________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
જ અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી.' જુઓ! જયચંદ પંડિત થોડો વધુ ખુલાસો કરે છે કે પરમાણુની (જડકર્મની)–મિથ્યાત્વકર્મની સત્તા છે એનો ક્ષય થતી વખતે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી કષાયનો ક્ષય થાય છે તથા તે સંબંધી અવિરતિનો પણ નાશ થાય છે. વળી સમ્યગ્દર્શન થતાં કષાય થવાનું છે તે પ્રકારનું યોગ-કંપન (યોગગુણની વિકૃત અવસ્થા) હતું તે પણ નાશ થયું છે કેમકે અયોગ-ગુણ-અકંપસ્વભાવનો એક અંશ ત્યારે પ્રગટ થયો છે. અહીં એમ કહે છે કે સમ્યગ્દર્શન થતાં અનંતગુણનો અંશ પ્રગટ થાય છે અને સાથે તે તે પ્રકારના અવગુણનો અંશ પણ નાશ પામે છે.
ચોથે ગુણસ્થાનકે ગૃહસ્થાશ્રમમાં આત્માના ચારિત્રગુણનો વ્યક્ત અંશ પ્રગટ થાય છે અને તેથી તે પ્રકારના (અનંતાનુબંધી) કષાયનો પણ નાશ થાય છે. ઔપશમિક સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાયો માત્ર ઉપશમમાં સત્તામાં જ હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનું કારણ થતું નથી. ઉપશમ સમકિતમાં મિથ્યાત્વનો ઉદય થતો જ નથી. ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને પણ સમ્યકમોહનીય સિવાયની છ પ્રકૃતિઓ વિપાકઉદયમાં આવતી નથી, તેથી તે પ્રકારનો બંધ થતો નથી. ક્ષયોપશમ સમકિતીને મિથ્યાત્વ, મિશ્ર અને અનંતાનુબંધીની ચાર એમ છ પ્રકૃતિઓનો ઉદય જ નથી. સમ્યક મોહનીયનો જરી ઉદય છે પણ એનો કોઈ બંધ નથી. હવે કહે છે
“અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને જે ચારિત્રમોહનો ઉદય વર્તે છે તેમાં જે પ્રકારે જીવ જોડાય છે તે પ્રકારે તેને નવો બંધ થાય છે.” શું કહ્યું એ? નિમિત્તપણે જડકર્મ ચારિત્રમોહનો ઉદય વર્તે છે, પણ તેમાં જીવ જે પ્રકારે જોડાય છે એટલો બંધ થાય છે. ઉદયને લઈને બંધ થાય છે વા ઉદય આવ્યો માટે વિકાર કરવો પડે એમ છે નહિ. જીવની પર્યાયની યોગ્યતા (કર્મના ઉદયમાં) જોડાવાની જેટલી છે એટલો જોડાય છે. બીજી રીતે કહીએ તો (નિશ્ચયથી) તેનો જોડાણનો કાળ છે તે પ્રકારે જોડાય છે. કર્મનો ઉદય આવે એના પ્રમાણમાં વિકાર કરવો પડે એવું છે નહિ. જે સમયે જે પર્યાય થવાની હોય તે તે સમયે થાય છે અને તે નિમિત્તની અપેક્ષા વિના જ થાય
દ્રવ્યની જે સમયે જે પર્યાય થાય છે તે બધી ક્રમબદ્ધ થાય છે. આમાં કોઈ એમ કહે કે દ્રવ્યની એક પછી એક એમ ક્રમથી પર્યાય તો થાય પણ આના પછી આ જ પર્યાય થાય એમ નિયતક્રમ નહિ તો તેની વાત ખોટી છે. દરેક દ્રવ્યની પર્યાય નિયતક્રમમાં જ સર્વજ્ઞ જોઈ છે અને એ જ પ્રમાણે જેમ છે તેમ થાય છે; આડી-અવળી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com