________________
९०८
षड्दर्शन समुचय, भाग - २, परिशिष्ट - ९, वेदांतदर्शन
- સંક્ષેપથી નયના બે પ્રકાર છે. (૧) દ્રવ્યાર્થિકનય અને (૨) પર્યાયાર્થિકનય.
જે નયના વિષય તરીકે દ્રવ્ય હોય તે દ્રવ્યાર્થિકાય. જે નયના વિષય તરીકે વસ્તુનો પર્યાય હોય તે પર્યાયાર્થિકનય.
સામાન્યવિષયક નયને દ્રવ્યાર્થિકન તથા વિશેષવિષયક નયને પર્યાયાર્થિકનય કહેવાય છે. અર્થાત્ વસ્તુના સામાન્ય અંશને ગ્રહણ કરનારા અભિપ્રાયવિશેષને દ્રવ્યાર્થિકનય કહેવાય છે અને વસ્તુના વિશેષ અંશને ગ્રહણ કરનારા અભિપ્રાયવિશેષને પર્યાયાર્થિકનય કહેવાય છે. * દ્રવ્યાર્થિકનયના ત્રણભેદ:
સાદો તૈમ-સંપ્રદ-વ્યવદરમેવાત વા || ૭-દ્દા પ્રથમ દ્રવ્યાર્થિકનયના ત્રણભેદ છે. (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર. * નૈગમનનું સ્વરૂપ
धर्मयोधर्मिणो धर्म-धर्मिणोश्च प्रधानोपसर्जनभावेन
यद विवक्षणं स नैकगमो नैगमः ।। ७७।। - બે પર્યાયોને, બે દ્રવ્યોને કે દ્રવ્ય-પર્યાયને પ્રધાન-ગૌણભાવે વિવક્ષા કરવી તે નૈગમનય કહેવાય છે. જેના બોધના માર્ગો એક નહિ, પણ અનેક છે તે નૈગમનય અર્થાત્ વસ્તુના ભિન્ન-ભિન્ન અંશોને ગૌણ-મુખ્યભાવે ગ્રહણ કરનારા અભિપ્રાયવિશેષને નૈગમનય કહેવાય છે જેમકે.. નૈયાયિકો પરમાણુરૂપ પૃથ્વીને નિત્ય અને કાર્યરૂપ પૃથ્વી વગેરેને અનિત્ય માને છે. અહીં પૃથ્વીમાં નિત્યત્વ અને અનિત્યત્વ ઉભયનું ગ્રહણ છે પરંતુ નિત્યાનિત્યસ્વરૂપનું ગ્રહણ નથી. એટલે બંને ધર્મો ગૌમુખ્યભાવે ગ્રહણ થાય છે.
કહેવાનો આશય એ છે કે પદાર્થના જ્ઞાન માટેના જેટલા માર્ગ છે, તે બધા જ માર્ગે જણાતાં વસ્તુસ્વરૂપને નૈગમન સ્વીકારે છે. કોઈપણ અપેક્ષાએ ઘડો હોય તો ઘડો માનવાનું કાર્ય નૈગમનય જણાવે છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ અથવા ઉપયોગી કે નિરૂપયોગી વગેરે અપેક્ષાને આંખ સામે રાખીને જગતના તમામ ઘડાને ઘડો માનવાનું કાર્ય નૈગમનય જણાવે છે.
નૈગમનય અતિદૂરના પર્યાયને પણ સ્વીકારે છે.
અથવા વસ્તુમાં વસ્તુનો અંશ દેખાતો ન હોવા છતાં પણ સામાન્ય - વિશેષ કે ઉભયધર્મોને લક્ષ્યમાં લઈ તે તે અંશનું કથન કરવું તે નૈગમનય. (વસ્તુમાં તે અંશ દેખાતો ન હોવાથી ઉપચાર કર્યો, તેમ પણ કહેવાય છે.)
તદુપરાંત સાદશ્ય જોઈને કે કોઈ ગુણવત્તા જોઈને પણ નૈગમનયથી કથન કરાય છે. જેમકે (i) પ્રાણીના આકારવાળી ચોકલેટ કે મિઠાઈ ન ખાવી. આકૃતિમાં જીવત્વનો આરોપ કરી નિર્જીવની હિંસા માનવી તે નૈગમન. (ii) શૂરવીરતાનુણથી પુરુષને સિંહ કહેવો, તે નૈગમનય.