________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫૪
अथ पुनरपि पुण्यकर्मपक्षपातिनः प्रतिबोधनायोपक्षिपति
परमट्ठबाहिरा जे ते अण्णाणेण पुण्णमिच्छंति। संसारगणहेतुं पि मोक्खहेतुं अजाणंता।। १५४ ।।
परमार्थबाह्या ये ते अज्ञानेन पुण्यमिच्छन्ति। संसारगमनहेतुमपि मोक्षहेतुमजानन्तः।। १५४ ।।
હવે ફરીને પણ, પુણ્યકર્મના પક્ષપાતીને સમજાવવા માટે તેનો દોષ બતાવે છે –
પરમાર્થબાહ્ય જીવો અરે ! જાણે ન હેતુ મોક્ષનો, અજ્ઞાનથી તે પુણ્ય ઇચ્છે હેતુ જે સંસારનો. ૧૫૪.
ગાથાર્થઃ- [૨] જેઓ [ પરમાર્થવાહ્યઃ] પરમાર્થથી બાહ્ય છે [ તે] તેઓ [ મોક્ષદેતુમ ] મોક્ષના હેતુને [મનાનન્ત:] નહિ જાણતા થકા- [ સંસારામનદેતુન્ ગરિ] જોકે પુણ્ય સંસારેગમનનો હેતુ છે તોપણ- [જ્ઞાનેન] અજ્ઞાનથી [ પુષ્પ ] પુણ્યને (મોક્ષનો હેતુ જાણીને) [ રૂછત્તિ] ઇચ્છે છે.
ટીકા:- સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઊપજતો જે આત્મલાભ (-નિજ સ્વરૂપની પ્રાપ્તિ) તે આત્મલાભસ્વરૂપ મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઇચ્છતા હોવા છતાં, મોક્ષના કારણભૂત સામાયિકની-કે જે સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના * ભવનમાત્ર છે, એકાગ્રતાલક્ષણવાળું છે અને સમયસારસ્વરૂપ છે તેનીપ્રતિજ્ઞા લઇને પણ, દુરંત કર્મચકને પાર ઊતરવાની નામર્દોઇને લીધે (અસમર્થતાને લીધે ) પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર જે સામાયિક તે સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવને નહિ પામતા થકા, જેમને અત્યંત સ્થૂળ સંકલેશપરિણામરૂપ કર્મો નિવૃત્ત થયાં છે અને અત્યંત સ્કૂલ વિશુદ્ધપરિણામરૂપ કર્મો પ્રવર્તે છે એવા તેઓ, કર્મના અનુભવના ગુપણા-લધુપણાની પ્રાપ્તિમાત્રથી જ સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા, (પોતે) સ્થૂળ લક્ષ્યવાળા હોઇને ( સંકલેશપરિણામોને છોડતા હોવા છતાં) સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. આ રીતે તેઓ, પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભ
* ભવન = થવું તે; પણિમન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com