Book Title: shaddarshan Samucchay Satik Sanuwad part 02
Author(s): Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 542
________________ પદ્દર્શન સમુશ્ચય, માળ - ૨, પરિશિષ્ટ - ૨૦, वेदांतदर्शन * પાંચમો ભાંગો : - स्यादस्त्येव स्यादवक्तव्यमेवेति विधिकल्पनया युगपद्विधि-निषेधकल्पनया च पञ्चमः । । ४ -१९ ।। - વિધિકલ્પના અને યુગપત્ વિધિ-નિષેધકલ્પનાથી ‘સ્થાવત્યેવ સ્થાવવવ્યમ્' – ઇત્યાકા૨ક પાંચમો ભાંગો બને છે. અર્થાત્ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ, આ ચારની અપેક્ષાથી વસ્તુ વિદ્યમાન હોવા છતાં પણ અસ્તિત્વ-નાસ્તિત્વ ઉભયધર્મ દ્વારા યુગપત્ કથન ક૨વા માટે સર્વવસ્તુઓ શક્ય નથી. તેથી ‘સ્વાસ્તિત્વવિશિષ્ટસ્યાવક્તવ્યમ્' રૂપ પાંચમો ભાંગો બને છે. * છઠ્ઠો ભાંગો : स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधकल्पनया, યુર્વાધિ-નિષેધ૫નયા = ૧૪: ||૪-૨૦|| ९१५ નિષેધની કલ્પનાથી તથા યુગપત્ વિધિ-નિષેધની કલ્પનાથી ‘યાત્રાત્યેવ ાવવક્તવ્યમ્' – રૂપ છઠ્ઠો ભાંગો બને છે. અર્થાત્ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવની અપેક્ષાથી વસ્તુ અવિદ્યમાન હોવા છતાં પણ અસ્તિત્વ-નાસ્તિત્વ ઉભયધર્મ દ્વારા સર્વવસ્તુ યુગપત્ કથન કરવા માટે શક્ય નથી. તેથી ‘સ્વાન્નાસ્તિત્વિિશદસ્યાવòવ્યમ્' - રૂપ છઠ્ઠો ભાંગો બને છે. * સાતમો ભાંગો : स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति क्रमतो વિધિ-નિષેધત્ત્વનયા, યુાદિધિ-નિષેધ૫નયા હૈં સપ્તમ કૃતિ ।।૪-૨૧|| – ક્રમથી વિધિ-નિષેધની કલ્પના તથા યુગપત્ વિધિ-નિષેધની કલ્પનાથી ‘સ્થાવસ્યેવ સ્વાન્નાસ્ત્યવ સ્થાવવવ્યમ્' રૂપ સાતમો ભાંગો બને છે. અર્થાત્ ક્રમથી સ્વદ્રવ્યાદિ ચારની અપેક્ષાથી વસ્તુ વિદ્યમાન હોવા છતાં પણ તથા ક્રમથી પરદ્રવ્યાદિ ચારની અપેક્ષાથી વસ્તુ અવિદ્યમાન હોવા છતાં પણ યુગપત્ અસ્તિત્વ-નાસ્તિત્વ ઉભયધર્મ દ્વારા કથન કરવા માટે સર્વવસ્તુઓ શક્ય બનતી નથી. તેથી ‘સ્થાવત્યેવ સ્યાત્રાÒવ સ્વાવવવ્યમ્' - રૂપ સાતમો ભાંગો બને છે. આ વિષયમાં વિશેષ જિજ્ઞાસુઓએ અન્ય ગ્રંથોનું અવગાહન ક૨વું. =X=

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544