________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૭ ]
[ ૨૮૯
આત્માનો પૂર્ણ આશ્રય થતાં રાગનો સંપૂર્ણ અભાવ જ રહે છે, રાગની ઉત્પત્તિ જ થતી નથી.
ધર્મી વિકારનો નાશ કરે છે એમ કહેવું એ તો વ્યવહાર-કથન છે. સમયસાર ગાથા ૩૪ માં કહ્યું છે કે “પ્રત્યાખ્યાનના સમયે પ્રત્યાખ્યાન કરવાયોગ્ય જે પરભાવ તેની ઉપાધિમાત્રથી પ્રવતેલું ત્યાગના કતોપણાનું નામ હોવા છતા પણ પરમાર્થથી જોવામાં આવે તો પરંભાવના ત્યાગકર્તાપણાનું નામ પોતાને નથી, પોતે તો એ નામથી રહિત છે. કારણ કે જ્ઞાનસ્વભાવથી પોતે છૂટયો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે.'' જુઓ, રાગના ત્યાગનો કર્તા કહેવો એ પણ નામમાત્ર છે. આમ જ્યાં વસ્તુનું સ્વરૂપ છે ત્યાં પરના ત્યાગની તો વાત જ શી કરવી ?
આત્મામાં “ત્યાગ-ઉપાદાન-શૂન્યત્વ” નામની શક્તિ છે. તે શક્તિના કારણે આત્મામાં પરનાં ગ્રહણ-ત્યાગ છે જ નહિ. લોકો તો આહારનો ત્યાગ કર્યો માટે અમને ઉપવાસ થઈ ગયો ઇત્યાદિ પરના ત્યાગ વડે ધર્મ થયો માને છે. પરંતુ ભાઈ ! આત્મા પરને ગ્રહ શી રીતે અને ત્યાગે પણ શી રીતે? આત્માને પરના ગ્રહણ-ત્યાગ માનવાં એ તો મિથ્યાદર્શન છે.
* કળશ ૧૧૬: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
જ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે. તે રાગને મટાડવાને ઉદ્યમ કર્યા કરે છે; તેને આસ્રવભાવની ભાવનાનો અભિપ્રાય નથી; તેથી તે સદા નિરાગ્નવ જ કહેવાય છે.” જુઓ આ દષ્ટિનો મહિમા ! જ્ઞાનીને અંતર્દષ્ટિ થઈ હોવાથી તેને પુણ્યપરિણામની ભાવનાનો પણ અભિપ્રાય નથી. તેને તો એક વીતરાગ ભાવની ભાવનાનો અભિપ્રાય છે. તેથી તે સદા નિરાગ્નવ જ કહેવાય છે.
પરવૃત્તિ (પરપરિણતિ) બે પ્રકારની છે-અશ્રદ્ધારૂપ અને અસ્થિરતારૂપ. જ્ઞાનીએ અશ્રદ્ધારૂપ પરવૃત્તિ છોડી છે અને અસ્થિરતારૂપ પરવૃત્તિ જીતવા માટે તે નિજશક્તિને વારંવાર સ્પર્શે છે. એ રીતે સકળ પરવૃત્તિને ઉખેડીને કેવળજ્ઞાન પ્રગટાવે છે.” જ્ઞાની પોતાની પરિણતિને સ્વરૂપ પ્રતિ વારંવાર વાળ્યા કરે છે. મુનિદશામાં તો અંતર્મુહૂર્તમાં આવું થયા કરે છે. એ રીતે એ સંપૂર્ણ ઉત્કૃષ્ટ સ્થિરતા કરીને કેવળજ્ઞાન પ્રગટાવે છે.
“બુદ્ધિપૂર્વક” અને અબુદ્ધિપૂર્વક 'નો અર્થ આ પ્રમાણે છે:–જે રાગાદિ પરિણામ ઇચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે અને જે રાગાદિ પરિણામ ઈચ્છા વિના પર નિમિત્તની બળજરીથી થાય તે અબુદ્ધિપૂર્વક છે. પરનિમિત્તની બળજરી એટલે ઇચ્છા રહિતપણે પરનિમિત્તના લક્ષે રાગ થાય છે તેને પરની બળજોરીથી થયા એમ કહેવામાં આવે છે. નિમિત્તની કાંઈ ખરેખર બળજોરી છે એમ નથી. પોતાના (હીન) પુરુષાર્થનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com