________________
७७६
षड्दर्शन समुच्चय भाग- २, श्लोक - ७१, मीमांसकदर्शन
અગ્નિહોત્ર યજ્ઞ કરે” આ વેદવચન સ્વર્ગની ઇચ્છાવાળા પુરુષની પ્રવૃત્તિમાં પ્રવર્તક બને છે. આથી તે ધર્મ છે.) ll૭૧ ___ व्याख्या-नोद्यन्ते प्रेर्यन्ते श्रेयःसाधकद्रव्यादिषु प्रवर्त्यन्ते जीवा अनयेति नोदनावेदवचनकृता प्रेरणेत्यर्थः । धर्मो नोदनया लक्ष्यते ज्ञायते इति नोदनालक्षणः । धर्मो ह्यतीन्द्रियत्वेन नोदनयैव लक्ष्यते नान्येन प्रमाणेन, प्रत्यक्षादीनां विद्यमानोपलम्भकत्वात्, धर्मस्य तु कर्तव्यतारूपत्वात्, कर्तव्यतायाश्च त्रिकालशून्यार्थरूपत्वात्, त्रिकालशून्यकार्यरूपार्थविषयविज्ञानोत्पादिका (चो)नोदनेति मीमांसकाभ्युपगमात् । अथ नादना व्याख्याति “नोदना तु क्रियां प्रति” इत्यादि । नोदना पुनः क्रियां हवनसर्वभूताऽहिंसन
છે. જ્ઞાન સ્વયંપ્રકાશિત હોવાથી જ સ્વત: પ્રામાણ્ય સિદ્ધ થાય છે. મીમાંસા અને મોક્ષ-સાધનઃ મોક્ષના સંબંધમાં મીમાંસાદર્શનમાં બે મત પ્રવર્તે છે. જેમાં એક પ્રભાકરમિશ્રનો અને બીજો કુમારિલભટ્ટનો છે. પ્રભાકર મિશ્ર કહે છે કે “આત્મામાં જ્ઞાન ,સુખ, દુ:ખ એમ અનેક વિશેષગુણો વિદ્યમાન છે. જ્યારે આ સઘળાયે વિશેષગુણોનો નાશ થાય છે, ત્યારે આત્મા પોતાના સ્વરૂપમાં અવસ્થિત થાય છે. અને તે જ મોક્ષ છે. મોક્ષની દશામાં આત્માને આનંદનો અનુભવ થતો નથી.” એનું તાત્પર્ય એ છે કે સુખ-દુ:ખ કે અન્ય પ્રકારનો અનુભવ કરવો તે આત્માનો સ્વાભાવિક ધર્મ નથી. પણ શરીર દ્વારા જ એની અનુભૂતિ કરવામાં સમર્થ થાય છે. જ્યારે શરીર અને આત્માનો સંબંધ સમાપ્ત થઈ જાય છે, ત્યારે કોઈ પ્રકારના સુખ-દુ:ખનો અનુભવ કરી શકાતો નથી. આ જ એનું વાસ્તવિકસ્વરૂપ છે. પરંતુ કુમારિલ ભટ્ટ આ મતનો વિરોધ કરે છે. તે કહે છે કે - પ્રાણી માત્રનો ઉદ્દેશ સુખપ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો છે. અને તેના માટે જ પુરૂષાર્થ કરે છે. જો મોક્ષમાં કોઈ પ્રકારનો આનંદ જ ન હોય તો તેમાં પ્રયત્ન કરવાની આવશ્યકતા જ શું છે ? કુમારિલે મોક્ષની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે.
दुःखात्यन्तसमुच्छेदे सति प्रागात्मवर्तिनः ।
सुखस्य मनसा भुक्तिर्मुक्तिरुक्ता कुमारिलेः ।। અર્થ : દુ:ખનો આત્મત્તિક (અપુનર્ભવ) ઉચ્છેદ થતે છતે, પહેલાથી આત્મામાં રહેલ સુખનો (જ્યારે) મન
દ્વારા ઉપભોગ અથવા અનુભવ થવા લાગે છે, તે જ મુક્તાવસ્થા છે, એમ કુમારિલ(ના મતવાળાઓ) વડે કહેવાયેલ છે. આ પ્રકારે કુમારિક મુક્તિમાં આનંદની અનુભૂતિ માને છે. જ્યારે પ્રભાકર ન્યાય અને વૈશેષિકોની માફક તેને આનંદાનુભવથી શૂન્ય માને છે. આ બેથી અતિરિક્ત કેટલાક મીમાંસકોએ મુક્તિ પ્રાપ્ત કરવાનો એક અન્ય સરલ માર્ગ અપનાવ્યો છે. તેઓ કહે છે કે “જે શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ “નિત્ય કર્મોને કરે છે અને અવસરે અવસરે ‘નમત્તિક કર્મોને પણ કરે છે તથા “કામ્ય” અને “નિષિદ્ધ' કર્મોને છોડી દે છે. તેનો આપોઆપ મોક્ષ થાય છે.”