________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૫ ]
[ ૨૯
કરીએ છીએ તે કરતાં કરતાં મોક્ષ થશે અને તમે એનો નિષેધ કરો છો ! અરે ભગવાન! તું શું કરે છે? એ તો ધૂળેય નથી, સાંભળને. તું અનંતવાર નવમી રૈવેયક ગયો ત્યારે જે શુકલ લેશ્યાના શુભ પરિણામ થયા હતા તે તો અત્યારે છે જ નહિ. હવે એ શુકલ લશ્યાના પરિણામથી પણ તને ધર્મ થયો નહિ એ તો વિચાર. છઢોલામાં કહ્યું છે ને કે
મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો, પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.''
સુખ ન પાયો તો શું પાયો? દુઃખ જ પાયો. ભાઈ ! ૨૮ મૂલગુણ અને પંચમહાવ્રતના શુભરાગના પરિણામ દુ:ખ છે, સુખ નથી. વીતરાગ માર્ગની આવી વાત બેસવી કઠણ-મહાકઠણ પડે કેમકે શુભભાવની એને પકડ છે ને?
પેલું વાંદરાનું દષ્ટાંત નથી આવતું? કે એક વાંદરો હતો. તેણે એક સાંકડા મોવાળો ઘડો દીઠો. પાસે આવીને જોયું તો અંદર બોર હતાં. બોર લેવા વાંદરાએ ઘડામાં હાથ નાખ્યો અને બોરનો મૂઠો ભર્યો. પણ ઘડાનું મોં સાંકડું એટલે ભરેલી મુટ્ટી સાથે હાથ બહાર નીકળ્યો નહિ. તેથી એ માનવા લાગ્યો કોઈ ભૂત કે જંતરવાળાએ મને પકડયો છે. જો મુટ્ટી છોડી દે તો હાથ નીકળી જાય. પણ મુઠ્ઠી છોડે નહિ અને હાથ નીકળે નહિ. તેમ અજ્ઞાની જીવ પોતે રાગને પકડીને બેઠો છે તેથી તે છૂટી શક્તો નથી અને માને છે કે રાગે મને પકડયો છે, બાંધ્યો છે. જો રાગ છોડી દે તો મુક્ત થઈ જાય. પણ રાગને છોડ નહિ અને તે મુક્ત થાય પણ નહિ. આવી સખ્ત એને રાગની-શુભભાવની પકડ છે.
અહીં કહે છે કે શુભાશુભ રાગના નિમિત્તે જે શુભાશુભ કર્મ બંધાય તે કર્મ સઘળું પુગલસ્વભાવમય જ છે તેથી કર્મ એક જ છે. હવે કહે છે
૩. “સુખરૂપ અને દુઃખરૂપ અનુભવ બને પુદ્ગલમય જ છે; માટે કર્મ એક જ છે.'
જુઓ, આ સ્વર્ગનાં સુખ અને પૈસાવાળા મોટા શેઠિયાનાં સુખ એ બધાં પુદ્ગલમય છે એમ કહે છે. તથા તિર્યંચ અને નરકનાં દુઃખ એ પણ પુદ્ગલમય છે. સુખ-દુ:ખનો અનુભવ સઘળો રાગાદિમય છે તે પુદ્ગલમય જ છે, જીવમય નથી. આ પ્રમાણે કર્મનો સુખરૂપ અનુભવ અને દુઃખરૂપ અનુભવ બન્ને પુદ્ગલમય જ છે તેથી કર્મ એક જ છે. ત્રણ બોલ થયા, હવે ચોથો
૪. “મોક્ષમાર્ગ અને બંધમાર્ગમાં, મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે અને બંધમાર્ગ કેવળ પુદ્ગલના પરિણામમય જ છે તેથી કર્મનો આશ્રય કેવળ બંધમાર્ગ જ છે. (અર્થાત્ કર્મ એક બંધમાર્ગના આશ્રયે જ થાય છે-મોક્ષમાર્ગમાં થતાં નથી); માટે કર્મ એક જ છે.'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com