________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ७४, मीमांसकदर्शन
७८५
गोस्मरणस्येति । गवि स्मरणं यस्य पुंसः स गोस्मरणः तस्य गोस्मरणवत इत्यर्थः । शेषं स्पष्टम् । तत्रेदं तात्पर्यम्-येन प्रतिपत्रा गौरुपलब्धो न गवयो न चातिदेशवाक्यं “गौरिव गवयः” इति श्रुतं, तस्यारण्ये पर्यटतो गवयदर्शने प्रथम उपजायते परोक्षे गवि सादृश्यज्ञान यदुत्पद्यते “अनेन सदृशो गौः” इति, तदुपमानमिति । तस्य विषयः सादृश्यविशिष्टः परोक्षो गौः, तद्विशिष्टं वा सादृश्यमिति । अस्य चानधिगतार्थाधिगन्तृतया प्रामाण्यमुपपन्नं, यतोऽत्र गवयविषयेण प्रत्यक्षेण गवय एव विषयीकृतो न पुनरसन्निहितस्य गोः सादृश्यम् । यदपि तस्य पूर्वं गौरिति प्रत्यक्षमभूत्, तथापि तस्य गवयोऽत्यन्तमप्रत्यक्ष एवेति कथं गवि तदपेक्षं तत्सादृश्यज्ञानम् । तदेवं गवयसदृशो गौरिति प्रागप्रतिपत्तेरनधिगतार्थाधिगन्तृपरोक्षे गवि गवयदर्शनात्सादृश्यज्ञानम् ।।७४ ।। ટીકાનો ભાવાનુવાદ:
વેદ અપૌરુષેય હોવાથી નિત્ય છે. તે નિત્યવેદથી ઉત્પન્ન થવાવાળું. અર્થાતુ વેદના શબ્દોથી ઉત્પન્ન થયેલું જ્ઞાન શાબ્દપ્રમાણ છે. શાબરભાષ્યમાં શાબ્દપ્રમાણનું આ લક્ષણ કર્યું છે - “શધ્વજ્ઞાનદિગ્નિટેડર્ષે વૃદ્ધિ: શાર્દુ” – શબ્દજ્ઞાનથી પરોક્ષ અર્થમાં થતા જ્ઞાનને શાબ્દ = આગમ કહેવાય છે. “આ શબ્દ આ અર્થનો વાચક છે' - આ સંકેતજ્ઞાનને શબ્દજ્ઞાન કહેવાય છે. આ સંકેતગ્રહણની અનંતર શબ્દ સાંભળતાં જે પરોક્ષ ઘટાદિ અર્થનું પણ જ્ઞાન થાય છે, તેને શાબ્દપ્રમાણ કહેવાય છે. તાત્પર્ય એ છે કે જે શબ્દથી પરોક્ષ વસ્તુમાં જ્ઞાન ઉત્પન્ન તે શાબ્દ કહેવાય છે. અર્થાત્ શબ્દથી થવાવાળા અપ્રત્યક્ષ વસ્તુવિષયક જ્ઞાનને શાબ્દપ્રમાણ કહેવાય છે.
જૈમિનિમતમાં શબ્દનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે – વર્ગોને આકાશની જેમ નિત્ય અને સર્વગત માને છે. તે વર્ણો તાલુ, મુખ, નાસિકા આદિથી પ્રગટ થાય છે. પરંતુ તે ઉત્પન્ન થતા નથી. વિશિષ્ટ આનુપૂર્વી = રચનાવાળા વર્ણો જ શબ્દ કહેવાય છે. શબ્દ પણ નિત્ય છે. શબ્દ અને અર્થનો વાચ્ય-વાચકસંબંધ પણ નિત્ય છે.
હવે ઉપમાન પ્રમાણનું લક્ષણ કહે છે. ઉપમાન પ્રસિદ્ધ છે. ઉપમાનનું સ્વરૂપ શું છે ? આવી જિજ્ઞાસા થતાં શ્લોકમાં તેનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે - “સિદ્ધાર્થસ્થ...” ઇત્યાદિ – પ્રસિદ્ધ - ઉપલબ્ધ છે ગૌ આદિ પદાર્થ જેને એવા પુરુષને તે પ્રસિદ્ધાર્થ ગૌ આદિને સારી રીતે જાણનારા પુરુષને ગવયત્રરોજનું દર્શન થતાં જ ગવાયગતસાદશ્યતાથી પરોક્ષ એવી ગાયમાં ગવયની સમાનતાનું જ્ઞાન થવું તે ઉપમાન કહેવાય છે. (જો કે ગાયમાં ગવયની સમાનતા હતી જ, પરંતુ ઉપમાનના પહેલાં પુરુષને તેની સમાનતાનું જ્ઞાન નહોતું. ઉપમાન પ્રમાણથી “ગાય આ ગવયની