________________
षड्दर्शन समुशय, भाग - २, परिशिष्ट - १०, वेदांतदर्शन
९१३
7 પરિશિષ્ટ - ૧૦ /
: સપ્તભંગીનું સ્વરૂપ
(આધાર પ્રમાણનયતત્તાલોક) (અહીં પૂ. વાદિદેવસૂરિવિરચિત સૂત્રબદ્ધ પ્રમાણનયતત્તાલોકગ્રંથના
ચોથા પરિચ્છેદના કેટલાક સૂત્રો લઈને સપ્તભંગીનું વર્ણન કરીશું.) एकत्र वस्तुन्येकैकधर्मपर्यनुयोगवशादविरोधेन व्यस्तयोः समस्तयोश्च विधि-निषेधयोः कल्पनया स्यात्काराङ्कितः सप्तधा वाक्प्रयोगः सप्तभङ्गी ।। ४-१४।।
- જીવાદિ વસ્તુમાં એક-એક સત્ત્વાદિધર્મના પ્રશ્નના વશથી પ્રત્યક્ષાદિ પ્રમાણોની બાધાના પરિહારવડે અલગ-અલગ કે એકસાથે વિધિ-નિષેધની પર્યાલોચના કરીને “ચા” શબ્દથી લાંછિત સાતપ્રકાર દ્વારા જે વચનપ્રયોગ કરાય છે, તે સપ્તભંગી જાણવી.
કહેવાનો આશય એ છે કે જીવ-અજીવ આદિ સર્વવસ્તુઓ અનંતધર્માત્મક છે. તેમાંથી એક-એક ધર્મને અવલંબીને સાત પ્રકારના પ્રશ્નો દ્વારા સાતપ્રકારના વાક્યપ્રયોગો પ્રવર્તે છે.
ઉદ્દેશ-વિધેયાત્મક વાક્ય હોય છે. એ પ્રમાણે કોઈક વસ્તુમાંના કોઈક ધર્મને અવલંબીને ઉદ્દેશવિધેયાત્મક સાતપ્રકારનો જ વચનપ્રયોગ પ્રવર્તે છે. અધિક કે ન્યૂન નહિ. જેમકે. ઘટમાં અસ્તિત્વધર્મનું અવલંબન કરીને “ચાલફ્લેવ ઘટ:”, “ચત્રાત્યેવ પટ:', “ચાતિ નતિ વ ઘટઃ',
‘स्यादवक्तव्य एव घटः', 'स्यादस्ति चावक्तव्यश्च घटः' 'स्यान्नास्ति चावक्तव्यश्च घटः', 'स्यादस्ति નતિ વાવવત્તવ્ય પર:' આ પ્રમાણે સાત ભાંગાઓ પ્રવર્તે છે.
અહીં પ્રશ્ન થાય કે સાત જ ભાંગા શા માટે પડે છે ? તેનો ઉત્તર એ છે કે... પ્રશ્નકર્તાની સાતપ્રકારની જિજ્ઞાસાના કારણે પ્રશ્નો સાતપ્રકારના જ હોય છે. સાતપ્રકારની જિજ્ઞાસા સાતપ્રકારના સંશયથી ઉત્પન્ન થાય છે. અને સંદેહ(સંશય)ના વિષયભૂત કથચિંતું અસ્તિત્વ' આદિ ધર્મો સાતપ્રકારના હોવાથી સંશય પણ સાત પ્રકારનો છે. જેમકે – “કથંચિત્ અસ્તિત્વ', “કથંચિત્ નાસ્તિત્વ', “કથંચિત્ ક્રમાર્પિત ઉભયત્વ', “કથંચિત્ અવક્તવ્ય”, “કથંચિત્ અસ્તિત્વ વિશિષ્ટ-અવક્તવ્ય',
કથંચિત્ નાસ્તિત્વ વિશિષ્ટ-અવકતવ્ય”, “કથંચિત્ ક્રમાર્ષિત- ઉભયવિશિષ્ટ-અવક્તવ્ય.' આ સપ્તભંગીના બે પ્રકાર છે. (૧) પ્રમાણસપ્તભંગી, (૨) નયસપ્તભંગી.
જે સપ્તભંગીમાં પ્રત્યેક ભંગ સકલાદેશના સ્વભાવવાળો હોય તે પ્રમાણસપ્તભંગી. જેમાં પ્રત્યેક ભંગ વિકલાદેશસ્વભાવવાળો હોય તે નયસપ્તભંગી.
એકધર્મને પ્રધાન કરવા વડે અભેદવૃત્તિથી કે અભેદ ઉપચારથી તસ્વરૂપ સમસ્તધર્માત્મક વસ્તુ વિષયક બોધજનક વાક્યને સકલાદેશ કહેવાય છે.