________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ८२, मीमांसकदर्शन
તે બહુશ્રુતો લોકોને કહે છે કે.. “હે-હે લોકો ! સાંભળો, વરુના પગલાંઓ બીજી કોઈપણ રીતે સંગત થતા નથી. તેથી નિશ્ચે રાત્રીમાં કોઈક વરુ અહીં વનમાંથી આવ્યો હતો.” ઇત્યાદિ ચર્ચાઓ ચાલે છે. ત્યારે તે નાસ્તિકમતાનુયાયી પુરુષ તે બહુશ્રુતપુરુષોને તે પ્રમાણે બોલતા જોઈને પોતાની ભાર્યાને કહે છે કે, હે ! કલ્યાણિ ? હે પ્રિયે ! વરુના પગલાઓને કહેતાં તે બહુશ્રુતોને તું જો. ભલે તેઓ લોકરુઢીથી બહુશ્રુત કહેવાતા હોય, પરંતુ તેઓ પરમાર્થને જાણ્યા વિના બોલે છે. માટે અબહુશ્રુત જ છે. (અહીં ‘વૃપવં’ પદમાં જાતિમાં એકવચન છે.) તેથી મોટા ભાગના પણ આવા ધાર્મિકતાના વેશ નીચે ઢગનારા, બીજાને છેતરવામાં નિષ્ણાત, લોકોને સ્વર્ગાદિમાં પ્રાપ્ત થતા સુખની પરંપરાનું પ્રલોભન આપીને ભણ્યાભક્ષ્ય, ગમ્યાગમ્ય, પેયાપેય, હેય-ઉપાદેયની અસંગત વાતો કરી સંકટમાં પાડતા તથા અત્યંત મુગ્ધતા - ધાર્મિક વ્યામોહને ઉત્પન્ન કરતા વાદિઓના વચનો સારા માણસોને ઉપેક્ષણીય છે. (ત્યારબાદ તે સ્ત્રી પતિના આ વચનો સાંભળીને બધું સાચું માનવા લાગી અને યથેચ્છપણે ભોગોમાં પ્રવૃત્તિ કરવા લાગી.)
८०५
કેટલાક ઠેકાણે “યદ્ વન્તિ વહુશ્રુતા” એ પ્રમાણે પાઠ છે. તે પાઠ અનુસાર આ પ્રમાણે વ્યાખ્યા ક૨વી - લોકપ્રસિદ્ધ બહુશ્રુતો કે જેઓ વૃકપદના વિષયમાં સમ્યપરમાર્થને જાણતા નથી. તેથી ઘણા પણ એક સમાન બોલતા હોવા છતાં પણ ઘણા મુગ્ધ લોકોની બુદ્ધિની અંધતાને ઉત્પન્ન કરતા હોવાથી તે લોકપ્રસિદ્ધ બહુશ્રુત લોકોના વચનો તત્ત્વજ્ઞાનીઓને આદેય બનતા નથી. - શેષ પૂર્વવત્ જાણવું ૮૧૫
तदनु च तस्याः स पतिर्यदुपदिष्टवान् तदेव दर्शयन्नाह
આ દૃષ્ટાંતને બતાવ્યા બાદ પોતાની પત્નીને તે પતિએ જે ઉપદેશ આપ્યો હતો, તે બતાવતાં કહે છે કે -
पिब खाद च चारुलोचने, यदतीतं वरगात्रि तन्न ते ।
ન દ્દિ મીરુત નિવર્તતે, સમુદ્રયમાર્તામાં વરમ્ ।।૮૨||
શ્લોકાર્થ : હે સુનયના ! ખાઓ, પીઓ અને મોજ કરો. સુંદરી ! વીતી ગયેલું યૌવન પાછું મળવાનું નથી. ભોળી ! જે ગયું તે પાછું આવતું નથી. આ દેહ તો માત્ર પાંચભૂતોનો સમુદાય છે. ૧૮૨૫
व्याख्या - हे चारुलोचने- शोभनाक्षि पिब- पेयापेयव्यवस्थालोपेन मदिरादेः पानं कुरु । न केवलं पिब खाद च-भक्ष्याभक्ष्यनिरपेक्षतया मांसादिकं भक्षय च 1 पिबखादक्रिययोरुपलक्षणत्वाद्गम्यागम्यविभागत्यागेन भोगानामुपभोगेन स्वयौवनं