________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
બે હજાર વર્ષ પહેલાં આ શબ્દરૂપ શાસ્ત્ર બન્યું છે; અને એક હજાર વર્ષ પહેલાં એની ટીકા થઈ છે. તેમાં ભગવાન કુંદકુંદાચાર્ય દિગંબર સંત મહા મુનિરાજ મુનિ કોને કહીએ, મુનિપણું શું ચીજ છે એની વાત કરે છે. કહે છે–પુણ્ય અને પાપના વિકલ્પને મટાડતાં-નિષેધતાં જેમાં પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપના અતીન્દ્રિય આનંદના રસનો જઘન્ય-થોડો સ્વાદ આવે એવો અનુભવ તે સમ્યગ્દર્શન છે. કહ્યું છે ને કે
રસ સ્વાદત સુખ ઉપજૈ અનુભવ તાકો નામ.”
તથા પોતાના જ્ઞાનાનંદસ્વભાવી ભગવાનનું (-આત્માનું) આનંદરસના અનુભવથી યુક્ત જે પ્રચુર સ્વસંવેદન છે તે મુનિપણું છે. મુનિપણામાં પોતાની નિર્મળ પરિણતિને વસ્તુસ્વભાવનું શરણ ( -આશ્રય) રહેલું છે. તથા એ નિર્મળ પર્યાય પણ શરણ છે.
પ્રશ્ન:- એ બેય શરણ કેમ હોય?
ઉત્તર:- નિર્મળ પર્યાય ભગવાન આત્માનું શરણ ગ્રહણ કરે છે ને? તેથી આત્મા શરણ છે. તથા રાગ શરણ નથી એમ કહ્યું ત્યાં નિર્મળ પરિણતિનું શરણ છે એમ કહેવાય. વાસ્તવમાં તો પર્યાયને ધ્રુવ આત્મા જ શરણ છે. સમજાણું કાંઈ...?
ગાથા ૭૧ માં આવી ગયું છે કે વસ્તુનું સ્વભાવરૂપ પરિણમન એ વસ્તુ છે. ભગવાન આત્માનો જ્ઞાન અને આનંદનો સ્વભાવ છે. એના એ સ્વભાવરૂપ પરિણમન વસ્તુ કહેતાં આત્મા છે. ત્યાં કહ્યું છે કે-“આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે, અને “સ્વ” નું ભવન (-પરિણમન થવું) તે સ્વભાવ છે.'' કેમકે સ્વના પરિણમનમાં સ્વભાવનું ભાન થયું કે વસ્તુ આવી છે. માટે સ્વનું પરિણમન તે સ્વભાવ છે. “માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે.'' જુઓ શુદ્ધરૂપે પરિણમવું એ જ આત્મા છે એમ કહે છે. બાપુ! માર્ગ આવો બહુ ઝીણો છે. જન્મમરણ રહિત તો એક વીતરાગભાવથી જ થવાય છે. એ વીતરાગભાવ અપૂર્વ છે. અરે! જેમને આ સાંભળવા મળતું નથી તે બિચારા શું કરે?
જેના જ્ઞાનમાં રાગ આદિ જડ ચીજોનું ભાન થાય છે તે જાણવાવાળો ચૈતન્ય મહાપ્રભુ છે. તેનામાં જે પરનું જ્ઞાન થાય છે તે પોતાનું સ્વસ્વરૂપ છે; પરને જાણનારું જ્ઞાન કાંઈ પરસ્વરૂપે થઈ જતું નથી. હવે આવું જ જાણે–સમજે નહિ તે બિચારા શું કરે? સ્વભાવથી વિરુદ્ધ પુણ્ય-પાપના ભાવરૂપે પરિણમે, ક્રોધાદિરૂપે પરિણમે. રાગની રુચિ અને નિજ ચૈતન્યસ્વરૂપની અરુચિ તે ક્રોધ છે. અરેરે! ક્રોધાદિરૂપે પરિણમતા તેઓ ચારગતિરૂપ સંસારમાં અનંતકાળ રખડ છે. આત્માનું સ્વભાવપણે (-જ્ઞાનપણે ) પરિણમવું થવું એ આત્મા છે અને એ શરણ છે, ધર્મ
અહીં કહે છે-“જ્ઞાનમાં (–આત્મામાં) લીન થતાં સર્વ આકુળતાથી રહિત પરમાનંદ (-પરમામૃત)નો ભોગવટો હોય છે.” આ સાચું મુનિપણું છે. “એનો સ્વાદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com