________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
મુશ્કેલ! જેના મહાભાગ્ય હોય તેના કાને પડે. અને કાને પડે તોય શું? પુરુષાર્થ કરીને જ્યારે અંતર-નિમગ્ન થાય ત્યારે આત્માના જ્ઞાન-શ્રદ્ધાન થાયઃ સાંભળવામાત્રથી ન થાય. દિવ્યધ્વનિ સાંભળે એટલા માત્રથી આત્માનું જ્ઞાન ન થાય. ભગવાન આત્માના-સ્વદ્રવ્યના આશ્રયથી સમ્યજ્ઞાન થાય. શ્લોક ૧૦૬ માં પહેલી લીટીમાં કહ્યું કે-જ્ઞાન એકદ્રવ્યસ્વભાવી હોવાથી એનાથી મોક્ષનું કારણ થાય. અહીં કહ્યું કે-કર્મ અન્યદ્રવ્યસ્વભાવી હોવાથી એનાથી મોક્ષનું કારણ ન થાય. “વર્મસ્વમાન જ્ઞાન ભવ ન દિ'-કર્મના સ્વભાવથી જ્ઞાનનું ભવન થતું નથી માટે કર્મ મોક્ષનું કારણ નથી. આ સઘળો ક્રિયાકાંડ મોક્ષનું કારણ નથી; સમજાણું કાંઈ....?
હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છે:
* કળશ ૧૦૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
મોક્ષદેતુતિરોધાનાત' કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું હોવાથી..
જુઓ, કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું છે. શું કહ્યું આ? કર્મ એટલે પુણ્યપાપના ભાવ, ખરેખર તો અહીં કર્મ એટલે પુણ્યના ભાવ એમ લેવું છે, મોક્ષના કારણના ઘાતક છે. વ્રત, તપ, દાન, શીલ, ભક્તિ ઇત્યાદિના શુભભાવ મોક્ષના કારણને ઢાંકનારા એટલે ઘાતનશીલ છે. હવે જે ઘાતનશીલ છે એ મોક્ષના કારણને મદદ કરે એ કેમ બની શકે? (ન જ બની શકે ). હવે આ મોટો વાંધો છે અત્યારે લોકોને એમ કે વ્યવહારથી નિશ્ચય થાય. પહેલાં કાયાથી ત્યાગની શરુઆત થાય, પછી મનથી થાય-એમ બાહ્યથી લેવું છે. પણ ભાઈ ! એમ સમ્યગ્દર્શન કેમ થાય ? બાહ્ય કર્મ છે એ તો મોક્ષના કારણનું ઘાતનશીલ છે.
ભગવાન આત્માને મોક્ષનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. પૂર્ણ સ્વભાવની પ્રતીતિ, પૂર્ણ સ્વભાવનું જ્ઞાન અને પૂર્ણ સ્વભાવમાં રમણતા-લીનતારૂપે આત્માનું થયું તે મોક્ષનું કારણ છે. અહીં કહે છે-વ્રત, તપ, શીલ, ભક્તિ, પૂજા, દાન ઇત્યાદિ સમસ્ત શુભકર્મ મોક્ષનું કારણ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તેનું ઘાતનશીલ છે. હવે આવી વાત દુનિયાને બેસે ન બેસે એ દુનિયા જાણે; દુનિયા તો અનાદિથી અજ્ઞાનના પંથે છે. કહ્યું છે ને કે
“ દ્રવ્યક્રિયારુચિ જીવડાજી, ભાવ ધરમ રુચિહીન; | ઉપદેશક પણ એવાજી, શું કરે જીવ નવીન ?'
દ્રવ્યક્રિયા એટલે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિની રુચિ તો અનાદિથી અજ્ઞાની જીવને છે. વળી તેને ઉપદેશ દેનારા ઉપદેશક પણ એવા મળ્યા જે ઉપદેશે કે-વ્રતાદિ પાળવાં એ ધર્મ છે અને તે કરતાં કરતાં મોક્ષ પમાય. તેથી એ વાત એને પાકી દઢ થઈ ગઈ. વારંવાર સાંભળી ને ! એટલે પાકી થઈ ગઈ. હવે એ નવું શું કરે ? એને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com