________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ]
[ ૧૯૫
તો તમે કહો છો તે સત્ય ન હોય-એવો ભાવ; અને આશંકાનો અર્થ તો તમે કહો છો એ સમજાયું નથી એવો ભાવ છે. શંકા અને આશંકા વચ્ચે આવો ફેર છે. અહીં શિષ્ય આશંકા ઉપજાવીને સમજવા માગે છે કે-‘અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને જ્યાંસુધી કર્મનો ઉદય રહે ત્યાંસુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે?' એમ કે એને રાગ થાય છે, દ્વેષ થાય છે અને વિષય-કષાયના ભાવ પણ થાય છે. આવા શુભાશુભ ભાવ તો એને હોય છે; તો કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાન (–આત્મા ) મોક્ષનું કારણ કેમ થઈ શકે?
વળી કર્મ અને જ્ઞાન બન્ને સાથે કેમ રહી શકે? કર્મ એટલે શુભાશુભ રાગની પરિણતિ અને જ્ઞાનની પરિણતિ બન્ને સાથે કેમ રહી શકે? પાંચમે અને છઠ્ઠ ગુણસ્થાને વિકાર હોય અને ધર્મ (નિર્વિકાર પરિણામ) પણ હોય-એ બન્નેય સાથે કેમ હોઈ શકે? આ આશંકાના સમાધાનનું કાવ્ય કહે છેઃ
* કળશ ૧૧૦ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘યાવત્' * જ્યાં સુધી ‘ જ્ઞાનસ્ય ર્મવિરતિ:' જ્ઞાનની કર્મવિરતિ ‘ સા સમ્યક્ પાન્ ન ઐત્તિ' બરાબર પરિપૂર્ણતા પામતી નથી...એટલે શું કહે છે? કે ધર્મીને પણ જ્યાં સુધી પુણ્યપાપના ભાવની–રાગના ભાવની નિવૃત્તિ બરાબર પરિપૂર્ણતાને પામતી નથી અર્થાત્ પરિપૂર્ણ વીતરાગતા થતી નથી-‘તાવત્’ ત્યાં સુધી ‘ ર્મજ્ઞાનસમુળ્વય: અપિ વિહિત: ન હાષિત્ ક્ષતિ: ’ કર્મ અને જ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે; તેમના એકઠા રહેવામાં કાંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી.
અત્ર પિ' અહીં એટલું વિશેષ જાણવું કે આત્મામાં ‘ અવશત: યત્ ર્મ સમુન્નસતિ' અવશપણે (–જબરદસ્તીથી) જે કર્મ પ્રગટ થાય છે અર્થાત્ ઉદય થાય છે ‘તત્ વન્ધાય ' તે તો બંધનું કારણ થાય છે.
ધર્મીને રાગની જરા પણ રુચિ નથી, છતાં તેને શુભાશુભ રાગ થાય છે. જે પુણ્યપાપના ભાવ એને થાય છે તે બંધનું કારણ થાય છે એમ કહે છે.
તો જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે એમ કહ્યું છે ને ?
હા, પણ કઈ અપેક્ષાએ ? એ તો સમકિતીને જેને ભગવાન પૂર્ણાનંદનો નાથ અનુભવમાં આવ્યો છે તેને દૃષ્ટિનું જોર છે. તો તે કાળમાં એને જે ભોગનો ભાવ આવ્યો તે, એને ભોગની રુચિ નહિ હોવાથી નિર્જરી જાય છે, ખરી જાય છે એ અપેક્ષાએ જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે. (ત્યાં એના એ ભોગનો મહિમા નથી પણ દૃષ્ટિનો એ મહિમા છે એમ વાત છે.) અહીં એમ વાત છે કે ધર્મીને જે શુભ કે અશુભ પરિણામ થાય છે એ તો બંધનું કારણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com