________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates 446 ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જ્ઞાનમાં ભેદ નથી. તથા તે “શાશ્વત-ઉદ્યોતમ' જેનો ઉઘાત શાશ્વત છે તેવું છે. કેવળજ્ઞાન જે પ્રગટયું તેનો ઉધત શાશ્વત-અવિનશ્વર છે. જુઓ, આ સંવરનો કમ! પરના ભેદ-અભ્યાસથી આત્માની પ્રાપ્તિ થઈ તે પ્રથમ સંવર થયો અને આત્મલીનતા ક્રમે વધારી પરિપૂર્ણ લીનતા થતાં પૂર્ણ શુદ્ધતા સહિત કેવળજ્ઞાન પ્રગટ થયું, ચૈતન્યજ્યોતિનો શાશ્વત એકરૂપ ઉદ્યોત રહે તેવું જ્ઞાન પ્રગટ થયું. આ રીતે સંવર બહાર નીકળી ગયો. * કળશ ૧૩ર : ભાવાર્થ ઉપરનું પ્રવચન * રંગભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો હતો તેને જ્ઞાને જાણી લીધો તેથી તે નૃત્ય કરી બહાર નીકળી ગયો. લ્યો, સંવરનો ભેખ આવ્યો તે મોક્ષ થતાં બહાર નીકળી ગયો. “ભેદવિજ્ઞાનકલા પ્રગટે તબ શુદ્ધસ્વભાવ લહૈ અપનાહી, રાગ-દ્વેષ-વિમોહ સબહી ગલિ જાય ઇમૈ દુઠ કર્મ કાહી; ઉજ્વલ જ્ઞાન પ્રકાશ કરે બહુ તોષ ધરે પરમાતમમાંહી, યો મુનિરાજ ભલી વિધિ ધારત કેવલ પાય સુખી શિવ જાહીં.'' આ કાવ્યમાં પંડિત શ્રી જયચંદજીએ આખો સંવર અધિકાર સંક્ષેપમાં કહી દીધો. ચોથે ગુણસ્થાને સમકિતીને ભેદજ્ઞાનકલા પ્રગટે છે. પરથી ભિન્ન પડતાં પવિત્ર સ્વભાવની પ્રાપ્તિ થાય છે, રાગ-દ્વેષ અને મિથ્યાત્વ નાશ પામી જાય છે અને તેથી દુષ્ટ કર્મ રોકાઈ જાય છે. ત્યાં ઉજ્વલ જ્ઞાનપ્રકાશ થતાં પરમાત્મામાં (આત્મામાં) પ્રચુર અતીન્દ્રિય આનંદ પ્રગટે છે. મુનિરાજ આ રીતે ભેદવિજ્ઞાનની ભાવના વડે અતીન્દ્રિય આનંદને ધારણ કરી ક્રમે કેવલજ્ઞાન ઉપજાવી પરમ સુખમય મોક્ષને પામે છે. આ પ્રમાણે શ્રી કુંદકુંદાચાર્યદેવ રચિત સમયસાર શાસ્ત્ર ઉપર પરમ કૃપાળુ સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પ્રવચનનો પાંચમો સંવર અધિકાર સમાપ્ત થયો. [ પ્રવચન નં. 259 થી ર૬૩ * દિનાંક 12-12-76 થી 16-12-76 ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com