________________
૭૬૮, .
षड्दर्शन समुझय भाग - २, श्लोक -६८, मीमांसकदर्शन
બ્રહ્મની સિદ્ધિમાં વાદની સમાપ્તિ કરે છે. તેમના અનિર્વચનીય બ્રહ્મતત્ત્વની સિદ્ધિ તથા પરપદાર્થખંડનની યુક્તિઓનો સમુહ ખંડનખંડખાદ્ય નામનો તર્કગ્રંથ જોવા મળે છે. (કહેવાનો આશ્ય એ છે કે આ દશ્યજગત (Eદૈતની પ્રતીતિ) માયાનો વિવર્ત છે. અને તે દશ્યજગત પણ બ્રહ્મનો અંશમાત્ર જ છે. આ અદ્વૈતવાદની સિદ્ધિ વેદાંતીઓ જે રીતે કરે છે, તે પ્રતિવાદિવિદ્વાનો દ્વારા અન્યગ્રંથથી જાણી લેવાય.) તે અહીં કહેવાશે નહિ. (આપણે તે ટપ્પણીમાં કંઈક અંશે જોયું છે.) Iક૭
इह तु सामान्येन शास्त्रकारः पूर्वमीमांसावादिमतमेव बिभणिषुरेवमाह ।
અહીં ગ્રંથકારશ્રી સામાન્યત: પૂર્વમીમાંસકમતનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી (તેનું નિરૂપણ કરતાં) કહે છે કે...
जैमिनीयाः पुनः प्राहुः सर्वज्ञादिविशेषणः ।
देवो न विद्यते कोऽपि यस्य मानं वचो भवेत् ।।६८।। શ્લોકાર્થ: જૈમિનીય મતાનુયાયિઓ કહે છે કે સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ, જગત્કર્તા આદિ વિશેષણવાળા કોઈપણ દેવતા જ નથી, કે જેથી તેઓનું વચન પ્રમાણરૂપ થાય.
જીવ અને જગતની રચના કરે છે. ઈશ્વરમાં સત્, ચિત્ અને આનંદ આ ત્રણ તત્ત્વો ઉપસ્થિત રહે છે. પરંતુ આનંદની પ્રધાનતા રહે છે.
ઈશ્વર પોતાના ‘આનંદ’ અંશને તિરોહિત કરીને જીવની સૃષ્ટિ કરે છે. તેથી જીવમાં ચિત્ અને સતુ બે જ તત્ત્વ રહે છે. જેમાં ચિત્ (ચૈતન્યતા)ની પ્રધાનતા રહે છે. વળી ઈશ્વર જ ચિત્ અને આનંદ બંને અંશોને તિરોહિત કરીને જડ તત્ત્વની રચના કરે છે. તેથી તેમાં માત્ર એક ગુણ (સત્તા) જ રહે છે.
આ સિદ્ધાંતના વિષયમાં એક શંકા એ પણ થાય કે જ્યારે ભગવાનને કોઈપણ પ્રકારે ઇચ્છા હોતી જ નથી, કારણ કે તે સ્વભાવથી ‘આપ્તકામ' છે, તો તે જીવ અને જગતનું સર્જન કેમ કરે છે?
વલ્લભાચાર્ય તેનો ઉત્તર આપે છે કે ભગવાન આ સર્વ લીલાના રૂપમાં કરે છે. જેને તે પોતાની સ્વેચ્છાથી કરે છે. પરંત ઈશ્વરની લીલા (ક્રીડ) અને બાળકની ક્રીડામાં અંતર (ભદ) એ છે કે બાળકને તેમાં પ્રયત્ન કરવો પડે છે. જ્યારે ઈશ્વરને પ્રયત્ન કરવો પડતો નથી. આ લીલા તો માત્ર ભગવાનની ઇચ્છા માત્રથી તેમની અંદર જ હોય છે. જ્યારે ભગવાન આ લીલાને સમેટી લે છે, ત્યારે ફરીથી એકમાત્ર શુદ્ધ બ્રહ્મરૂપ જ રહે છે.
આ નિર્વિશેષાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, દ્વૈત અને શુદ્ધાદ્વૈત ઉપરાંત ભેદભેદ, શૈવવિશિષ્ટાદ્વૈત, વીરશૈવવિશિષ્ટત, અવિભાગાત અને અનિત્યભેદભેદ સિદ્ધાંતો વેદાંતદર્શનમાં જોવા મળે છે. ભેદભેદા સિદ્ધાંતની પુષ્ટિ માટે ભાસ્કરાચાર્યે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્કરભાષ્યની, શૈવવિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતની પુષ્ટિ માટે શ્રીકંઠે શૈવભાષ્યની, વીરશૈવવિશિષ્ટત સિદ્ધાંતની પુષ્ટિ માટે શ્રીપતિએ શ્રીકરભાષ્યની, અવિભાગાતની પુષ્ટિ માટે વિજ્ઞાનભિક્ષુએ વિજ્ઞાનામૃતભાષ્યની તથા અનિત્યભેદભેદ સિદ્ધાંતની પુષ્ટિ માટે બલદેવે ગોવિંદભાષ્યની રચના કરી છે.
જીવ કોઈને કોઈ રૂપમાં બ્રહ્મનો જ અંશ છે અને અંતમાં મોક્ષ થવાથી કાં તો બ્રહ્મામાં સર્વથા લય પામે છે અથવા કાં તો સદશ થઈને બ્રહ્મલોકમાં સ્થિર થાય છે.