________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૫ ]
[ ૨૭
એ તારા કયાંથી થયા? બાપુ! એ તો તારા જ્ઞાનનાં શેયમાત્ર છે. ભાઈ! વસ્તુ તો વસ્તુ છે; તેમાં અનુકૂળ-પ્રતિકૂળ કાંઈ નથી. આમ જે (શુભાશુભભાવ, શુભાશુભ કર્મ) એક છે તેમાં બે ભાગ પાડવા એ જ મિથ્યાત્વ છે.
બહારની અનુકૂળતા હોય, રૂપાળું શરીર હોય, ઇન્દ્રિયો સશક્ત હોય, આયુષ્ય ૮૦-૯૦ નું લાંબુ હોય, કદીય સૂંઠ ચોપડવી ન પડે એવું શરીર નીરોગી તંદુરસ્ત હોય અને સ્ત્રી-પુત્ર પરિવાર ઠીક હોય, સંપત્તિ પણ હોય પણ તેથી શું? એ તો બધી જડની ક્રિયા છે. એમાં આ ઠીક છે એવું કાં આવ્યું? કેમકે એ તો અજ્ઞાન અને અજ્ઞાનનું ફળ છે. આ અનુકૂળતા અને પ્રતિકૂળતા એ બધાં શુભાશુભભાવ જે અજ્ઞાન એનાં જ ફળ છે. ભાઈ! એમાં તને ભેદ લાગે પણ એ તારો ભ્રમ છે.
પ્રશ્ન:- શરીર નીરોગી હોય તો ધર્મ-સાધન થાય ને? શાસ્ત્રમાં પણ એમ ઉપદેશ આવે છે કે–જ્યાં સુધી શરીરમાં જીર્ણતા થઈ નથી, રોગ આવ્યો નથી, ઇન્દ્રિયો હીણી પડી નથી ત્યાં સુધીમાં ધર્મ કરી લે.
ઉત્ત૨:- ભાઈ! શરીર તો જડ અચેતન છે, અને ધર્મ તો આત્મસ્વરૂપ છે. માટે શરીર નીરોગી હોય તો ધર્મસાધન કરી શકાય એ વાત બીલકુલ બરાબર નથી. શાસ્ત્રમાં જે ઉપદેશ છે એ તો પ્રમાદ ટાળીને ઉગ્ર પુરુષાર્થ દ્વારા તત્કાલ ધર્મસાધનમાં પ્રવૃત્ત થવાનો છે. એમાં તો જીવને પ્રમાદ ટાળવાની વાત છે; પણ રોગ-ગ્રસ્ત અવસ્થામાં ધર્મ ન જ થાય એમ એનો અભિપ્રાય નથી.
જુઓ, સાતમી નરકનો નારકી-એના પીડાકારક સંજોગોની શી વાત! એને જન્મથી સોળ રોગ-જન્મથી શ્વાસ, દમ, કેન્સર, શીત-ઠંડી, ભૂખ, તરસ ઇત્યાદિની ભારે પીડા-વેદના હોય છે. ત્યાંની શીતનો એક કણિયો પણ મનુષ્યલોકમાં આવી જાય તો દશ જોજનમાં માણસો એનાથી મરી જાય. તેત્રીસ સાગર સુધી અનાજનો કણ ન મળે, પાણીનું બૂંદ ન મળે, ઊંધ ન મળે. આવી અતિશય પીડાના સંજોગમાં રહીને પણ કોઈ કોઈ નાકી જીવ આત્માનું ભાન પ્રગટ કરીને સમકિત પ્રાપ્ત કરી લે છે. ભાઈ! શરીર નીરોગી અને બહારના સંયોગ અનુકૂળ હોય તો જ ધર્મસાધન થઈ શકે અને તેના વડે ધર્મસાધન કરી શકાય એવી માન્યતા તદ્દન જૂઠી
છે.
અહા! આવા નરકના પીડાકારી સંયોગમાં તેં અનેકવાર તેત્રીસ સાગર ગાળ્યા; વળી અનંતવાર તું દેવ પણ થયો. આ શું છે બધું ? બાપુ! એ બધાં અજ્ઞાનનાં ફળ છે, જ્ઞાનનાં નહિ. જ્ઞાનનું ફળ તો વીતરાગી શાંતિ અને આનંદ છે. આ અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગ એ બધાં શુભાશુભભાવરૂપ અજ્ઞાનનાં ફળ છે. તેથી આચાર્ય કહે છે કે કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે. શુભ કે અશુભ જે કર્મબંધન થાય એનું કારણ એક અજ્ઞાન જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com