________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ८३, मीमांसकदर्शन
૦૭.
પાપ બંધાશે. તેના યોગે પરલોકમાં ખૂબ દુ:ખોની પરંપરા પ્રાપ્ત થશે અને સુકતનો સંચય કરીશું તો ભવાંતરમાં ભોગસુખ, યૌવન આદિ સુલભ બનશે.
નાસ્તિક પતિ : બીજાઓના કહેવા માત્રથી નરકાશિમાં પ્રાપ્ત થતા દુઃખોથી ભયાકુલ હે ભોળી ! તે લોકનું ગયેલું યૌવન તથા સુખ પરલોકમાં આવવાનું નથી. જે ગયું તે ગયું. તેથી પરલોકના મિથ્યાસુખની લિપ્સાથી તપચારિત્ર આદિ કષ્ટકારિ ક્રિયાઓ દ્વારા આ લોકના સુખની ઉપેક્ષા કરવી નિરર્થક છે.
આસ્તિક સ્ત્રીઃ પૂર્વકૃત શુભાશુભકર્મની પરતંત્રતાથી જીવ વડે આ જન્મમાં આ શરીરમાં રહીને તેના ફળો ભોગવાય છે. તે રીતે આ શરીરમાં રહીને જીવ દ્વારા કરાયેલા કર્મો પરલોકમાં અવશ્ય ભોગવવા પડશે. તેથી કર્મના ફળ તો કોઈને પણ ભોગવ્યા વિના ચાલે તેમ નથી.
નાસ્તિક પતિઃ આ શરીર પૃથ્વી આદિ ચાર ભૂતોનું કલેવર જ છે. પરંતુ શરીરમાં આ ચારના સંયોગથી અતિરિક્ત પરલોકગામિ શુભાશુભકર્મોના વિપાકને ભોગવનાર કોઈ જીવ નથી. અને ચાર ભૂતોનો સંયોગ વિજળીના ઉદ્યોતની જેમ ક્ષણવારમાં જોતાં જોતાં નાશ થઈ જાય છે. પરલોક જેવી કોઈ ચીજ નથી. તેથી પરલોકની ચિંતા છોડી, તેની નિરપેક્ષપણે ઇચ્છાનુસાર (હે સુંદરી !) પીઓ અને ખાઓ. IIટરા.
अथ प्रमेयं प्रमाणं चाहહવે તેમના પ્રમેય અને પ્રમાણનું નિરૂપણ કરે છે.
किंच-पृथ्वी जलं तथा तेजो वायुभूतचतुष्टयम् ।
आधारो भूमिरेतेषां मानं त्वक्षजमेव हि ।।८३।। શ્લોકાર્થ પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ-આ ભૂતચતુષ્ટય જ તત્ત્વ છે. તેનો આધાર પૃથ્વી છે. પ્રત્યક્ષ જ એક પ્રમાણ છે. l૮૩ll
ચાલ્યા- “વિવ” રૂચમ્યુચવે . પૃથ્વી-ભૂમિ, નમ:, તેનો-વકિ, વાયુ:-વન, भूतचतुष्टयम् । एतानि भूतानि चत्वारि आधारो भूमिरेतेषां-भूतानामाधारो-ऽधिकरणं भूमिः-पृथ्वी । “चैतन्यभूमिरेतेषां" इति पाठे तु चतुष्टयं किंविशिष्टं चैतन्यभूमिःचैतन्योत्पत्तिस्थानम्, भूतानि संभूयैकं चैतन्यं जनयन्तीत्यर्थः । एतेषां-चार्वाकाणां मते "प्रमाणभूमिरेतेषां" इति पाठान्तरे तु भूतचतुष्टयं प्रमाणभूमिः-प्रमाणगोचरस्तात्त्विक एतेषां मते । मानं तु-प्रमाणं पुनरक्षजमेव-प्रत्यक्षमेवैकं न पुनरनुमानादिकं प्रमाणम् । हिशब्दोऽत्र विशेषणार्थो वर्तते । विशेषः पुनश्चार्वाकैलॊकयात्रानिर्वाहप्रवणं धूमाद्यनुमानमिष्यते वचन न पुनः स्वर्गादृष्टादिप्रसाधकमलौकिकमनुमानमिति ।।८।।