Book Title: shaddarshan Samucchay Satik Sanuwad part 02
Author(s): Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 537
________________ षड्दर्शन समुचय, भाग- २, परिशिष्ट - ९, वेदांतदर्शन - - વર્તમાનક્ષણસ્થાયી પર્યાયમાત્રને પ્રધાનપણે ગ્રહણ કરનારા અભિપ્રાયવિશેષને ઋજુસૂત્રનય કહેવાય છે. અર્થાત્ મુખ્યપણે વર્તમાનક્ષણને જણાવનાર ઋજુસૂત્રનય છે. માત્ર વર્તમાનકાલીન અને પોતાને ઉપયોગી એવી જ વસ્તુને વસ્તુ તરીકે માનવાનું કાર્ય ઋજુસૂત્રનય કરે છે. દા.ત. માત્ર પોતાના જ કામમાં આવે તેવા વર્તમાનકાલીન ઘડાને ઘડો કહેવાય, એમ ઋજુસૂત્રનય જણાવે છે. ९१० ઋજુસૂત્રનય વિદ્યમાનદ્રવ્ય ગૌણ હોવાના કારણે, તેને સ્વીકારતો નથી. તે માત્ર પર્યાયને જ મુખ્ય માનીને વર્ણન કરે છે. જેમકે (સુખ-દુ:ખ પર્યાયો આત્મદ્રવ્યને છોડીને રહેતા ન હોવા છતાં પણ દ્રવ્યને ગૌણ કરીને, સુખાદિ પર્યાયને આગળ કરીને કહેવું કે) ‘વર્તમાનમાં સુખપર્યાય કે દુઃખપર્યાય વર્તે છે.' - તે ઋજુસૂત્રનય. અથવા વર્તમાનકાળે જે વસ્તુ જેવી હોય તેવી માને તે ઋજુસૂત્રનય. (નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર, આ ચાર નયોને અર્થગ્રાહીનય પણ કહેવાય છે.) * શબ્દનયનું સ્વરૂપ : कालादिभेदेन ध्वनेरर्थभेदं प्रतिपद्यमानः शब्दः । ।७-३२।। - કાલ, કારક, લિંગ, સંખ્યા, પુરૂષ, ઉપસર્ગના ભેદથી શબ્દના અર્થભેદને સ્વીકારનારા અભિપ્રાય વિશેષને શબ્દનય કહેવાય છે. અર્થાત્ શબ્દ સમાન હોવા છતાં પણ કાળભેદ, લિંગભેદ, વચનભેદથી પદાર્થમાં સમાનતા ન બતાવે તે શબ્દનય. જેમકે વમૂવ, મતિ, મવિષ્યતિ - આ ત્રણેને અલગ માને તે. અથવા શબ્દને જણાવનાર શબ્દનય છે. અર્થ કરતાં પણ તેને જણાવનાર શબ્દ જ મુખ્યાર્થ છે, એમ શબ્દનય માને છે. ઘટ અર્થને જણાવનાર ઘટ શબ્દ જ ઘટ છે, એમ શબ્દનય જણાવે છે. અથવા અર્થ અને તેને જણાવનાર નામ, આ બંને કથંચિત્ અભિન્ન છે, તેથી અર્થસ્વરૂપ છે. એમ શબ્દનય જણાવે છે. * સમભિરૂઢનયનું સ્વરૂપ : पर्यायशब्देषु निरुक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन् समभिरुढः । ।७-३६ ।। - પર્યાયવાચી શબ્દોમાં નિરુક્તિ=વ્યુત્પત્તિના ભેદથી અર્થમાં ભેદ સ્વીકારતો (અભિપ્રાયવિશેષ તે) સમભિરૂઢનય છે. જેમકે... જોકે ઇન્દ્ર, શક્ર આદિ શબ્દો ઈન્દ્રત્વ, શક્રત્વ આદિ પર્યાયવિશિષ્ટ અર્થના વાચકો છે. માત્ર પર્યાયના વાચક નથી. તો પણ સમભિરૂઢનય દ્રવ્યનો વાચક ગૌણ હોવાથી, તેની ઉપેક્ષા કરીને પર્યાયના વાચકને પ્રધાનપણે સ્વીકારતો... ‘ઇન્દ્રાદિ શબ્દો પ્રતિપર્યાયને જણાવનારા હોવાથી ભિન્ન-ભિન્ન અર્થના વાચક છે.’ આ પ્રમાણે સમભિરૂઢનય માને છે. અર્થને જણાવના૨ સમભિરૂઢનય છે. પર્યાયવાચક (સમાનાર્થક) શબ્દો હોય તો પણ તે તે શબ્દના

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544