________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
જે જ્ઞાનમયભાવ પ્રગટયો તે જ્ઞાનની પર્યાયનું કર્તાપણું જ્ઞાનગુણમાં છે, પણ રાગનું કર્તાપણું તે જ્ઞાનસ્વરૂપમાં છે નહિ. આવી ઝીણી વાત છે, ભાઈ !
પણ તું ઝીણો-અરૂપી છો ને પ્રભુ! સંકલ્પ-વિકલ્પ છે એ તો બધા જડ, રૂપી અચેતન છે. પુણ્ય-પાપના અચેતન સ્વભાવથી ભગવાન ત્રિકાળી ચૈતન્યસ્વભાવ તદ્દન ભિન્ન છે. આવા ચૈતન્યને જાણતાં-અનુભવતાં જે જ્ઞાનમય ભાવ પ્રગટ થયો તે અજ્ઞાનમય ભાવનો કર્તા હોતો નથી. તેને અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન જ થતા નથી એટલે તે કર્તા નથી. તેને અજ્ઞાનમય ભાવનું પરિણમન જ નથી.
* ગાથા ૧૬૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
“જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી, અજ્ઞાનમય ભાવો નહિ હોવાથી (અજ્ઞાનમય) રાગ-દ્વેષ-મોહ અર્થાત્ આસ્રવો હોતા નથી અને આસ્રવો નહિ હોવાથી નવો બંધ થતો નથી. આ રીતે જ્ઞાની સદાય અકર્તા હોવાથી નવાં કર્મ બાંધતો નથી અને પૂર્વે બંધાયેલાં જે કર્મો સત્તામાં રહ્યાં છે તેમનો જ્ઞાતા જ રહે છે.'
જુઓ, ધર્મી જીવ તો રાગ આદિનો સદાય અકર્તા છે, કેમકે જ્ઞાનસ્વભાવમાં રાગનું કરવાપણું છે જ નહિ. આત્મામાં કર્તાગુણ છે પણ એ નિર્મળ પર્યાયને-જ્ઞાનભાવને કરે એવો તેનો સ્વભાવ છે. અહા ! જ્ઞાનગુણ અને આનંદગુણની જેમ આત્મામાં કર્તાગુણ ત્રિકાળ નિર્મળ પવિત્ર છે. એ કર્તાગુણ પવિત્ર પર્યાયને કરે એવો તેનો સ્વભાવ છે. સમયસારમાં ૪૭ શક્તિઓનું વર્ણન છે ત્યાં આ વાત લીધી છે. અહાહા..! શક્તિ જે નિર્મળ છે તે નિર્મળ પરિણામને-જ્ઞાનપરિણામને કરે છે, વિકારને નહિ. વિકાર જે થાય છે તેના જ્ઞાનપણે જ્ઞાની પરિણમે છે, વિકારના કર્તાપણે નહિ. તેથી જ્ઞાની નવાં કર્મ બાંધતો નથી અને પૂર્વે બંધાયેલાં કર્મો જે સત્તામાં રહ્યાં છે તેમનો તે જ્ઞાતા જ છે, પરય તરીકે તેમને તે કેવળ જાણે જ છે. આવી વાત છે.
અવિરત સમ્યગ્દષ્ટિને પણ અજ્ઞાનમય રાગદ્વેષમોહ હોતા નથી. મિથ્યાત્વ સહિત રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે, સમ્યકત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં
નથી.”
જુઓ, રાગ છે તે હું છું, પુણ્ય છે તે હું છું અને એ રાગભાવ મારો સ્વભાવ પ્રગટવાનું કારણ છે એવી જે વિપરીત માન્યતા તે સહિત જે રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે. સમ્યકત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં નથી. સમકિતીને ચોથ, પાંચમે, છટ્ટે કંઈક રાગ હોય છે પણ એ અજ્ઞાનના પક્ષમાં નથી, કેમકે સમકિતીને સદા આત્માના વલણયુક્ત જ્ઞાનમય ભાવ હોય છે. જે રાગ હોય છે તેનું તે જ્ઞાન કરે છે. રાગ છે માટે એનું જ્ઞાન છે એમ નહિ, એને તો સ્વ-પરને જાણનારા જ્ઞાનનું જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com