________________
७१४
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५८, जैनदर्शन
પદાર્થ બીજા કોઈ પ્રકારથી પણ સતું મનાય છે – આ સ્પષ્ટ રીતે પરસ્પરવિરોધ છે.) (૧)
(નૈયાયિકો અને વૈશેષિકો જ્ઞાનને અસ્વસંવેદી માને છે. તેઓનું કહેવું છે કે જ્ઞાન પોતાના સ્વરૂપને જાણી શકતું નથી. કારણકે સ્વાત્મામાં ક્રિયાનો વિરોધ છે. જેમ કોઈ નટ ગમે તેટલો કુશળ હોય, તો પણ તે પોતાના ખભા ઉપર ચઢીને નૃત્ય કરી શકતો નથી તથા તલવાર ગમે તેટલી તેજ અણીદાર હોય, તો પણ તે પોતાને કાપી શકતી નથી. તે રીતે જ્ઞાન પોતાને પ્રકાશિત કરી શકતું નથી. આ રીતે જ્ઞાનને અસ્વસંવેદી માને છે.)
“જ્ઞાન પોતાના સ્વરૂપને જાણી શકતું નથી, કારણકે સ્વાત્મામાં ક્રિયાનો વિરોધ છે - આ પ્રમાણે જ્ઞાનને અસ્વસંવેદી કહીને ઈશ્વરજ્ઞાનને સ્વાત્મામાં ક્રિયાનો વિરોધ ન હોવાથી સ્વસંવેદી માને છે.” આ પરસ્પરવિરુદ્ધ માનતા નૈયાયિકો અને વૈશેષિકોને કેવી રીતે સ્વવચનવિરોધ નથી ? છે જ. (૨)
દીપક પણ પોતાને પોતાના દ્વારા પ્રકાશિત કરતો સ્વાત્મામાં ક્રિયાવિરોધ હોય છે, તે વાતનું ખંડન કરે છે. અર્થાત્ દીપક પોતાની જાતે જ પોતાના સ્વરૂપનું પ્રકાશન કરે છે તથા પર પદાર્થને પણ પ્રકાશિત કરે છે. આથી સ્વાત્મામાં ક્રિયાના વિરોધની વાત નિરર્થક છે. દીપકના દૃષ્ટાંતથી જ તે વાતનું ખંડન થઈ જાય છે. આમ દીપક જેમ સ્વ-પરપ્રકાશક છે, તેમ જ્ઞાન પણ સ્વપરપ્રકાશક છે. (૩).
પરવચનાત્મક છલ-જાતિ-નિગ્રહસ્થાનાદિને તત્ત્વરૂપે ઉપદેશતા અક્ષપાદઋષિનું વૈરાગ્યનું વર્ણન ખરેખર અંધકારને પ્રકાશ સ્વરૂપ બતાવવા સમાન જ છે. તો કેવી રીતે સ્વ-વચનવિરોધ ન કહેવાય ? (કહેવાનો આશય એ છે કે અક્ષપાદઋષિ એકબાજુ તત્ત્વજ્ઞાન દ્વારા વૈરાગ્યને દઢ કરવાનો ઉપદેશ આપે છે અને બીજીબાજુ શાસ્ત્રાર્થમાં બીજાને ઠગવા માટે, ભૂલાવામાં પાડવા માટે છલ, જાતિ અને નિગ્રહસ્થાન જેવા છલ-કપટના ઉપાયોને તત્ત્વ માને છે. શું તેમનો આ અંધકારને પ્રકાશ કહેવા સમાન સ્વવચનવિરોધ નથી.) (૪)
આકાશને નિરવયવદ્રવ્ય તરીકે સ્વીકારીને શબ્દને આકાશનો ગુણ કહે છે તથા આકાશનો શબ્દ ગુણ આકાશના એકદેશમાં જ સંભળાય છે, સર્વદેશોમાં નહિ - આ રીતે આકાશની સાવયવતાને કહે છે. અર્થાત્ એકબાજુ આકાશને નિરવયવ માનતા અને બીજીબાજુ આકાશની સાવયવતા સિદ્ધ થાય તેવું કહેતા, નૈયાયિકો અને વૈશેષિકોને કેવી રીતે સ્વવચનવિરોધ નથી. (૫)
નૈયાયિકો સત્તાના સંબંધને સત્ત્વ કહે છે. અને એક સત્તા સામાન્યનો સર્વે (ભિન્ન-ભિન્ન દેશવર્તી) સત પદાર્થો સાથે સંબંધ ત્યારે જ થઈ શકે કે જ્યારે સામાન્યમાં સાંગતા હોય. અર્થાત્