________________
९१२
षड्दर्शन समुछय, भाग - २, परिशिष्ट - ९, वेदांतदर्शन
આંખ દ્વારા સામે દેખાય છે તે જ વાસ્તવિક છે. તેનાથી અતિરિક્ત દ્રવ્યપર્યાયનો વિભાગ કાલ્પનિક છે.
- જે પર્યાયોનો સ્વીકાર કરીને સર્વથા દ્રવ્યનો અપલાપ કરનાર અભિપ્રાયવિશેષ છે, તે ઋજુસૂત્રાભાસ.
જેમકે બૌદ્ધદર્શન.બૌદ્ધદર્શન પ્રતિક્ષણ નાશ પામતા પર્યાયોને જ પારમાર્થિક માને છે. પ્રત્યભિજ્ઞાદિ પ્રમાણથી સિદ્ધ ત્રિકાલસ્થાયી પર્યાયોના આધારભૂત દ્રવ્યનો સ્વીકાર કરતો નથી.
- જે અભિપ્રાયવિશેષ કાલાદિના ભેદથી શબ્દના અર્થના ભેદનું જ સમર્થન કરે, પરંતુ દ્રવ્યરૂપે અભેદનો સર્વથા તિરસ્કાર કરે તે શબ્દનયાભાસા.
- જે અભિપ્રાયવિશેષ પર્યાયવાચક શબ્દોના અભિધેય =વાનું નાનાપણું જ સ્વીકાર કરે અને તેઓના એકાર્ય-અભિધેયત્વનો સર્વથા અપલાપ કરે તે સમભિરૂઢાભાસ.
- જે અભિપ્રાયવિશેષ શબ્દોના ક્રિયાવિશિષ્ટ જ અર્થને વાચ્ય તરીકે સ્વીકારે છે. પરંતુ ક્રિયારહિત અર્થને વાચ્ય તરીકે સર્વથા નિરાકરણ કરે છે, તે એવંભૂતાભાસ.
[ન્યાયદર્શન અને વૈશેષિકદર્શન નૈગમનયની માન્યતા ધરાવે છે. • વેદાંતદર્શન અને સાંખ્યદર્શન સંગ્રહનયની માન્યતા ધરાવે છે.
નાસ્તિકદર્શન વ્યવહારનયની માન્યતા ધરાવે છે ૦ બૌદ્ધદર્શન ઋજુસૂત્રનયની માન્યતા ધરાવે છે. પરંતુ તેઓ બીજા નયનો અપલાપ કરતા હોવાથી નયાભાસ - દુર્નયરૂપ થાય છે. માટે એકાંતદર્શન કહેવાય છે. અર્થાત્ મિથ્યાદર્શન કહેવાય છે.].
==
=