Book Title: shaddarshan Samucchay Satik Sanuwad part 02
Author(s): Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 541
________________ ९१४ षड्दर्शन समुछय, भाग- २, परिशिष्ट - १०, वेदांतदर्शन અભેદવૃત્તિ કે અભેદ ઉપચારનો આશ્રય કર્યા વિના એકધર્માત્મક વસ્તુ વિષયક બોધજનક વાક્યને વિકલાદેશ કહેવાય છે. * પ્રથમભંગઃ तद्यथा - स्यादस्त्येव सर्वमिति विधिकल्पनया प्रथमो भङ्गः ।। ४-१५।। - વિધિની કલ્પનાથી ‘ ફ્લેવ સર્વમ્' - એ પ્રમાણે (જે વાક્ય પ્રયોગ થાય છે, તે પ્રથમભંગ છે. સમજૂતી : અહીં ' - પદ અનેકાંતને જણાવનાર છે. જો ‘સત્યેવ સર્વ પાદિ' - આવો વાક્યપ્રયોગ કરવામાં આવે તો સ્વરૂપથી અસ્તિત્વની જેમ પરરૂપથી પણ અસ્તિત્વ પ્રાપ્ત થશે. તે આપત્તિના નિરાકરણ માટે પ્રથમભાંગામાં ‘ચા' - પદ મૂકેલ છે. તેનાથી ચા = કથંચિત્ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી કુંભ છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવથી કુંભ નથી – એ પ્રમાણે અર્થ પ્રાપ્ત થાય છે. જેમકે દ્રવ્યત: કુંભ પાર્થિવત્વેન વિદ્યમાન છે, જલવાદિત્યેન અવિદ્યમાન છે. દેશત: કુંભા પાટલિપુત્રત્વેન વિદ્યમાન છે, કાન્યકુબ્ધત્વેન અવિદ્યમાન છે. કાલત: વસંતઋતુની અપેક્ષાએ વિદ્યમાન છે, શિશિરઋતુની અપેક્ષાએ અવિદ્યમાન છે. ભાવત: શ્યામરૂપની અપેક્ષાએ વિદ્યમાન છે, રક્તરૂપની અપેક્ષાએ અસત્ છે. * દ્વિતીયભંગ : स्यानास्त्येव सर्वमिति निषेधकल्पनया द्वतीयः ।। ४-१६।। - નિષેધની કલ્પનાથી “અન્નીચેવ સર્વમ્' - એ પ્રમાણે (જે વાક્યપ્રયોગ થાય છે, તે) દ્વિતીયભંગ છે. અર્થાત્ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી કુંભાદિ કથંચિત્ અવિદ્યમાન જ છે - ઇત્યાકારક નિષેધની કલ્પનાથી દ્વિતીયભંગ બને છે. * તૃતીયભંગ: स्यादस्त्येव नास्त्येवेति क्रमतो विधि-निषेधकल्पनया तृतीयः ।। ४-१७।। - ક્રમથી વિધિ-નિષેધની કલ્પના દ્વારા “દિત્યેવ નાચેવ'- ઇત્યાકારક (જે વાક્યપ્રયોગ થાય છે.) તે તૃતીયભંગ છે. અર્થાતુ જ્યારે વસ્તુગત અસ્તિત્વ-નાસ્તિત્વરૂપ ધર્મ ક્રમથી વિવક્ષિત થાય છે, ત્યારે ‘ચાવ ચાત્રાયૅવ' - આ પ્રમાણે તૃતીયભંગ બને છે. * ચતુર્થભંગ: स्यादवक्तव्यमेवेति युगपद्विधि-निषेधकल्पनया चतुर्थः ।। ४-१८।। - યુગપતું વિધિ-નિષેધની કલ્પના વડે “ચાવવત્તવ્યમ્' - ઇત્યાકારક ચતુર્થભંગ થાય છે. અર્થાત્ જ્યારે અસ્તિત્વ - નાસ્તિત્વરૂપ ઉભયધર્મ યુગપ પ્રધાનભાવથી વિવલિત થાય, ત્યારે તાદશ યુગપતું ઉભયધર્મોના બોધકશબ્દનો અભાવ હોવાથી ‘સાવચમ્' રૂપ ચતુર્થભંગ બને છે.

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544