________________
૩૦ ]
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
અજ્ઞાનીએ એમ કહ્યું હતું કે શુભભાવ મોક્ષમાર્ગના આશ્રયે એટલે કે મોક્ષમાર્ગમાં થાય છે માટે તે શુભ-સારો છે. પરંતુ પાઠમાં ‘શુભ એવો મોક્ષમાર્ગ તો કેવળ જીવમય છે' એમ કહ્યું છે. ત્રિકાળી શુદ્ધદ્રવ્યના આશ્રયે જે નિર્મળ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગના પરિણામ પ્રગટ થાય તે જીવમય અને શુભ છે અને શુભાશુભ ભાવ અને તેનાથી થતો બંધ પુદ્દગલમય અને અશુભ છે.
‘મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે.' શું કીધું આ ? કે જે ભાવે બંધન થાય એ જીવના પરિણામ નહિ, અર્થાત્ શુભાશુભ ભાવ તે અજીવ, અજ્ઞાનમય, પુદ્દગલમય છે. કેવળ એક શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્માના આશ્રયે પ્રગટ થયેલાં નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન-રમણતા જ જીવના પરિણામ છે, અને તે જ શુભ એટલે કે ભલા છે. બાકી શુભાશુભ પરિણામ બધા અશુભ એટલે બુરા છે.
અરે! નરક અને નિગોદના ભવમાં જીવ કેટલો દુ:ખી થતો હોય છે? અને હમણાં પણ તે કેટલો દુઃખી છે? આ બધા રાજાઓ, અને કરોડપતિ કે અબજોપતિ શેઠિયાઓ બધા ભિખારી વિચારા દુ:ખી છે; કેમકે તેમને અંતરની નિજનિધિ-સ્વરૂપ-લક્ષ્મીની ખબર નથી. અરેરે! સુખ માટે બિચારા તૃષ્ણાવંત થઈ બહાર ઝાવાં નાખે છે!
મૃગની નાભિમાં કસ્તૂરી હોય છે. પવનના ઝકોરે તેની ગંધ પ્રસરતાં તેને ગંધ આવે છે. પોતાની નાભિમાં કસ્તૂરી હોવા છતાં જાણે કસ્તૂરીની ગંધ કયાંય બહારથી આવે છે એમ જાણી તે બહાર ગોતવા દોડાદોડ કરી મૂકે છે અને થાકીને ખેદખિન્ન થાય છે. તેમ ભગવાન આત્મા અંદર આનંદનું પરમ નિધાન આનંદધામ છે. પણ ખબર નથી બિચારાને એટલે પૈસામાંથી, બાયડીમાંથી, રાજ્યમાંથી, વિષયભોગમાંથી જાણે આનંદ આવે છે એમ માની અહીંતહીં બહાર ગોતે છે અને ખેખિન્ન થાય છે. આમ પોતાનું ૫૨મનિધાન છોડી જેઓ બહા૨માં સુખ માટે ઝાવાં નાખે છે તેઓ મૃગલા જેવા મૂઢ છે. શ્લોકમાં આવે છે ને કે મનુષ્યપળ મૃગાધરન્તિ' તેઓ મનુષ્યના વેશમાં ખરેખર મૃગ જેવા મૂઢ છે.
અહીં કહે છે કે મોક્ષનો માર્ગ કેવળ જીવના પરિણામમય જ છે. મતલબ કે શુભાશુભ ભાવ જીવના પરિણામ નથી એટલે કે પુદ્દગલના પરિણામ છે; તેથી કર્મનો આશ્રય કેવળ બંધમાર્ગ જ છે. ગંભીર વાત છે ભાઈ !
જે નિર્મળ રત્નત્રયને અહીં જીવના પરિણામ કહ્યા તેને નિયમસારમાં પરદ્રવ્ય કહ્યું છે. ત્યાં એ બીજી અપેક્ષાથી વાત છે. જેમ ૫દ્રવ્યમાંથી જીવની નવી પર્યાય આવતી નથી તેમ મોક્ષમાર્ગની પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી. નવી પર્યાય આવવાનો ભંડાર તો ત્રિકાળી દ્રવ્ય છે. ત્યાં દ્રવ્યનો આશ્રય કરાવવાના પ્રયોજનથી ત્રિકાળ દ્રવ્યને સ્વદ્રવ્ય કહ્યું અને નિશ્ચય મોક્ષમાર્ગના પરિણામને પરદ્રવ્ય કહ્યું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com