________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
અવિરતસમ્યગ્દષ્ટિને પણ અજ્ઞાનમય રાગદ્વેષમોહ હોતા નથી. મિથ્યાત્વ સહિત રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે, સમ્યકત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં નથી. સમ્યગ્દષ્ટિને નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે. તેને ચારિત્રમોહના ઉદયની બળજરીથી જે રાગાદિક થાય છે તેનું સ્વામીપણું તેને નથી; તે રાગાદિકને રોગ સમાન જાણીને પ્રવર્તે છે અને પોતાની શક્તિ અનુસાર તેમને કાપતો જાય છે. માટે જ્ઞાનીને જે રાગાદિક હોય છે તે વિધમાન છતાં અવિધમાન જેવા છે. તેઓ આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી, મા સ્થિતિ-અનુભાગવાળો બંધ કરે છે. આવા અલ્પ બંધને અહીં ગણવામાં આવ્યો નથી.
આ રીતે જ્ઞાનીને આસ્રવ નહિ હોવાથી બંધ થતો નથી.
સમયસાર ગાથા ૧૬૬ : મથાળુ હવે જ્ઞાનીને આગ્નવોનો (ભાવાગ્નવોનો) અભાવ છે એમ બતાવે છે:
* ગાથા ૧૬૬ : ટીકા ઉપરનું પ્રવચન * ખરેખર જ્ઞાનીને જ્ઞાનમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો અવશ્યમેવ નિરોધાય છેરોકાય છે-અભાવરૂપ થાય છે કારણ કે પરસ્પર વિરોધી ભાવે સાથે રહી શકે નહિ.”
જેને શુદ્ધ ચૈતન્યમય ધ્રુવ આનંદકંદ પ્રભુ આત્માની દૃષ્ટિ થઈ છે, અહાહા...! જેને પૂર્ણાનંદનો નાથ પ્રભુ જ્ઞાનમાં જણાયો છે, જેને પર્યાયમાં નિર્વિકલ્પ અનુભવ થયો છે અને અતીન્દ્રિય આનંદનું વેદન આવ્યું છે અને ધર્મી અથવા જ્ઞાની કહે છે. આવા જ્ઞાનીને જ્ઞાનમય એટલે આત્મમય-શુદ્ધ ચૈતન્યમય પરિણામ થાય છે. તેને જ્ઞાનમય-ચૈતન્યમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો અવશ્યમેવ રોકાય છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગદ્વેષના અજ્ઞાનમય ભાવ જ્ઞાનમય ભાવ વડે અવશ્ય નિરોધાય છે.
આસ્રવનો નિરોધ તે સંવર એમ બહારથી સંવર લઈ કોઈ વ્રતાદિ લઈ બેસી જાય એ વાત આ નથી. એવું સંવરનું સ્વરૂપ નથી.
પ્રશ્ન- પણ એ રીતે મહાવરો-પ્રેકટીસ તો પડે ને?
ઉત્તર:- ભાઈ ! રાગના વિકલ્પથી ભિન્નની (શુદ્ધ ચૈતન્યની) અંદરમાં પ્રજ્ઞા (ભેદવિજ્ઞાન) વડે પ્રેકટીસ કરે તે પ્રેકટીસ છે. આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ એકલો પવિત્રતાનો પિંડ છે; તે પોતાનું સ્વ છે. ત્યાં પર તરફના રાગના વલણથી છૂટી એ સ્વ તરફના વલણની પ્રેકટીસ કરે તો તે જણાય એવો છે. વ્યવહારના–રાગના સાધન વડે ભગવાન આત્મા જણાય એવું એનું સ્વરૂપ જ નથી.
પ્રવચનસાર, ગાથા ૧૭ર માં અલિંગગ્રહણના છઠ્ઠા બોલમાં છે કે “લિંગ દ્વારા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com