________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
કાઢવાનું મન ન થાય, કેમકે સાંકળી સોનાની ખરી ને! એટલે ચગદુ છાતીમાં વાગે પણ વહુ સાંકળી છોડે નહિ; ઉલટી ખુશ થાય. તેમ અજ્ઞાની જીવને અનુકૂળ સંયોગો મળતાં સંયોગની ભાવના છોડતો નથી. જ્ઞાની તેને કહે છે કે-ભાઈ ! સંયોગની દષ્ટિ દુઃખકારી છે, સંયોગની દષ્ટિ છોડી દે. પણ તેને સંયોગ અને સંયોગની દષ્ટિ છોડવાનું મન થતું નથી કેમકે સંયોગથી સુખ માન્યું છે ને! અ૨૨...! અનુકૂળતામાં પણ પરાધીનતાનું દુઃખ હોવા છતાં સુખ માનીને અજ્ઞાની તેમાં ખુશી થાય છે!
અહીં કહે છે-જેમ સુવર્ણ અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે, ‘તેવી રીતે શુભ અને અશુભ કર્મ કાંઈ પણ તફાવત વિના પુરુષને (–જીવને) બાંધે છે કારણ કે બંધપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી.' કાંઈ પણ તફાવત વિના બાંધે છે''–ભાષા જોઈ? ગાથામાં ‘વં ર્માં' (−કરેલું કર્મ ) શબ્દનો અર્થ અહીં ટીકામાં "Firs પણ તફાવત વિના-અવિશેષપણે '' એમ કર્યો છે. મતલબ કે અશુભ કરાયેલો ભાવ હોય કે શુભ કરાયેલો ભાવ હોય, બન્નેમાં ફરક નથી કેમકે કર્તાબુદ્ધિમાં કોઈ ફેર નથી અને તેથી બન્ને સમાનપણે કર્મબંધનું કારણ થાય છે. જે કર્તા થઈને શુભ કે અશુભ ભાવ કરે છે તેને એ બન્નેય ભાવ કાંઈ પણ તફાવત વિના કર્મબંધનું કારણ થાય છે.
આનાથી જુદું જ્ઞાનીને કર્તાબુદ્ધિ નથી, જ્ઞાતાની દૃષ્ટિ છે. શુભને જાણતાં ઠીક અને અશુભને જાણતાં અઠીક એમ શુભાશુભભાવમાં જ્ઞાનીને ઠીક–અઠીકપણાની બુદ્ધિ નથી. ખરેખર તો જ્ઞાની એ શુભાશુભ ભાવને કયાં જાણે છે? એ તો શુભ કે અશુભ ભાવના કાળમાં પોતાની સ્વપર-પ્રકાશકજ્ઞાનની જે પર્યાય થાય છે તેને જાણે છે. જે પ્રકારનો રાગ છે તે સમયે તે જ પ્રકારની પરપ્રકાશક જ્ઞાનની પર્યાય થાય છે. ત્યાં એ રાગને લઈને નહિ પણ પોતાની સ્વપરપ્રકાશક પર્યાયના સામર્થ્યને લઈને એનું જ્ઞાન છે. શું એ રાગ છે માટે પરપ્રકાશક જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ? (ના, એમ નથી). જેમ અજ્ઞાનીને શુભ-અશુભ રાગ કરવામાં ફેર નથી (અર્થાત્ બન્નેમાં સરખી જ કર્તુબુદ્ધિ છે) તેમ અહીં જ્ઞાનીને જાણવામાં ફેર નથી (અર્થાત્ બન્નેમાં સરખી જ જ્ઞાતાબુદ્ધિ-અકર્તબુદ્ધિ છે). ખરેખર જ્ઞાની શુભાશુભને જાણતો નથી પણ પોતે તત્સંબંધી જે પોતાનું જ્ઞાન છે તેને જાણે છે. તે સમયે તે (શુભાશુભ) તેની યોગ્યતાથી ત્યાં ઉત્પન્ન થાય છે પણ જ્ઞાની તેને કરતો નથી. આ પ્રમાણે કર્તા ( અજ્ઞાની ) માં અને જ્ઞાતા (જ્ઞાની) માં બહુ મોટો ફેર છે. બાપુ! આ તો વીતરાગનો માર્ગ બહુ ગંભીર છે.
અહાહા...! કેવળી ૫રમેશ્વર કોને કહેવાય ? કે જેની પર્યાયમાં આખું લોકાલોક-જેમાં અનંતા કેવળીઓ આવ્યા તે પણ જણાય. એ કેવળજ્ઞાન શું ચીજ છે ભાઈ !!
કેવળીએ દીઠું હશે એમ થશે (એમ કે કેવળીએ દીઠા હશે એટલા ભવ થશે ), એમાં આપણે શું કરીએ ? આ પ્રશ્ન બાબતે વિ. સં. ૧૯૭૨ માં ચર્ચા ચાલેલી ત્યારે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com