________________
७८६
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ७५, मीमांसकदर्शन
સમાન છે” આ સાદશ્યજ્ઞાન થાય છે). ઉપમાનનું લક્ષણસૂત્ર આ છે - “પમાનમાં સદ્દશ્યકત્રિકર્થે વુદ્ધિમુત્પત્તિ, યથા વિદર્શન સ્મરVશ્ય” - ગવયની સદશતાથી પરોક્ષ એવી ગાયમાં (સાદગ્ધ) જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે ઉપમાન કહેવાય છે. આ ઉપમાન ગવયના દર્શન બાદ જે પુરુષને ગાયનું સ્મરણ થાય, તેને થાય છે. અર્થાત્ ગવયનું સ્મરણ કરનાર પુરુષને જ થાય છે. શેષ સ્પષ્ટ છે.
તાત્પર્ય એ છે કે – જે પ્રતિપતૃ = જાણવાવાળા જ્ઞાતાએ ગાયને જોઈ છે. ગવયને આજ સુધી જોઈ નથી. “ગાયની સમાન ગવય હોય છે” આવા અતિદેશ વાક્યને પણ સાંભળ્યું નથી, તે વ્યક્તિને અરણ્યમાં ફરતાં ફરતાં પહેલીવાર જ ગવયનું દર્શન થાય છે. અને “આની સમાન તે ગાય છે” આવું ગાયમાં ગવયની સમાનતાનું જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે ઉપમાન કહેવાય છે. ઉપમાનનો વિષય સાશ્યવિશિષ્ટ પરોક્ષગાય છે કે ગોવિશિષ્ટસાદૃશ્ય છે.
આ ઉપમાન અનધિગતપદાર્થને જણાવનાર હોવાથી પ્રમાણ છે. અર્થાત્ અનધિગતપદાર્થને જાણવાપણું ઉપમાનમાં હોવાથી, તેમાં પ્રામાણ્ય સંગત થાય છે. (ઉપમાન અનધિગતપદાર્થને જણાવનાર છે.) કારણ કે ગવયવિષયક પ્રત્યક્ષ દ્વારા ગવાય જ વિષય કરાયો છે. પરંતુ અસન્નિહિત=પરોક્ષગાયની સદશતા વિષય બની નથી. અર્થાત્ ગયવને જાણવાવાળું પ્રત્યક્ષ તો માત્ર ગવયને જ જાણે છે, પરંતુ પરોક્ષગાયની સદૃશતાને જાણતું નથી. જો કે પહેલાં ગાયવિષયક પ્રત્યક્ષ થયું હતું, તો પણ ત્યારે ગવયે અત્યંત અપરોક્ષ જ હતી. તો કેવી રીતે તેના દ્વારા ગવયની અપેક્ષાએ ગાયમાં સાદૃશ્યજ્ઞાન થાય ? આ પ્રમાણે “ગવય સમાન ગાય છે” આ પ્રતીતિ (ન તો ગવ પ્રત્યક્ષ દ્વારા પહેલા થયેલી છે કે ન તો ગોપ્રત્યક્ષ દ્વારા થઈ છે.) તેથી તે પ્રતીતિ અનધિગત જ છે. આ રીતે ગવયના દર્શનથી પરોક્ષગાયમાં થવાવાળું સાદૃશ્યજ્ઞાન અંગૃહીતગ્રાહિ હોવાથી પ્રમાણ છે. ૭૪ll.
अथार्थापत्तिलक्षणमाह હવે અર્થપત્તિનું લક્ષણ કહે છે.
दृष्टार्थानुपपत्त्या तु कस्याप्यर्थस्य कल्पना ।
क्रियते यद्बलेनासावपत्तिरुदाहृता ।।७५ ।। શ્લોકાર્ધ દૃષ્ટપદાર્થની અનુપપત્તિના બલથી જે કોઈ પણ અદષ્ટપદાર્થની કલ્પના કરાય છે, તે અર્થપત્તિ કહેવાય છે. ll૭પી
व्याख्या-प्रत्यक्षादिभिः षड्भिः प्रमाणैर्दृष्टः-प्रसिद्धो योऽर्थः, तस्यानुपपत्त्या-अन्यथाऽ