ કે ભેદજ્ઞાન ભજ. વળી વિશેષ સ્પષ્ટ કરે છે કે
“જે વોવન નિ વ:' જે કોઈ બંધાયા છે અર્થાત જેઓ સંસારમાં ચાર ગતિમાં રઝળે છે તે “સર્ચ ઇવ માવત: વ:' તેના જ (ભેદવિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે; આસવના પરિણામની એકપણાની માન્યતાથી જ બંધાયા છે; પણ કર્મના ઉદયથી બંધાયા છે એમ ખરેખર નથી.
પ્રશ્ન:- તો શાસ્ત્રમાં આગ્નવભાવ વડ જ્ઞાનાવરણીય આદિનો દ્રવ્યબંધ થાય છે અને તેનો ઉદય આવતા જ્ઞાનદર્શનનું હીણપણું થાય છે એમ આવે છે ને?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com