________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ७८-७९, मीमांसकदर्शन
७९९
स्वरूपतः प्ररूप्यते । अत्राद्यपादे सप्ताक्षरं छन्दोऽन्तरमिति न छन्दःशास्त्रविरोधः शङ्कनीयः ।।७९ ।। ટીકાનો ભાવાનુવાદ:
જે લોકો નૈયાયિક અને વૈશેષિકમતને એક માને છે, તેઓના મતમાં લોકાયતો=નાસ્તિકોનો મત ઉમેરવાથી દર્શનનોની છ સંખ્યા પૂર્ણ થાય છે. તે કારણથી હવે ચાર્વાકના મતનું સ્વરૂપ કહેવાય છે. અહીં શ્લોકમાં પ્રથમપાદમાં સાત અક્ષર છે. તેથી તે કોઈ આર્ષછંદ માનવો જોઈએ. તેને અનુષ્ટપુ છન્દ માનીને છંદશાસ્ત્રથી વિરોધની શંકા ન કરવી. ||૭૯ી
।। अथ लोकायतमतम् ।। प्रथमं नास्तिकस्वरूपमुच्यते । कापालिका भस्मोद्धूलनपरा योगिनो ब्राह्मणाद्यन्त्यजान्ताश्च केचन नास्तिका भवन्ति । ते च जीवपुण्यपापादिकं न मन्यन्ते । चतुर्भूतात्मकं जगदाचक्षते । केचित्तु चार्वाकैकदेशीया आकाशं पञ्चमं भूतमभिमन्यमानाः पञ्चभूतात्मकं जगदिति निगदन्ति । तन्मते भूतेभ्यो मदशक्तिवञ्चैतन्यमुत्पद्यते । जलबुबूदवज्जीवाः । चैतन्यविशिष्टः कायः पुरुष इति । ते च मद्यमांसे भुञ्जते मात्राधगम्यगमनमपि कुर्वते । वर्षे वर्षे कस्मिन्नपि दिवसे सर्वे संभूय यथानामनिर्गमं स्त्रीभिरभिरमन्ते । धर्म कामादपरं न मन्वते । तन्नामानि चार्वाका लोकायता इत्यादीनि । 'गलचर्व अदने' चर्वन्ति भक्षयन्ति तत्त्वतो न मन्यन्ते पुण्यपापादिकं परोक्षं वस्तुजातमिति चार्वाकाः । “मयाकश्यामाक" इत्यादिसिद्धहैमोणादिदण्डकेन शब्दनिपातनम् । लोकाः-निर्विचाराः सामान्यलोकास्तद्वदाचरन्तिस्मेति लोकायता लोकायतिका इत्यपि । बृहस्पतिप्रणीतमतत्वेन बार्हस्पत्याश्चेति ।। ટીકાનો ભાવાનુવાદ:
પ્રથમ નાસ્તિકમતનું સ્વરૂપ કહેવાય છે. લોકાયત=ચાર્વાકમતના અનુયાયિઓ કાપાલિકોની જેમ એક કપાલ રાખે છે. શરીર ઉપર ભસ્મ લગાડે છે. બ્રાહ્મણથી માંડીને અત્યં=શુદ્ર સુધીના તમામ જાતિના કેટલાક લોકો નાસ્તિકો થાય છે. તેઓ જીવ, પુણ્ય, પાપ આદિ અતીન્દ્રિય પદાર્થોને માનતા નથી. ભૂતચતુષ્ટયરૂપ આ જગતને માને છે. અર્થાત્ આ જગતને પૃથ્વી, અપૂ, તૈજસુ અને વાયુ આ ચારભૂતોથી ઉત્પન્ન થયેલું માને છે. તેનાથી અતિરિક્ત પાંચમાતત્ત્વની સત્તા તેઓ માનતા નથી. કોઈક ચાર્વાકો પાંચમા ભૂત તરીકે આકાશ માને છે.