________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૭૭–૧૭૮ ]
[ ૩૧૭
અર્થ અહીં મુખ્ય નથી; કારણ કે શુદ્ધોપયોગરૂપ રહેવાનો કાળ અલ્પ હોવાથી માત્ર અલ્પ કાળ શુદ્ધોપયોગરૂપ રહીને પછી તેનાથી છૂટી જ્ઞાન અન્ય જ્ઞયોમાં ઉપયુક્ત થાય તોપણ મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહિ હોવાથી જ્ઞાનીને માત્ર અલ્પ બંધ થાય છે અને અલ્પ બંધ સંસારનું કારણ નથી. માટે અહીં ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી.
હવે જો ઉપયોગની અપેક્ષા લઈએ તો આ પ્રમાણે અર્થ ઘટે:-જીવ શુદ્ધસ્વરૂપના નિર્વિકલ્પ અનુભવથી છૂટે પરંતુ સમ્યકત્વથી ન છૂટે તો તેને ચારિત્રમોહના રાગથી કાંઈક બંધ થાય છે. તે બંધ જોકે અજ્ઞાનના પક્ષમાં નથી તોપણ તે બંધ તો છે જ. માટે તેને મટાડવાને સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને શુદ્ધનયથી ન છૂટવાનો અર્થાત્ શુદ્ધોપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે. કેવળજ્ઞાન થતાં સાક્ષાત શુદ્ધનય થાય છે. ૧૨૧.
સમયસાર ગાથા ૧૭૭-૧૭૮: મથાળુ
હવે આ અર્થના સમર્થનની બે ગાથાઓ કહે છે
શું કહે છે? કે જે જીવ રાગદ્વેષમો કરે છે તેને જૂનાં દ્રવ્યકર્મ નવાં કર્મના બંધનું કારણ થાય છે. પરંતુ સમ્યગ્દષ્ટિને ભાવાસ્રવ નથી તેથી તેને દ્રવ્યાન્નવો નવા બંધનું કારણ થતા નથી એમ આ ગાથાઓમાં દઢ કરે છે
* ગાથા ૧૭૭-૧૭૮: ટીકા ઉપરનું પ્રવચન * “સમ્યગ્દષ્ટિને રાગદ્વપમોહ નથી કારણ કે સમ્યગ્દષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે...”
જુઓ, શું કહે છે? કે રાગથી ભિન્ન પડીને જેણે ભેદજ્ઞાન પ્રગટ કર્યું અને સચ્ચિદાનંદમય ભગવાન આત્માનો અનુભવ કર્યો તે સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહ નથી. રાગના કર્તાપણાનો જેને અભિપ્રાય નથી અને શુદ્ધ ચૈતન્યના આશ્રયે પ્રગટ થતી વીતરાગ પર્યાય જ ધર્મરૂપ છે એવી જેની માન્યતા છે તે સમ્યગ્દષ્ટિ છે અને એના ઉપદેશમાં શુભરાગથી શદ્ધતા પ્રગટે એવો અભિપ્રાય કદીય આવે નહિ. અહા ! નિર્મળ વિજ્ઞાનઘનસ્વરૂપ ભગવાન આત્માને રાગથી ભિન્ન અનુભવવો એ જ સમ્યગ્દર્શન છે અને ત્યાંથી જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે.
અહીં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયની અપેક્ષાએ વાત છે. સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી રાગદ્વેષ અને મોટું નામ મિથ્યાત્વ એ ત્રણે નથી. મિથ્યાત્વ અને રાગદ્વેષ જે અનંતસંસારની જડ છે અને અહીં સંસાર ગણીને આસ્રવ કહ્યો છે.
હવે આથી કોઈ બચાવ કરે કે અમને અસ્થિરતા ગમે તેટલી હોય તેમાં અમને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com