________________
षड्दर्शन समुझय भाग-२, श्लोक -८७, मीमांसकदर्शन
८११
व्याख्या-साध्यं-ध्यानं द्वधा, उपादेयं हेयं च । उपादेये धर्मशुक्लध्यानयुगे हेये चातरौद्रध्यानयुगे । अथवा साध्ये-साधनीये कार्ये, उपादेये पुण्यकृत्ये तपःसंयमादौ, हेये च पापकृत्ये विषयसुखादिके क्रमेण वृत्तिनिवृत्तिभ्यां प्रवर्तननिवर्तनाभ्यां जने - लोके या प्रीतिः - मनः सुखं जायते - समुत्पद्यते सा तेषां - चार्वाकाणां मते निरर्था - निःप्रयोजना निःफलाऽतात्त्विकीत्यर्थः । हिर्यस्मात् धर्मः कामात्-विषयसुखसेवनान्न परः काम एव परमो धर्मः, तज्जनितमेव च परमं सुखमिति भावः । अथवा ये धर्मप्रभावादिह लोकेऽपीष्टानिष्टकार्ययोः सिद्ध्यसिद्धीः वदन्ति, तान्प्रति यञ्चार्वाका जल्पन्ति तदर्शयन्नाह-“साध्यवृत्तिनिवृत्तिभ्यां” इत्यादि । तपोजपहोमादिभिः साध्यस्यप्रेप्सितकार्यस्य या वृत्तिः-सिद्धिर्या च तैरेव तपोजपादिभिरनिष्टस्य साध्यस्य विघ्नादेनिवृत्तिः-असिद्धिरभाव इति यावत्ताभ्यां साध्यवृत्तिनिवृत्तिभ्यां या जने प्रीतिर्जायते सा निरर्था । अर्थशब्दस्य हेत्वर्थस्यापि भावान्निर्हेतुका निर्मूला । तेषां मते हिर्यस्माद्धर्मः कामान पर इति प्राग्वत् ।।८६।। ટીકાનો ભાવાનુવાદઃ સાધ્ય-ધ્યાન બે પ્રકારનું છે. ઉપાદેય અને હેય. ધર્મધ્યાન અને શુક્લધ્યાન ઉપાદેય છે તથા આર્તધ્યાન અને રૌદ્રધ્યાન હેય છે. અથવા સાધનીકાર્યમાં, તપસંયમાદિ ઉપાદેય પુણ્યકાર્યોમાં પ્રવૃત્તિ કરવાથી તથા હેયરૂપ વિષયસુખાદિ પાપકૃત્યોમાંથી નિવૃત્ત થવાથી લોકોને જે આત્મિક સુખ - માનસિક સુખ પ્રાપ્ત થાય છે, તે ચાર્વાકમતમાં નિરર્થક છે. નિપ્રયોજન - નિષ્ફલ અને અતાત્ત્વિક છે. તેમના મતમાં કામભોગના સેવનથી બીજો શ્રેષ્ઠ કોઈ ધર્મ નથી. અને વિષયસેવનથી પ્રાપ્ત થતું સુખ જ શ્રેષ્ઠ છે.
વળી જે લોકો ધર્મના પ્રભાવથી આ લોકમાં ઇષ્ટકાર્યની સિદ્ધિ અને અનિષ્ટકાર્યની અસિદ્ધિ કહે છે. તે લોકોની પ્રતિ ચાર્વાક કહે છે કે તે તપ આદિ દ્વારા ઇચ્છિત કાર્યની જે સિદ્ધિ તથા તપ, જપાદિ દ્વારા અનિષ્ટરૂપ વિક્નોની નિવૃત્તિ અસિદ્ધિ થાય છે. તે સાધ્ય વૃત્તિ અને નિવૃત્તિ વડે લોકોમાં જે પ્રીતિ ઉત્પન્ન થાય છે તે નિરર્થક છે. તેઓના મતમાં ભોગસેવનથી શ્રેષ્ઠ ધર્મ નથી. IIટકા
उपसंहरन्नाहચાર્વાકમતનો ઉપસંહાર કરતાં કહે છે કે