________________
षड्दर्शन समुचय, भाग-२, परिशिष्ट - ९, वेदांतदर्शन
९११
અર્થની ભિન્નતાને જણાવનાર સમભિરૂઢનય છે. જેમકે ઘટ, કલશ, કુંભ આદિ સમાનાર્થકભેદથી અર્થ પણ ભિન્ન છે. એમ સમભિરૂઢનય જણાવે છે.
(શબ્દનય અનેકપર્યાયના ભેદમાં પણ અર્થનો અભેદ સ્વીકારે છે. સમભિરૂઢનય પર્યાયભેદમાં અર્થભેદ સ્વીકારે છે. - આ બંને વચ્ચે આટલી વિશેષતા છે.)
કહેવાનો આશય એ છે કે શબ્દ પ્રમાણે વ્યુત્પત્તિ અર્થને જોડે તે સમભિરૂઢનય. જેમકે ભગવાન, સર્વજ્ઞ, તીર્થકર આદિ પર્યાયવાચક શબ્દો તીર્થકર માટે પ્રયોજાયેલા હોય, તોપણ તે દરેકના અર્થને ભિન્ન બતાવનાર સમભિરૂઢનય છે. * એવંભૂતનાનું સ્વરૂપ :
शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियाऽऽविष्टमर्थं वाच्यत्वेनाभ्युपगच्छन्नेवंभूतः ।।७-४० ।। શબ્દપ્રવૃત્તિમાં નિમિત્તભૂત જે ક્રિયાવિશિષ્ટ અર્થ છે, તેને જે વાચ્યપણે સ્વીકારે છે. અને ક્રિયારહિત વસ્તુની ઉપેક્ષા કરે છે, તે એવંભૂતનય કહેવાય છે.
શબ્દ અને અર્થને જણાવનાર એવંભૂતનય છે. શબ્દની વ્યુત્પત્તિના અર્થથી સંગત જ અર્થને વસ્તુ તરીકે જણાવવા માટે એવંભૂતનય છે. પાણીથી ભરેલા ઘડાને જ ઘડો છે, એમ એવંભૂતનય કહે છે.
કહેવાનો આશય એ છે કે ક્રિયાયુક્ત વસ્તુને જ વસ્તુ માને તે એવભૂતનય. જેમકે જે સમયે ભગવાન તીર્થસ્થાપના કરતા હોય, તે સમયે જ ભગવાનને તીર્થકર કહેવા તે.
(એવંભૂતનય ઇન્દનાદિ ક્રિયાથી પરિણત અર્થને જ, તે ક્રિયાકાળે ઇન્દ્રાદિ શબ્દના વાચ્ય કહે છે. પરંતુ સમભિરૂઢનય ઇન્દનાદિ ક્રિયા વિદ્યમાન હોય કે ન હોય, તો પણ ઇન્દ્રાદિ શબ્દના વાચ્ય તરીકે સ્વીકારે છે. બંને વચ્ચે આટલો તફાવત છે.) શબ્દનય, સમભિરૂઢ અને એવંભૂતનય, આ ત્રણનયો શબ્દગ્રાહી છે. શબ્દનયમાં શબ્દની, સમભિરૂઢનયમાં વ્યુત્પત્તિની અને એવંભૂતમયમાં ક્રિયાની મુખ્યતા હોય છે.
સામાન્યતઃ નૈગમનય ઉપચારને માને છે. સંગ્રહનય સદ્દઅંશને માને છે. વ્યવહારનય વિશેષને માને છે. ઋજુસૂત્રનય આખા વર્તમાનકાળને માને છે. શબ્દનય સમાનાર્થી શબ્દને માને છે. સમભિરૂઢનય વ્યુત્પત્તિસહિત અર્થને માને છે અને એવંભૂતનય ક્રિયાપરિણત અર્થને માને છે.
આ સાતનયોમાં નૈગમાદિ ત્રણનયો દ્રવ્યની પ્રધાનતાવાળા હોવાથી દ્રવ્યાર્થિકનય કહેવાય છે. શબ્દાદિ ચારનો પર્યાયની પ્રધાનતાવાળા હોવાથી પર્યાયાર્થિકનય કહેવાય છે.
- બે ધમમાં, બે ધર્મમાં અને ધર્મ-ધર્મીમાં એકાંતે ભેદ માને તે નગમાભાસ. - દ્રવ્યત્યાદિ સામાન્યધર્મનો સ્વીકાર કરીને વિશેષ ધર્મોનો અપલાપ કરે તે સંગ્રહાભાસ.
- જે અભિપ્રાયવિશેષ દ્રવ્ય અને પર્યાયના વિભાગને અપારમાર્થિક = કાલ્પનિક માને તે વ્યવહારાભાસ. જેમકે ચાર્વાકદર્શન. ચાર્વાકદર્શન વસ્તુને દ્રવ્યપર્યાયાત્મક સ્વીકારતો નથી. તેના મતે