________________
८०२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ८१, मीमांसकदर्शन
नानुभूयते, तावता जीवस्य सुखदुःखनिबन्धनौ धर्माधर्मों तत्प्रकृष्टफलभोगभूमी स्वर्गनरको पुण्यपापक्षयोत्थमोक्षसुखं चोपवर्ण्यमानानि आकाशे विचित्रचित्रविरचनमिव कस्य नाम न हास्यावहानि ? ततो येऽत्रास्पृष्टमनास्वादितमनाघ्रातमदृष्टमश्रुतमपि जीवादिकमाद्रियमाणाः स्वर्गापवर्गादिसुखलिप्साविप्रलब्धबुद्धयः शिरस्तुण्डमुण्डनदुश्चरतरतपश्चरणाचरणसुदुःसहतपनातपसहनादिक्लेशैर्यत्सौवं जन्म क्षपयन्ति, तत्तेषां महामोहोद्रेकविलसितम् । तदुक्तम् - “तपांसि यातनाश्चित्राः संयमो भोगवञ्चना । अग्निहोत्रादिकं कर्म बालक्रीडेव लक्ष्यते ।।१।। यावज्जीवेत्सुखं जीवेत्तावद्वैषयिक सुखम् । भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ।।२।।" इत्यादि ततः सुस्थितमिन्द्रियगोचर एव तात्त्विक इति ।। ટીકાનો ભાવાનુવાદ
શ્લોકમાં ‘તથા' ઉપદર્શનાર્થક છે. પ્રત્યક્ષ રીતે દેખાતો મનુષ્યલોક, માત્ર એટલો જ છે કે જેટલો સ્પાર્શન, રસન, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર આ પાંચ ઇન્દ્રિયોનો વિષય બને છે. અર્થાતુ પાંચ ઇન્દ્રિયોની વિષય બનેલી વસ્તુઓ જ વિદ્યમાન છે. તેનાથી બીજું કંઈપણ વિદ્યમાન નથી. અહીં લોકપદથી લોકમાં રહેલા પદાર્થોનો સમુહ જાણવો. તેથી પાંચ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય જે પદાર્થો બને છે, તે જ વાસ્તવિક છે. તેનાથી બીજા અતીન્દ્રિય આત્મા, પુણ્ય, પાપ, પુણ્ય-પાપનું ફળ સ્વર્ગનરકાદિ પદાર્થો જે લોકો કહે છે તે વિદ્યમાન નથી. કારણકે તેઓનું ક્યારે પણ પાંચ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ થતું નથી. “અપ્રત્યક્ષ એવા જીવાદિપદાર્થો પણ હોય જ છે.” આવું કહેશો તો સસલાનું શીંગડું, વધ્યાનો પુત્ર, આકાશકુસુમ આદિ, અપ્રત્યક્ષ પદાર્થો પણ સતું બની જશે. પાંચ પ્રકારના પ્રત્યક્ષથી ગ્રાહ્ય મૃદુ-કઠોરાદિ વસ્તુઓ, તીખા-કડવા આદિ દ્રવ્યો, સુરભિ-દુરભિ ભાવો, પૃથ્વી, પર્વત, જગત, વૃક્ષ, સ્તંભ, કમલ આદિ, મનુષ્ય, પશુ, થાપદ આદિ સ્થાવર તથા જંગમ=ચાલવા-ફરવાવાળા પદાર્થોનો સમુહ, વિવિધ વીણા, બંસરી આદિ સાંભળવા લાયક શબ્દોને છોડીને જગતમાં બીજું કંઈપણ અનુભવમાં આવતું નથી. તે પદાર્થોનો સમુહ જ જગત છે. તેનાથી અતિરિક્ત કોઈપણ અતીન્દ્રિયપદાર્થની સત્તા નથી. જ્યારે ભૂતોથી ઉત્પન્ન થયેલ ચૈતન્યથી અતિરિક્ત ચૈતન્યહેતુતયા પરિકલ્પિત પરલોકગામિ અતીન્દ્રિય આત્મા પ્રત્યક્ષથી અનુભવાતો નથી, ત્યારે જીવના સુખ-દુ:ખમાં કારણભૂત ધર્મ અને અધર્મ તથા તે ધર્મ અને અધર્મના ફળને ભોગવવા માટેની ઉત્કૃષ્ટ ભૂમિરૂપ સ્વર્ગ-નરક, પુણ્ય અને પાપના ક્ષયથી ઉત્પન્ન થતા મોક્ષસુખનું વર્ણન કરતી કલ્પનાઓ તો આકાશમાં વિચિત્ર રંગોથી વિચિત્ર ચિત્ર