________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
કારણે આવ્યું અને એને કારણે ખરી જાય છે. અહા ! આત્મા પોતાની શુદ્ધ ચૈતન્યમય ચીજને ભૂલીને દર્શનમોહને વશ થઈ પરને જાણવા-દેખવામાં રોકાઈ ગયો છે તેનો પોતાનો અપરાધ છે અને તે મિથ્યાત્વભાવ છે. એ મિથ્યાત્વભાવને લઈને આત્માને મિથ્યાદષ્ટિપણું છે, જડકર્મને લઈને નહિ. સમજાણું કાંઈ....
વિકાર છે તે કર્મથી થાય એમ કેટલાક કહે છે. હવે આ વાંધા સં. ૧૯૭૧ થી ઊયા છે. તેઓ કહે છે-વિકાર છે તે કર્મથી થાય એમ ન માનો તો એ (-વિકાર) સ્વભાવ થઈ જાય.
પણ ભાઈ ! ગાથા ૩૭ર માં તો રાગને ( વિકારી પરિણમનને) સ્વભાવ કહ્યો છે. પુણ્ય ને પાપનો ભાવ પણ સ્વભાવ એટલે એનું પોતાનું પરિણમન છે. ત્યાં ગાથામાં છે કે – “અન્યદ્રવ્યથી અન્યદ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી; તેથી એ સિદ્ધાંત છે કે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઉપજે છે.'' અહીં વિકારની વાત કરવી છે. એ પણ એનો સ્વ-ભાવ એટલે સ્વનું ભવન (પોતાનું પરિણમન) છે એમ વાત છે. ત્યાં ગાથાની ટીકામાં પણ કહ્યું છે કે-“જીવને પરદ્રવ્ય રાગાદિ ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્યદ્રવ્ય વડે અન્યદ્રવ્યના ગુણનો (-પર્યાયનો) ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; કેમકે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે.'' જુઓ કર્મથી આત્મામાં વિકાર કરાય એ અયોગ્ય છે, અલાયક છે, વિકારી પરિણામ કે અવિકારી પરિણામ એ એનો (પર્યાયનો) સ્વભાવ છે. “સ્વસ્થ ભવનન તુ સ્વભાવ:' એમ અહીં અપેક્ષા છે. ‘વિકાર એ સ્વભાવ નથી' એમ જ્યાં કહ્યું એ તો દ્રવ્યદૃષ્ટિની વાત છે. વિકાર દ્રવ્યમાં નથી અને પર્યાયમાંથી પણ નીકળી જવા યોગ્ય છે એ અપેક્ષાએ વાત છે. જ્યારે અહીં વિકાર એ પર્યાયનો પોતાનો ભાવ છે એ અપેક્ષાએ સ્વભાવ કહ્યો છે. આ પ્રમાણે કર્મ વિકાર કરાવે છે” એ માન્યતા સાવ જૂઠી છે, અયથાર્થ છે. વિકાર પોતાના ઊંધા પુરુષાર્થથી (બળથી) થાય છે. આમ વાત છે. પણ એને નિર્ણય કરવાની ગરજ કયાં છે? અરે! સત્ય શું છે અને એની પ્રાપ્તિ કેમ થાય એ સમજવાની એને દરકારેય નથી !
પ્રશ્ન- તો ગોમ્મદસારમાં તો એમ આવે છે કે જ્ઞાનાવરણીય કર્મ ઘાતકર્મ છે અને તે જ્ઞાનને ઘાતે છે?
ઉત્તર- ભાઈ ! એ તો નિમિત્તથી વ્યવહારનયનું કથન છે. જ્ઞાનાવરણીય કર્મ એ તો જીવને અડતુંય નથી, તો પછી એ જ્ઞાનને શું વાત કરે? જીવ પોતે જ જ્યારે જ્ઞાનની પર્યાયમાં ભાવઘાતીરૂપ હીણું પરિણમન કરે ત્યારે દ્રવ્યઘાતીને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત જ્ઞાનના પરિણમનને કાંઈ કરે છે એમ ત્રણકાળમાં નથી.
ઘાતી કર્મ-એમ કહેવું અને વાત કરે નહિ એ કેવું?
ભાઈ ! પ્રવચનસાર ગાથા ૧૬ ની ટીકામાં આવે છે કે ઘાતકર્મ બે પ્રકારનાં છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com