________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ પુદ્ગલપરિણામો, જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આસ્રવણનાં (આવવાના) નિમિત્ત હોવાથી, ખરેખર આસ્ત્રવો છે; અને તેમને (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને ) કર્મ-આસ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષમોહ છે-કે જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે. માટે (મિથ્યાત્વાદિ પુદગલપરિણામોને) આસ્ત્રવણના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ-દ્વેષ-મોહુ જ આસ્ત્રવો છે. અને તે તો (-રાગદ્વેષનો તો) અજ્ઞાનીનેજ હોય છે એમ અર્થમાંથી જ નીકળે છે. (ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી તોપણ ગાથાના જ અર્થમાંથી એ આશય નીકળે છે.)
ભાવાર્થ:- જ્ઞાનાવરણાદિ કર્મો ના આસ્ત્રવણનું (-આગમનનું) કારણ તો મિથ્યાત્વાદિકર્મના ઉદયરૂપ પુદ્ગલના પરિણામ છે, માટે તે ખરેખર આસ્ત્રવો છે. વળી તેમને કર્મઆસ્ત્રવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગદ્વેષમોહરૂપ (અજ્ઞાનમય) પરિણામ છે માટે રાગદ્વેષમોહુ જ આસ્ત્રવો છે. તે રાગદ્વેષમોહને ચિદ્ધિકાર પણ કહેવામાં આવે છે. તે રાગદ્વેષમોહ જીવને અજ્ઞાન-અવસ્થામાં જ હોય છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. માટે મિથ્યાષ્ટિને અર્થાત્ અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપી આત્મવો હોય છે.
આસવ અધિકાર
શુભ અને અશુભભાવ બન્ને આસ્રવ છે. તેના સ્વરૂપને જાણીને આત્મા તેને જીતે છે તેનો આ અધિકાર છે.
“દ્રવ્યાસૈવથી ભિન્ન છે, ભાવાસ્રવ કરી નાશ; થયા સિદ્ધ પરમાતમા, નમું તેહ, સુખ આશ.''
આત્મા દ્રવ્ય એટલે જડ આસ્રવથી ત્રિકાળ જુદો છે. પરમાણુ-રજકણો તો અજીવ અચેતન છે અને એનાથી ચૈતન્ય મહાપ્રભુ આત્મા જાદો જ છે. તથા ભાવાગ્નવ જે પુણ્ય-પાપના વિકારી ભાવો-તેમનો સ્વભાવના આશ્રયે જેમણે નાશ કર્યો અને પરમ વીતરાગ ભાવને પ્રાપ્ત થઈ જેઓ પરમાત્મપદ-ધૂણમો સિદ્ધાણં' પદને પામ્યા અર્થાત્ મોક્ષ પધાર્યા તેમને હું અતીન્દ્રિય આનંદની-સુખની અભિલાષાથી નમન કરું છું એમ કહે છે.
જુઓ, નમન કરું છું એમ જે વિકલ્પ છે એ તો શુભરાગ છે, પણ અભિલાષા તો અંદર નિરાકળ આનંદની પ્રાપ્તિની છે. નમન કરવાથી–વિકલ્પથી થાય એમ નહિ, પણ કથનમાં બીજી શૈલી શું આવે? (થશે તો સ્વાશ્રયે જ)
પુણ્ય થશે અને તેથી સ્વર્ગાદિ મળશે અને આ ધૂળના (-લક્ષ્મીના) ઢગ મળશે એવી પુણ્યના સુખની અભિલાષાથી નમું છું એમ લીધું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com