________________
७६६
षड्दर्शन समुझय भाग- २, श्लोक-६७, मीमांसकदर्शन
બહૂદકોનો વેષ કૂટીચરની સમાન જ છે. તેઓ બ્રાહ્મણોના ઘરેથી ભીક્ષા મેળવીને નીરસ ભોજન કરનારા છે. વિષ્ણુના જાપમાં લીન રહે છે અને ઘણા પાણીવાળી નદીમાં સ્નાન કરવાના કારણે તેઓ બહૂદક કહેવાય છે.
હંસ સાધુઓ બ્રહ્મસૂત્ર અને શિખાથી રહિત છે. તેઓ ભગવા વસ્ત્રધારી છે તથા દંડને ધારણ કરે છે. ગામમાં એકરાત્રી અને નગરમાં ત્રણ રાત્રી રહે છે. ગૃહસ્થોના ઘરોમાં ધુમાડો બંધ થાય અને અગ્નિ શાંત પડે, ત્યારે બ્રાહ્મણોના ઘરોમાંથી ભિક્ષાવૃત્તિથી ભોજન કરે છે. તેઓ કઠીન તપસ્યાઓથી શરીરને કૃશ કરીને દેશ-વિદેશમાં ભમે છે.
વિજ્ઞાનમયકોષ + મનોયમકોષ + પ્રાણમયકોષ, આ ત્રણે કોષ મળીને સૂક્ષ્મશરીર બને છે. તેમાંથી સ્કૂલશરીરની ઉત્પત્તિ થાય છે. વ્યષ્ટિ ઉપહિત ચૈતન્ય જ્યારે સ્કૂલ શરીરાદિમાં પ્રવેશે ત્યારે વિશ્વ' બને છે. આ સમગ્ર વિશ્વ વસ્તુત: આત્મસ્વરૂપ નથી, પણ આધ્યારોપને કારણે આત્મરૂપ ભાસે છે. (મુનિ શ્રી વૈરાગ્યરતિવિજયજી દ્વારા અનુવાદિત પદર્શન સમુચ્ચયના અનુવાદમાંથી સાભાર.) આમ માયાના સંપર્કથી જ બ્રહ્મ ઈશ્વર કહેવાય છે અને અવિદ્યામાં પડી તે જીવાત્મા કહેવાવા લાગે છે.
આ પ્રકારે આ જગતના મૂલમાં બ્રહ્મને છોડીને બીજું કોઈ તત્ત્વ સત્ય નથી. તે માયાને વશીભૂત થઈને જીવ પોતાને અલ્પજ્ઞ, અલ્પશક્તિવાળો, સીમિત, કર્મબંધનમાં બંધાયેલો માને છે. એના ફળરૂપે તે કર્મનો કર્તા અને ભોક્તા બની જાય છે અને આવાગમનના ચક્રમાં પડીને પુણ્ય-પાપના ફળોને ભોગવવા લાગે છે.
જ્યારે જીવ અવિદ્યા (માયા)ના સ્વરૂપને સમજી જાય છે, ત્યારે પોતાની ઇન્દ્રિય અને મનથી પૃથક પૂર્ણ ચતન્ય સત્તા અનુભવ કરવા લાગે છે. પરંતુ અવિદ્યાના અધ્યારોપની નિવૃત્તિ માટે શ્રવણ, મનન, નિદિધ્યાસન અને સમાધ્યનુષ્ઠાની જરૂરીયાત છે અને ચારેનો જેને સારી રીતે અભ્યાસ છે, તેવા બ્રહ્મવિદ્ ગુરુ પાસે નિરંતર શ્રવણાદિનું અનુષ્ઠાન કરવાથી તેના ભ્રમની નિવૃત્તિ થાય છે અને અદ્વૈતનો અનુભવ થાય છે. ત્યારે એના કર્મબંધન તૂટી જાય છે. અલ્પજ્ઞતા અને સીમિત હોવાનો ભાવ પણ મટી જાય છે. અને તે શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. આ જ અદ્વૈત સિદ્ધાંતના અનુસાર મુક્તિની વ્યવસ્થા છે.
(૧) નિત્યાનિત્ય વસ્તુવિવેક (૨) ઇહલોક-પરલોક સંબંધી ફળના ઉપભોગનો વિરાગ. (૩) શમ, દમ, ઉપરતિ (કર્મત્યાગ), તિતિક્ષા (સહનશીલતા) સમાધિ અને શ્રદ્ધા આ છ ગુણોની પ્રાપ્તિ (૪) મુમુક્ષા = મોક્ષની ઇચ્છા.
આ ચાર ગુણોના સેવનપૂર્વક શ્રવણાદિનું સેવન થાય તો ભ્રમની નિવૃત્તિ દ્વારા અદ્વૈતનો અનુભવ થાય છે. (૨) વિશિષ્ટાદ્વૈત : શંકરાચાર્યના નિર્વિશેષાદ્વૈતના સિદ્ધાંતની સામે રામાનુજે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતની સ્થાપના કરી છે. રામાનુજે બ્રહ્મસૂત્ર ઉપર “શ્રીભાષ્ય' ની રચના કરેલ છે.
તેમના મતાનુસાર માય-મિથ્યાત્વવાદ અને અદ્વૈતસિદ્ધાંત બંને ખોટા છે. બ્રહ્મથી અતિરિક્ત જીવ અને જડજગત અર્થાત્ ચિ અને અચિતું પણ નિત્ય અને સ્વતંત્રતત્ત્વ છે. જો કે તે બ્રહ્મના જ અંશ છે. અને બ્રહ્મ તેમાં અત્યંમીરૂપે રહે છે, તે બંને તત્ત્વો જ બ્રહ્મની વિશેષતા છે. જે પ્રલયકાળમાં બ્રહ્મની અંદર સુક્ષ્મરૂપથી રહે છે. અને વિશ્વ ઉત્પત્તિના અવસરે શૂલરૂપમાં પ્રગટ થઈ જાય છે. તેથી તેનું નામ “વિશિષ્ટાદ્વૈત' છે.
શંકરાચાર્ય અને રામાનુજ સંપ્રદાયમાં એક ભેદ એ પણ છે કે શંકર બ્રહ્મને નિર્ગુણ બતાવે છે અને રામાનુજ તેને સદેવ સગુણરૂપમાં જ બતાવે છે. તેમના મતાનુસાર બ્રહ્મ ક્યારેય નિર્ગુણ થઈ શકતું નથી.
(ઉપનિષદોમાં બ્રહ્મને નિર્ગુણ કહેલ છે. કારણ કે જીવના રાગ-દ્વેષ આદિ ગુણ તેમાં હોઈ શકે નહીં. અન્યથા અનંતજ્ઞાન, આનંદરૂપ અને સર્વશક્તિમાન આદિ ગુણોથી તો તે સદેવ વિભૂષિત રહે જ છે.)