________________
षड्दर्शन समुझय, भाग - २, परिशिष्ट - ९, वेदांतदर्शन
९०९
* સંગ્રહાયનું સ્વરૂપ
(સામાન્યમત્રાદી પરામર સંપ્રદ: || ૭ રૂ . - સામાન્યમાત્રને ગ્રહણ કરનારા પરામર્શ = અભિપ્રાયવિશેષને સંગ્રહનય કહેવાય છે. અર્થાત્ સામાન્ય અંશને જણાવનારી અપેક્ષાવિશેષને સંગ્રહનય કહેવાય છે. અર્થાત્ વસ્તુના માત્ર “સત્'રૂપને ગ્રહણ કરનારા અભિપ્રાયવિશેષને સંગ્રહનય કહેવાય છે.
બધા જ ઘડાને તેમાં રહેલી ઘટવજાતિ વગેરેની અપેક્ષાએ એક ઘડો માનવાનું સંગ્રહનય જણાવે છે. અનેકાનેક પદાર્થોમાં રહેલી જાતિ વગેરેના કારણે અનેકાનેક પદાર્થોને સંગ્રહનય એક માને છે. વસ્તુમાં જે સદ્ અંશ હોય તેને મુખ્ય કરીને કહેવું તે સંગ્રહનય. નિર્જીવમાં (આરોપ દ્વારા) જીવ મનાવનાર નૈગમનય. સજીવ પણ બેભાન જેવા જીવમાં જીવ મનાવનાર સંગ્રહનય..
આ સંગ્રહનયના બે પ્રકાર છે. (૧) પર અને (૨) અપર. * વ્યવહારનયનું સ્વરૂપ :
संग्रहेण गोचरीकृतानामर्थानां विधिपूर्वकमवहरणं
येनाभिसन्धिना क्रियते स व्यवहारः ।। ७-२३।। - સંગ્રહનય દ્વારા વિષય કરાયેલા અર્થોનો જે અભિપ્રાયવિશેષથી વિભાગ કરાય છે, તે અભિપ્રાયવિશેષને વ્યવહારનય કહેવાય છે.
અથવા વ્યવહાર પ્રસિદ્ધ જ વસ્તુસ્વરૂપનો સ્વીકાર કરનાર વ્યવહારનય છે. વ્યવહારમાં ઉપયોગી ઘડાને જ ઘડો માનવાનું વ્યવહારનય કહે છે.
અથવા વિશેષલિંગોને જોઈને જે વ્યવહાર થાય તે વ્યવહારનય. વ્યવહારનય વિશેષને મુખ્ય કરે, પણ નજીકના ભૂતકાળ, ભવિષ્કાળ, વર્તમાનકાળને માને. (સંગ્રહનય એકીકરણ કરે છે. વ્યવહારનય સંગ્રહનયનો ભેદક છે.) આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયના ત્રણભેદોનું સ્વરૂપ વર્ણવ્યું. * પર્યાયાર્થિકનયના ચાર ભેદ :
पर्यायार्थिकश्चतुर्धा-ऋजुसूत्रः, शब्दः, समभिरुढः, एवंभूतश्च ।। ७-७२ ।। - પર્યાયાર્થિકનયના ચાર પ્રકાર છે. (૧) ઋજુસૂત્રનય, (૨) શબ્દનય, (૩) સમભિરૂઢનય, (૪) એવંભૂતનય. * ઋજુસૂત્રનયનું સ્વરૂપ :
ऋजु-वर्तमानक्षणस्थायि पर्यायमात्रं प्राधान्यतः सूत्रयन्नभिप्राय ऋजुसूत्रः ।। ७-२८ ।।