________________
७९६
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ७६, मीमांसकदर्शन
ટીકાનો ભાવાનુવાદઃ
શંકાઃ નિરંશવસ્તુ એક સરૂપ જ છે. તાદશવસ્તુ પ્રત્યક્ષાદિપ્રમાણોથી સર્વથા ગ્રહણ થઈ જાય છે. ત્યારે તેમાં સદ્અંશના અભાવરૂપ કયો બીજો અસદંશ બાકી રહે છે કે, તેને ગ્રહણ કરનાર અભાવપ્રમાણને માનવું પડે ? અર્થાત્ વસ્તુમાત્ર સરૂપ છે. તેમાં એક જ સદંશ છે, અન્ય અસદંશ છે જ નહિ. આથી જ્યારે તે નિરંશવસ્તુ પૂર્ણતયા પ્રત્યક્ષાદિપ્રમાણોથી ગ્રહણ થઈ જ જાય છે, ત્યારે તેમાં એવો કયો બીજો અસદંશ બાકી રહે છે, કે તેને જાણવા માટે અભાવપ્રમાણની આવશ્યકતા પડે.
સમાધાનઃ વસ્તુ સ્વરૂપ અને પરરૂપની અપેક્ષાએ સદસદાત્મક છે. જો વસ્તુ સદસદાત્મક ન હોય તો તેમાં વસ્તુતાનો યોગ જ નહિ થાય. અર્થાત્ તે વસ્તુ જ નહિ રહે. (કહેવાનો આશય એ છે કે વસ્તુ ન તો નિરંશ છે કે ન તો માત્ર સદંશવાળી છે. વસ્તુમાં તો સતું અને અસતુ બંને પણ અંશો છે. વસ્તુમાં સ્વરૂપની અપેક્ષાએ સદંશ છે અને પરવસ્તુઓની અપેક્ષાએ અસદંશ છે. જો વસ્તુ સ્વરૂપથી સત્ ન હોય તો, કંઈ પણ રહેશે નહિ. સર્વથા અસત્ જ બની જશે. તે રીતે વસ્તુ જો પરરૂપથી અસતું ન હોય તો સ્વ-પરનો વિભાગ પડી શકશે નહિ. તેથી વસ્તુને સદસદાત્મક માનીએ, તો જ તેમાં વસ્તુત્વ રહી શકે.)
શંકા : “સ” અંશથી “અસતુ' અંશ અભિન્ન હોવાથી, જ્યારે પ્રત્યક્ષાદિપ્રમાણથી વસ્તુના સદંશનું ગ્રહણ થશે, ત્યારે વસ્તુના અસદેશનું પણ ગ્રહણ થઈ જશે. તેથી અસદંશને ગ્રહણ કરનારા સ્વતંત્ર અભાવપ્રમાણને માનવાની જરૂર નથી. (ધર્મ અને ધર્મીમાં તાદાભ્ય હોવાથી ધર્મોમાં પણ પરસ્પરતાદાભ્ય જ થઈ જવો જોઈએ. આ અપેક્ષાને આગળ કરી આ શંકા કરાઈ છે.)
સમાધાન: ધર્મી અભિન્ન હોવા છતાં, તે ધર્મના સદંશ અને અસદંશરૂપ ધર્મોમાં ભેદ માનેલો છે. અર્થાત્ સદંશ અને અસદંશરૂપ ધર્મોનો ધર્મ અભિન્ન છે – એક જ છે. પરંતુ તેનો પરસ્પર ભેદ પણ છે. આથી ધર્મીની દૃષ્ટિએ પરસ્પરતાદાભ્ય હોવા છતાં પણ સ્વરૂપની દૃષ્ટિએ બંને ધર્મોમાં ભિન્નતા છે. તેથી જ (સદેશનું પ્રત્યક્ષાદિપ્રમાણથી ગ્રહણ થવા છતાં પણ પ્રત્યક્ષાદિપ્રમાણથી અગૃહીત અસદેશ બાકી રહે છે. તેથી જ) પ્રત્યક્ષાદિપ્રમાણોથી અગૃહીતપ્રમેયાભાવ નામના પ્રમેયને ગ્રહણ કરનારા પ્રમાણાભાવ = અભાવ નામના પ્રમાણની સ્વતંત્ર પ્રમાણ તરીકે આવશ્યકતા રહે છે. અર્થાતુ પ્રત્યક્ષાદિપ્રમાણોથી અગૃહીત અસદંશોના ગ્રાહક અભાવ પ્રમાણની સ્વતંત્રસિદ્ધિ થઈ જાય છે.
મૂલગ્રંથકાર દ્વારા નહિ કહેવાયેલું કંઈક સ્પષ્ટતા માટે કહેવાય છે. અગૃહીતને જાણવાવાળું