________________
८१०
षड्दर्शन समुञ्चय भाग-२, श्लोक - ८६, मीमांसकदर्शन
શ્લોકાર્થ: તેથી પ્રત્યક્ષથી અનુભૂત = નજરે દેખાતા સુખોને છોડીને, નહિ દેખાતા સુખને માટે પ્રવર્તવું તે મૂઢતા છે. એમ ચાર્વાકો કહે છે.
व्याख्या-यस्माद्भूतेभ्यश्चैतन्योत्पत्तिः तस्मात्कारणाद् दृष्टपरित्यागात्-दृष्ट-प्रत्यक्षानुभूतमैहिकं लौकिकं यद्विषयजं सुखं तस्य परित्यागाददृष्टे-परलोकसुखादौ तपश्चरणादिकष्टक्रियासाध्ये यत्प्रवर्तनं-प्रवृत्तिः तल्लोकस्य विमूढत्वं-अज्ञानमेवेति चार्वाकाः प्रतिपेदिरे-प्रतिपन्नाः । यो हि लोको विप्रतारकवचनोपन्यासत्रासितसंज्ञानो हस्तगतमिहत्यं सुखं विहाय स्वर्गापवर्गसुखप्रेप्सया तपोजपध्यानहोमादौ यद्यतते, तत्र तस्याज्ञानतैव कारणमिति तन्मतोपदेशः ।।८५।।। ટીકાનો ભાવાનુવાદ: જે કારણથી પૃથ્વી આદિ ભૂતોથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે, તે કારણથી પ્રત્યક્ષથી અનુભવાતા આ લોકસંબંધી લૌકિક વિષયજન્ય સુખનો ત્યાગ કરીને, કઠીન તપ અને ચારિત્રની કષ્ટકારિ ક્રિયાથી સાધ્ય પરલોકસુનાદિ માટે પ્રવૃત્તિ કરવી તે લોકની મૂઢતા = અજ્ઞાનતા છે. - આ પ્રમાણે ચાર્વાકો માને છે.
ધૂર્તો દ્વારા ફેલાવાયેલા મિથ્યાવચનોના કારણે જેમનું સમ્યગુજ્ઞાન નાશ પામી ગયું છે, એવા લોકો હાથમાં રહેલા આલોકસંબંધી સુખને છોડીને સ્વર્ગ-મોક્ષ સુખની લાલસાથી તપ, જપ, ધ્યાન, હોમ-હવનાદિ ક્રિયાઓમાં પ્રયત્ન કરે છે. તેમાં તે લોકોની અજ્ઞાનતા જ કારણ છે. - આ પ્રમાણે ચાર્વાકમતનો ઉપદેશ છે. ll૮પી
अथ ये शान्तरसपूरितस्वान्ता निरुपमं शमसुखं वर्णयन्ति, तानुद्दिश्य यञ्चार्वाका ब्रुवते तदाहહવે જેઓ શાંતરસથી પૂરિત = પ્લાવિત હૃદયવાળા થઈને તપ, જપ, ધ્યાનાદિથી નિરૂપમ શમસુખની પ્રાપ્તિ થાય છે - એમ બતાવે છે, તેઓને ઉદ્દેશીને ચાર્વાકો કહે છે કે.
साध्यवृत्तिनिवृत्तिभ्यां या प्रीतिर्जायते जने ।
निरर्था सा मते तेषां धर्मः कामात्परो न हि ।।८६।। શ્લોકાર્થ: સ્વર્ગ, મોક્ષ વગેરે સાધ્ય માટેની પ્રવૃત્તિ દ્વારા અને દુ:ખ, નરક વગેરે અસાધ્ય માટેની નિવૃત્તિ દ્વારા લોકોને જે આનંદ ઉત્પન્ન થાય છે, તે નિરર્થક છે. કારણકે તેઓના મતમાં ભોગસુખથી બીજો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી. કેટલા