________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૬ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૬
(માનિની) निजमहिमरतानां भेदविज्ञानशक्तया भवति नियतमेषां शुद्धतत्त्वोपलम्भः । अचलितमखिलान्यद्रव्यदूरेस्थितानां भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः।। १२८ ।।
શ્લોકાર્થ- [એવિજ્ઞાનશpયા નિનમદિમરતાનાં પુષi ] જેઓ ભેદવિજ્ઞાનની શક્તિ વડે નિજ (સ્વરૂપના) મહિનામાં લીન રહે છે તેમને [ નિયતY] નિયમથી (ચોક્કસ) [ શુદ્ધતત્ત્વોપસન્મા] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ [ભવીત ] થાય છે; [ તસ્મિન્ સતિ ] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થતાં, [ગવતિતમ્ વિત– ચંદ્રવ્ય-પૂરે–સ્થિતાનાં] અચલિતપણે સમસ્ત અન્યદ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને, [ અક્ષય: વર્મમોક્ષ: મવતિ] અક્ષય કર્મમોક્ષ થાય છે (અર્થાત્ ફરીને કદી કર્મબંધ ન થાય એવો કર્મથી છુટકારો થાય છે). ૧૨૮.
સમયસાર ગાથા ૧૮૭ થી ૧૮૯: મથાળુ
હવે પૂછે છે કે સંવર કયા પ્રકારે થાય છે? સંવર એટલે ધર્મની પહેલી સીડી. અનાદિથી એને રાગની અશુદ્ધિ છે, તે અશુદ્ધિનો નિરોધ થઈ શુદ્ધિ કયા પ્રકારે થાય તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ
* ગાથા ૧૮૭ થી ૧૮૯ : ટીકા ઉપરનું પ્રવચન *
જે જીવ રાગદ્વેષમોહ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગમાં વર્તતા આત્માને દઢતર (અતિ દઢ) ભેદવિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને...'
શું કહ્યું આ? કે શુભાશુભભાવનું મૂળ રાગદ્વેષમોહ એટલે મિથ્યાત્વ અને રાગદ્વેષ છે. મિથ્યાત્વ અને રાગદ્વેષ (પરદ્રવ્યો બધાં એક સરખાં શેય છે તોપણ આ શેય ઠીક અને આ અઠીક છે એવો ભ્રમ). તે શુભાશુભભાવની ઉત્પત્તિનું મૂળ છે. એવા શુભાશુભભાવમાં વર્તતા આત્માને અતિ દેઢ ભેદજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકાય છે. શુભાશુભભાવ કેમ રોકાય? તો કહે છે કે રાગથી ભિન્ન પડેલા જ્ઞાન કરીને ભગવાન આત્માના આશ્રય વડ જ શુભાશુભભાવ રોકાય છે. શુભાશુભભાવમાં વર્તતા આત્માને રોકવો એ તો ઉપદેશની કથનશૈલી છે. ખરેખર તો ઉપયોગને આત્મામાં રોકવાથી-એકાગ્ર કરવાથી સંવર પ્રગટ થાય છે. અર્થાત્ આત્મા વડ આત્મામાં એકાગ્ર થતાં સંવર થાય છે.
આત્મા કેવો છે? શુદ્ધ દર્શનજ્ઞાનરૂપ ભગવાન આત્મા છે. આ દયા, દાન આદિના વિકલ્પ તે આત્મા નહિ, એ તો અનાત્મા છે. આત્મા કોને કહીએ? જે શુદ્ધજ્ઞાનદર્શન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com