________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨મેશ્વરની વાણીનો અમૂલ્ય વારસો છે. અહો ! દિગંબર સંતો શાસ્ત્ર બનાવીને ભગવાનનો મહા આશ્ચર્યકારી વારસો મૂકતા ગયા છે. બાપ પૈસો મૂકી ગયા હોય તો એને તરત સંભાળે; પણ અરે ! વીતરાગની વાણીનો આ અમૂલ્ય વારસો અત્યંત નિસ્પૃહ થઈ સંતો મૂકી ગયા છે તેને તે સંભાળતો નથી ! ( અરે ! એના દુર્ભાગ્યનો મહિમા કોણ કહે?)
બાપુ! આ તો ત્રણલોકના નાથ વીતરાગ સર્વજ્ઞદેવ જેમની એક સમયની દશામાં (કેવલજ્ઞાનમાં ) ત્રણકાળ ત્રણલોક ઝળકી ઉઠયા છે એવા જિન પરમેશ્વરની જે ઇચ્છા વિના દિવ્યધ્વનિ ખરી તેનો આ દિવ્ય વારસો આચાર્ય ભગવંતો મૂકી ગયા છે. બનારસી વિલાસમાં શારદાષ્ટકમાં આવે છે કે
66
નમો કેવલ નમો કેવલ રૂપ ભગવાન, મુખ કારધુનિ સુનિ અર્થ ગણધર વિચારે,
રિચ આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે, સો સત્યા૨થ શારદા તાસુ ભક્તિ ઉર આન, ભુજંગપ્રયાતમેં અષ્ટક કહોં બખાન.”
છ
ભગવાનના શ્રીમુખેથી ૐૐ ધ્વનિ નીકળે છે. તે હોઠ હલ્યા વિના, કંઠ ધ્રુજ્યા વિના જ ૐ એવો ધ્વનિ ઊઠે છે. અહીં ‘મુખ’ શબ્દ તો લોકમાં મુખથી વાણી નીકળે એમ લોકો માને છે માટે લખ્યો છે; બાકી ભગવાનની ધ્વની સર્વ પ્રદેશથી ઊઠે છે, આખા શરીરથી ઊઠે છે. એ ઓંકારધ્વનિ સાંભળી ગણધર સંત-મુનિ એનો અર્થ વિચારી એમાંથી આગમ રચે છે. એ ઉપદેશને જાણી ભવ્ય જીવો સંશયને દૂર કરે છે એટલે કે ધર્મને પ્રાપ્ત થાય છે. લ્યો, આવો આ
દિવ્ય વારસો છે.
એમાં સંતો એમ કહે છે કે-ભગવાન સચ્ચિદાનંદસ્વરૂપ વીતરાગમૂર્તિ પ્રભુ આત્માની અંત૨–૨મણતારૂપ જે નિર્વિકલ્પ વીતરાગ પરિણતિ તેને ચારિત્ર કહીએ. આવા જ્ઞાનના ચારિત્રનો પરભાવસ્વરૂપ જે કષાય શુભભાવ તે ઘાતક છે. અહાહા...! કેટલું સ્પષ્ટ છે! છતાં માણસોને એમ થાય છે કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે. પણ ભાઈ! એ તો લસણ ખાતાં ખાતાં કસ્તૂરીનો ઓડકાર આવશે એના જેવી તારી વાત છે. જેમ લસણ ખાય તો કસ્તૂરીનો ઓડકાર ન આવે તેમ શુભરાગરૂપ વ્યવહાર કરતાં કરતાં વીતરાગભાવરૂપ નિશ્ચય પ્રગટ ન થાય. શું રાગથી વીતરાગી પર્યાય પ્રગટે ? ( કદી ન પ્રગટે ). વાત તો આવી છે; પણ રાગની આદત પડી ગઈ છે તેથી લોકોને આકરી લાગે છે.
આકરી લાગે છે તેથી રાડો પાડે છે કે-આ તો સોનગઢની વાત છે. પણ ભગવાન ! જુઓ તો ખરા કે આ જૈન ૫૨મેશ્વર દેવાધિદેવ ભગવાનની છે કે સોનગઢની છે? પોતાના (મિથ્યા ) અભિપ્રાયથી બીજો અર્થ નીકળે એટલે કહી દીધું કે આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com