SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ८१० षड्दर्शन समुञ्चय भाग-२, श्लोक - ८६, मीमांसकदर्शन શ્લોકાર્થ: તેથી પ્રત્યક્ષથી અનુભૂત = નજરે દેખાતા સુખોને છોડીને, નહિ દેખાતા સુખને માટે પ્રવર્તવું તે મૂઢતા છે. એમ ચાર્વાકો કહે છે. व्याख्या-यस्माद्भूतेभ्यश्चैतन्योत्पत्तिः तस्मात्कारणाद् दृष्टपरित्यागात्-दृष्ट-प्रत्यक्षानुभूतमैहिकं लौकिकं यद्विषयजं सुखं तस्य परित्यागाददृष्टे-परलोकसुखादौ तपश्चरणादिकष्टक्रियासाध्ये यत्प्रवर्तनं-प्रवृत्तिः तल्लोकस्य विमूढत्वं-अज्ञानमेवेति चार्वाकाः प्रतिपेदिरे-प्रतिपन्नाः । यो हि लोको विप्रतारकवचनोपन्यासत्रासितसंज्ञानो हस्तगतमिहत्यं सुखं विहाय स्वर्गापवर्गसुखप्रेप्सया तपोजपध्यानहोमादौ यद्यतते, तत्र तस्याज्ञानतैव कारणमिति तन्मतोपदेशः ।।८५।।। ટીકાનો ભાવાનુવાદ: જે કારણથી પૃથ્વી આદિ ભૂતોથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે, તે કારણથી પ્રત્યક્ષથી અનુભવાતા આ લોકસંબંધી લૌકિક વિષયજન્ય સુખનો ત્યાગ કરીને, કઠીન તપ અને ચારિત્રની કષ્ટકારિ ક્રિયાથી સાધ્ય પરલોકસુનાદિ માટે પ્રવૃત્તિ કરવી તે લોકની મૂઢતા = અજ્ઞાનતા છે. - આ પ્રમાણે ચાર્વાકો માને છે. ધૂર્તો દ્વારા ફેલાવાયેલા મિથ્યાવચનોના કારણે જેમનું સમ્યગુજ્ઞાન નાશ પામી ગયું છે, એવા લોકો હાથમાં રહેલા આલોકસંબંધી સુખને છોડીને સ્વર્ગ-મોક્ષ સુખની લાલસાથી તપ, જપ, ધ્યાન, હોમ-હવનાદિ ક્રિયાઓમાં પ્રયત્ન કરે છે. તેમાં તે લોકોની અજ્ઞાનતા જ કારણ છે. - આ પ્રમાણે ચાર્વાકમતનો ઉપદેશ છે. ll૮પી अथ ये शान्तरसपूरितस्वान्ता निरुपमं शमसुखं वर्णयन्ति, तानुद्दिश्य यञ्चार्वाका ब्रुवते तदाहહવે જેઓ શાંતરસથી પૂરિત = પ્લાવિત હૃદયવાળા થઈને તપ, જપ, ધ્યાનાદિથી નિરૂપમ શમસુખની પ્રાપ્તિ થાય છે - એમ બતાવે છે, તેઓને ઉદ્દેશીને ચાર્વાકો કહે છે કે. साध्यवृत्तिनिवृत्तिभ्यां या प्रीतिर्जायते जने । निरर्था सा मते तेषां धर्मः कामात्परो न हि ।।८६।। શ્લોકાર્થ: સ્વર્ગ, મોક્ષ વગેરે સાધ્ય માટેની પ્રવૃત્તિ દ્વારા અને દુ:ખ, નરક વગેરે અસાધ્ય માટેની નિવૃત્તિ દ્વારા લોકોને જે આનંદ ઉત્પન્ન થાય છે, તે નિરર્થક છે. કારણકે તેઓના મતમાં ભોગસુખથી બીજો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી. કેટલા
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy