________________
४२८
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
આથી અપૌરુષેયઆગમ(વદ) પ્રમાણભૂત ન હોવાથી, તેનાથી સર્વજ્ઞનો બાધ થઈ શકતો નથી. તથા અપૌરુષેયવેદના કોઈ આદ્યવક્તા જ નથી, તો તેને પ્રમાણભૂત કેવી રીતે માની શકાય ? અને તેવા અપ્રમાણભૂતવેદથી સર્વજ્ઞનો બાધ કેવી રીતે થઈ શકે ? - વળી તમે વેદને સ્વરૂપ પ્રતિપાદક માનતા નથી. કારણ કે તમારો મત છે કે... “વેદનો પ્રત્યેક શબ્દ અગ્નિષ્ટોમ વગેરે યજ્ઞરૂપ કાર્યોનું જ પ્રતિપાદન કરે છે તથા તે કાર્ય અર્થમાં પ્રમાણ છે. તે કોઈના સ્વરૂપના પ્રતિપાદન કે તેના નિષેધમાં પ્રમાણ જ નથી.” વેદમાં જે “સર્વજ્ઞ, સર્વવિત્' વગેરે શબ્દ આવે છે, તેને તમે સર્વજ્ઞના સ્વરૂપના પ્રતિપાદક માનતા નથી. તમે તો કહો છો કે... તે સર્વજ્ઞા વગેરે શબ્દ કોઈ યજ્ઞવિશેષની સ્તુતિ કરવા માટે છે. સર્વજ્ઞના સ્વરૂપના પ્રતિપાદન માટે નથી. જે અગ્નિષ્ટોમ કે અન્ય કોઈ વિવક્ષિતયજ્ઞ કરે છે તે જ સર્વજ્ઞ, સર્વવિત્ છે.” આ રીતે કોઈક યજ્ઞ વગેરેની સ્તુતિ કરવી તે જ સર્વજ્ઞ વગેરે શબ્દોનું કાર્ય છે. આ રીતે વેદનો કોઈપણશબ્દ સ્વરૂપાર્થક નથી, તો વેદના શબ્દથી કેવી રીતે અસર્વજ્ઞતાનું વિધાન અને સર્વજ્ઞતાનો નિષેધ કરી શકાય ?
વળી અશેષજ્ઞાન(સર્વજ્ઞતા)ના અભાવનું સાધક કોઈ વેદવાક્ય પણ નથી. અર્થાત્ કોઈ વેદવાક્ય એવું નથી કે જેનાથી સંપૂર્ણજ્ઞાન જેમાં છે, તે સર્વજ્ઞતાનું સીધું ખંડન કરી શકે. પરંતુ વેદમાં ‘દિરથT: સર્વજ્ઞ:' ઇત્યાદિ અનેકવેદવાક્યો સર્વજ્ઞતાનું પ્રતિપાદન કરે છે. (તેવું અનેકવાર સાંભળ્યું છે.)
ઉપમાન પ્રમાણ પણ સર્વજ્ઞતાનું બાધક નથી. જ્યાં ઉપમાન તથા ઉપમેય બંને પદાર્થો પ્રત્યક્ષથી અનુભવમાં આવે છે, ત્યાં “આ ગવય (રોજ) ગાયની સમાન છે.” આવું ઉપમાન લગાવી શકાય છે. ગાય અને ગવય બંને પણ પ્રત્યક્ષસિદ્ધ પદાર્થ છે. તેથી ઉપમાન પ્રમાણની મર્યાદામાં આવી જાય છે. પરંતુ કોઈપણ વ્યક્તિ જગતનાતમામ વ્યક્તિઓ કે સર્વજ્ઞને જાણી શકતી નથી કે જેથી “જગતના સઘળાયે પુરુષો જેવા સર્વજ્ઞ છે અથવા સર્વજ્ઞ જેવા જગતના સઘળાયે પુરુષો છે.” આવું ઉપમાન લગાવી શકે. જો તેને જગતના સઘળાયે પુરુષો તથા સર્વજ્ઞ પ્રત્યક્ષસિદ્ધ હોય તો જ તેવા પ્રકારનું કહી શકે છે અને જો જગતના સઘળાયે પુરુષો તથા સર્વજ્ઞ તેને પ્રત્યક્ષસિદ્ધ હોય તો તે સર્વજ્ઞ જ બની જાય. તેનાથી તે સર્વજ્ઞતામાં બાધા આપતાં આપતાં સર્વજ્ઞતાને સિદ્ધ કરવાનું જીવંત ઉદાહરણ બની જશે.
અર્થાપત્તિ પણ સર્વજ્ઞતાની બાધક નથી. કારણ કે સર્વજ્ઞના અભાવવિના અસંગત (અનુપપન્ન) કોઈપણ અર્થનો અભાવ છે. અર્થાત્ જો સર્વજ્ઞના અભાવની સાથે જ કોઈ ખાસ સંબંધ રાખવાવાળો સર્વજ્ઞના અભાવ વિના (અસંગત=) નહિ રહેનારો કોઈપણ પદાર્થ મળતો હોય તો, તેનાથી સર્વજ્ઞનો અભાવ કહી શકાય. પરંતુ સર્વજ્ઞાભાવની સાથે રહેનારો કોઈપણ