________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ७६, मीमांसकदर्शन
પ્રધ્વંસાભાવ છે. જો પ્રધ્વંસાભાવ ન હોય તો દૂધનો નાશ ન થતાં, દહીં અવસ્થામાં જ તેનો સદ્ભાવ રહેવો જોઈએ. ગાય આદિમાં ઘોડા આદિનો અભાવ અન્યોન્યાભાવ છે. અર્થાત્ એક વસ્તુમાં, તેનાથી ભિન્ન વસ્તુના તાદાત્મ્યનો અભાવ તે અન્યોન્યાભાવ કહેવાય છે. ‘ઘટે ન પટ:'તેનો આકાર છે. સસલાના મસ્તક ઉપરના અવયવોમાં વૃદ્ધિ તથા કઠિનતા ન હોવી, પ્રત્યુત નિમ્ન-સમતલમાં રહેવું તે શીંગડાનો અત્યંતાભાવ છે. મસ્તકના અવયવોમાં કઠિન બનીને વૃદ્ધિ પામવી - આગળના ભાગમાં નીકળવું તે જ શૃંગ કહેવાય છે. જ્યારે મસ્તકના અવયવો સમતલમાં રહેશે, કઠિનતા તથા વૃદ્ધિ પામશે નહિ, ત્યારે તે મસ્તકની સમતલતા જ ‘શશશ્ચં’ નો અત્યંતાભાવ કહેવાય છે. જો તેનો વ્યવસ્થાપક અભાવપ્રમાણ ન હોય તો વસ્તુની નિયત વ્યવસ્થા જ રહેશે નહિ. અભાવનો લોપ ક૨વાથી તો સર્વપદાર્થો સર્વરૂપ થઈ જશે. તેમાં ભિન્નતા લાવનારા કોઈ નિયામક જ રહેશે નહિ. (તેના યોગે દા.ત ઘટ જે પટથી ભિન્ન છે. તે બંનેને ભિન્ન કરનાર અન્યોન્યાભાવરૂપ અભાવપ્રમાણ જ ન હોય તો ઘટ જ પટરૂપ બની જવાના કા૨ણે ઘટાર્થીની પટમાં પણ પ્રવૃત્તિ થઈ જવાની આપત્તિ આવશે. તેના યોગે) સમસ્ત પ્રતિનિયતવ્યવહા૨નો લોપ થશે. ટુંકમાં સર્વપદાર્થમાં ભિન્નતા લાવના૨ નિયામક અભાવપ્રમાણ માનશો નહિ તો... “દુધમાં દહીં, દહીંમાં દૂધ, ઘટ જ કપડું, સસલાના મસ્તક ઉ૫૨ શીંગડું, પૃથ્વીમાં ચૈતન્ય, આત્મામાં મૂર્તત્વ, જલમાં ગંધ, અગ્નિમાં ૨સ, વાયુમાં રૂપ-૨સ-ગંધ, આકાશમાં સ્પર્શ આદિનો પ્રસંગ આવી પડશે. તેના યોગે સમસ્ત લોકવ્યવસ્થા નાશ પામી જશે. ટુંકમાં અભાવની સત્તા માનવામાં નહિ આવે તો જગતની પ્રતિનિયતવ્યવસ્થા તૂટી પડશે.)
७९५
अथ निरंशसदेकरूपत्वाद्वस्तुनोऽध्यक्षेण सर्वात्मना ग्रहणे कोऽपरो सदशो यत्राभावः प्रमाणं भवेदिति चेत् न, स्वपररूपाभ्यां सदसदात्मकत्वाद्वस्तुनः, अन्यथा वस्तुत्वायोगात् । न च सदंशादसदंशस्याऽभिन्नत्वात्तद्ग्रहणे तस्यापि ग्रहः इति वाच्यं, सदसदंशयो-र्धर्म्यभेदेऽपि भेदाभ्युपगमात् । तदेवं प्रत्यक्षाद्यगृहीतप्रमेयाभावग्राहकत्वात्प्रमाणाभावः प्रमाणान्तरमिति । अथो ( थानु) क्तमपि किंचिद्व्यक्तये लिख्यते - अनधिगतार्थाधिगन्तृ प्रमाणं । पूर्वं पूर्वं प्रमाणमुत्तरं तु फलं । सामान्यविशेषात्मकं वस्तु प्रमाणगोचरम् । नित्यपरोक्षं ज्ञानं हि भाट्टप्रभाकरमतयोरर्थप्राकट्याख्यसंवेदनाख्यफलानुमेयम् । वेदोऽपौरुषेयः । वेदोक्ता हिंसा धर्माय । शब्दो नित्यः । सर्वज्ञो नास्ति अविद्याऽपरनाममायावशात्प्रतिभासमानः सर्वः प्रपञ्चोऽपारमार्थिकः । परब्रह्मैव પરમાર્થનું ।।૭૬ ||