________________
षड्दर्शन समुचय, भाग - २, परिशिष्ट - ९, वेदांतदर्शन
પરિશિષ્ટ - ૯
: નયનું સ્વરૂપ (આધાર પ્રમાણનયતત્તાલોક) (અહીં પૂ.વાદિદેવસૂરિ વિરચિત સૂત્રબદ્ધ પ્રમાણનયતત્તાલોક
ગ્રંથના સાતમા પરિચ્છેદના કેટલાક સૂત્રો લઈને નયનું સ્વરૂપ વર્ણવીશું.)
नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांशौ
दासीन्यतः, स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः ।।७।१।। - શાબ્દબોધમાં પ્રતિભાસિત થતી અનંત-અંશાત્મક વસ્તુમાંના ઇતરઅંશોની ઉદાસીનતાપૂર્વક વસ્તુનો એક અંશ જે અભિપ્રાયવિશેષથી જણાય, તે વક્તાના અભિપ્રાયવિશેષને નય કહેવાય છે. અર્થાત્ દરેકવસ્તુમાં અનંતાધર્મો રહેલા છે. તેમાંના અભીષ્ટ અંશોને ગ્રહણ કરનાર અને તે સિવાયના બીજા ધર્મોનો અપલાપ નહીં કરનાર, જે જ્ઞાતાનો અધ્યવસાયવિશેષ તે નય કહેવાય છે.
ટુંકમાં વક્તાના તાત્પર્યાનુસાર વસ્તુના તે તે સ્વરૂપને સમજવા માટેના સાધનને નય કહેવાય છે.
સ્વામિપ્રેતાતંગશાહિતરશાસ્ત્રાવી પુનર્નિયામાપ્ત: | છારા - જે અભિપ્રાયવિશેષ સ્વ-અભીષ્ટ અંશનો સ્વીકાર કરીને ઇતરઅંશોનો અપલાપ કરે, તે નયાભાસ
છે.
[અન્યયોગવ્યવચ્છેદ કારિકા - ૨૮માં કહ્યું છે કે...
સવસત્, ચાત્ સદ્, રૂતિ ત્રિદાર્થો મીયતે તુર્કીર્તિ-નય-પ્રમાણે: “(વસ્તુ) સત્ જ છે'. “વસ્તુ સત્ છે.” અને ‘વસ્તુ કથંચિત્ સત્ છે.' - આ ત્રણ અર્થો અનુક્રમે દુર્નય, નય અને પ્રમાણથી પ્રતીત થાય છે.]
કહેવાનો ભાવાર્થ એ છે કે વસ્તુના ઇતર અંશોનો અપલાપ કર્યા વિના, વસ્તુના એક જ અંશને મુખ્યત્વે ગ્રહણ કરનારા બોધવિશેષને નય કહેવાય છે.
स व्यास-समासाभ्यां द्विप्रकारः ।।७।३।। - તે નય બે પ્રકારનો છે. (i) વિસ્તૃત, (ii) સંક્ષિપ્ત.
व्यासतोऽनेकविकल्पः ।। ७।४।। - અનંત અંશાત્મક વસ્તુમાં એક-એક અંશને જણાવનારા જેટલા વક્તાના અભિપ્રાયવિશેષો છે. તેટલા નાયો છે. આથી વિસ્તારથી નયના અનેક પ્રકાર છે.
समासतस्तु द्विभेदो द्रव्यार्थिकः पर्यायार्थिकश्च ।। ७।५।।