________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૬૮ ]
[ ૨૫૭
અહાહા..! મૂળ કાપી નાખ્યા પછી જેમ પાંદડાં સૂકાઈ જ જાય તેમ મિથ્યાત્વનું મૂળ જેણે છેદી નાખ્યું છે તે જ્ઞાનીને રાગની પરંપરા વધવા પામે એમ બનતું નથી પણ રાગાદિ બધો સૂકાઈ જ જાય છે, નાશ જ પામી જાય છે. ચોથે ગુણસ્થાને ૪૧ પ્રકૃતિઓનો તો સમકિતીને બંધ થતો જ નથી અને અન્ય પ્રવૃતિઓ દીર્ઘ (અનંત) સંસારનું કારણ નથી. આવો સમકિતનો અચિંત્ય મહિમા છે.
હવે, “જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવાન્સવનો અભાવ છે' એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે
* કળશ ૧૧૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * નીવસ્ય' જીવને “ચ:' જે “ મોદૈ: વિના' રાગદ્વેષ મોહ વગરનો, “જ્ઞાનનિવૃત્ત: વ માવ:' જ્ઞાનથી જ રચાયેલો ભાવ “ચાત્' છે અને “સર્વાન દ્રવ્યવ-ગોધાન
જૂન' જે સર્વ દ્રવ્યકર્મના આસ્રવના થોકને રોકનારો છે; “gs: સર્વ-માવાઝવામ અમાવ:' તે ( જ્ઞાનમય ) ભાવ સર્વ ભાવાન્સવના અભાવસ્વરૂપ છે.
જુઓ, આ ચોથા ગુણસ્થાનની વાત ચાલે છે. શું કહે છે? કે સમકિત થતાં જે જ્ઞાતાદષ્ટા સ્વભાવથી રચાયેલો જ્ઞાનમય ભાવ, શ્રદ્ધામય ભાવ, સ્થિરતામય ભાવ પ્રગટ થયો તેમાં મિથ્યાત્વ અને દયા, દાન આદિ ભાવાગ્નવનો અભાવ છે.
અરે પ્રભુ! શું થાય? લોકોને તો શુભભાવ મોક્ષનું કારણ ઠરાવવું છે. પણ એમ છે નહિ. બંધ છે તે મોક્ષનું કારણ નથી અને મોક્ષનો માર્ગ છે તે બંધનું કારણ નથી.
અહા ! સત્યને સ્વીકારતાં જો બહારની આબરૂ જાય તો જવા દે. ભગવાન આત્મામાં એ આબરૂ ક્યાં છે? ભૂલમાં તો અનાદિથી પડયો છે. તે ભૂલને ટાળવામાં તારી આબરૂ નહિ જાય, પરંતુ તેને એનાથી લાભ થશે. પહેલાં ન જાણે ત્યાં સુધી ખોટી માન્યતા હોય, અમને પણ હતી પણ હવે સત્યને સ્વીકારવામાં બહારની પ્રતિષ્ઠાનો પ્રશ્ન આગળ કરીશ નહિ.
અહીં તો કહે છે કે-રાગ-દ્વેષ-મોહ વિનાનો જ્ઞાનથી રચાયેલો જ્ઞાનમયભાવ જથ્થાબંધ દ્રવ્યકર્મના-જડકર્મના પ્રવાહને રોકનારો છે કેમકે તે ભાવ સર્વ ભાવાન્સવના અભાવસ્વરૂપ છે. અહીં મિથ્યાત્વ છે એ જ મુખ્યપણે આસ્રવ છે, સંસારનું કારણ છે એમ વાત છે.
* કળશ ૧૧૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * મિથ્યાત્વરહિત ભાવ જ્ઞાનમય છે.” મિથ્યાત્વહિત જે ભાવ છે તે અજ્ઞાનમય છે. રાગને પોતાની સાથે મેળવવો-ભેળવવો-એવો મિથ્યાત્વસહિત ભાવ છે તે અજ્ઞાનમય છે. અને રાગને આત્મા સાથે નહિ ભેળવેલો એવો મિથ્યાત્વરહિત ભાવ જ્ઞાનમય છે.
તે જ્ઞાનમય ભાવ રાગ-દ્વેષ-મોહ વગરનો છે, અને દ્રવ્યકર્મના પ્રવાહને રોધનારો છે.” ભાવાગ્નવ નથી એટલે દ્રવ્યકર્મ રોકાઈ જાય છે. દ્રવ્યકર્મનો પ્રવાહ આવનારો હતો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com