________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૧૫૭ થી ૧૫૯ ]
[ ૧૪૭
છે, [તથા] તેવી રીતે [મિથ્યાત્વનનાવઘ્નનં] મિથ્યાત્વરૂપી મેલથી ખરડાયું-વ્યાસ થયું-થકું [ સભ્યપત્યું હતુ] સમ્યક્ત્વ ખરેખર તિરોભૂત થાય છે [ જ્ઞાતવ્યસ્] એમ જાણવું. [ યથા ] જેમ [વસ્ત્રસ્ય] વસ્ત્રનો [ શ્વેતમાવ: ] શ્વેતભાવ [મતમેજનાસō: ] મેલના મળવાથી ખરડાયો થકો [નશ્યતિ] નાશ પામે છે-તિરોભૂત થાય છે, [તથા] તેવી રીતે [અજ્ઞાનમન્તાવચ્છi] અજ્ઞાનરૂપી મેલથી ખરડાયું-વ્યાસ થયું-થકું [ જ્ઞાનં મવતિ] જ્ઞાન તિરોભૂત થાય છે [ જ્ઞાતવ્યમ્ ] એમ જાણવું. [ યથા] જેમ [વસ્ય] વસ્ત્રનો [શ્વેતમાવ: ] શ્વેતભાવ [ મનમેનનાસō: ] મેલના મળવાથી ખરડાયો થકો [નિયંતિ] નાશ પામે છે-તિરોભૂત થાય છે, [તથા] તેવી રીતે [ષાયમલાવત્ત્તત્ત્ત] કષાયરૂપી મેલથી ખરડાયું-વ્યાસ થયું-થકું [ ચારિત્રમ્ અપિ] ચારિત્ર પણ તિરોભૂત થાય છે [ જ્ઞાતવ્યસ્] એમ જાણવું.
ટીકા:- જ્ઞાનનું સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ જે મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી, તિરોભૂત થાય છે-જેમ ૫૨ભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. જ્ઞાનનું જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ અજ્ઞાન નામના કર્મમળ વડે વ્યાસ થવાથી તિરોભૂત થાય છે-જેમ ૫૨ભાવસ્વરૂપ મેલથી વ્યાસ થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. જ્ઞાનનું ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ કષાય નામના કર્મમળ વડે વ્યાસ થવાથી તિરોભૂત થાય છે–જેમ ૫૨ભાવસ્વરૂપ મેલથી વ્યાસ થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. માટે મોક્ષના કારણનું (–સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું–) તિરોધાન કરતું હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.
ભાવાર્થ:- સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. જ્ઞાનનું સમ્યક્ત્વરૂપ પરિણમન મિથ્યાત્વકર્મથી તિરોભૂત થાય છે; જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન અજ્ઞાનકર્મથી તિરોભૂત થાય છે; અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન કષાયકર્મથી તિરોભૂત થાય છે. આ રીતે મોક્ષના કા૨ણભાવોને કર્મ તિરોભૂત કરતું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે.
*
*
સમયસાર ગાથા ૧૫૭-૧૫૮-૧૫૯ : મથાળું
હવે પ્રથમ કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું છે એમ સિદ્ધ કરે છે.
* ગાથા ૧૫૭-૧૫૮-૧૫૯ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
‘“ જ્ઞાનનું સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ જે મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી, તિરોભૂત થાય છે–જેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com