________________
७८८
षड्दर्शन समुद्यय भाग - २, श्लोक -७५, मीमांसकदर्शन
વળી કોઈક ઠેકાણે “દાદ્યનુપજ્યા' આવો પાઠ પણ જોવા મળે છે. તે પાઠ અનુસાર આ પ્રમાણે અર્થ કરવો. - પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણથી સિદ્ધ અર્થ કે શાબ્દપ્રમાણથી સાંભળેલા અર્થ,
જ્યારે બીજી રીતે સંગત થતો ન હોય, ત્યારે તેની સંગતિ માટે) બીજા કોઈપણ અર્થની કલ્પના જે જ્ઞાનના બળ= સામર્થ્યથી કરાય છે, તે અર્થપત્તિ કહેવાય છે.
આ પ્રમાણે અદૃષ્ટપદાર્થની કલ્પનારૂપ જ્ઞાન જ અર્થપત્તિ કહેવાય છે. શાબરભાષ્યમાં અર્થપત્તિનું લક્ષણ આ પ્રમાણે છે – ૩થપત્તિરપિ ડ્ર: શ્રતો વાર્થોડચથી નોપતિ રૂત્યEાર્થoqના | પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણથી દૃષ્ટપદાર્થ કે શાબ્દપ્રમાણથી સાંભળેલો પદાર્થ બીજી રીતે સંગત થતો નથી, ત્યારે જે અદૃષ્ટાર્થની કલ્પના કરાય છે, તે અર્થપત્તિ કહેવાય છે.
અહીં સૂત્રમાં પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણથી પ્રસિદ્ધ દૃષ્ટપદાર્થ તથા શાબ્દપ્રમાણથી પ્રસિદ્ધ શ્રુતપદાર્થની પરસ્પરવિલક્ષણતા બતાવવા બંનેને પૃથ ગ્રહણ કર્યું છે. શેષ ઉપર કરેલી વ્યાખ્યા પ્રમાણે જ છે.
તાત્પર્યાર્થ એ છે કે પ્રત્યક્ષાદિ છ પ્રમાણોથી જાણેલો પદાર્થ જેના વિના સંગત થતો નથી, તે અવિનાભાવિ પરોક્ષપદાર્થની કલ્પના અર્થપત્તિ કહેવાય છે. (હવે પ્રત્યક્ષાદિ છએ પ્રમાણપૂર્વિકા અર્થપત્તિના ઉદાહરણ આપે છે.)
(૧) પ્રત્યક્ષપૂર્વિકા અર્થપત્તિ જેમકે અગ્નિનો સ્પાર્શનપ્રત્યક્ષથી ઉષ્ણસ્પર્શ જાણીને (અગ્નિમાં રહેલી) દાહકશક્તિનો યોગ અર્થપત્તિથી કલ્પાય છે. શક્તિ પ્રત્યક્ષથી પરિચ્છેદ્ય નથી. અનુમાનથી પણ પરિચ્છેદ્ય નથી. કારણ કે પ્રત્યક્ષથી શક્તિ સાથે જોડાયેલો કોઈપણ અર્થ પ્રતીત થતો નથી. શક્તિ સાથે જોડાયેલો કોઈપણ અર્થ જ્યારે લિંગ બનીને પ્રત્યક્ષનો વિષય બને, ત્યારે જ અનુમાનથી લિંગિકશક્તિનું અનુમાન કરી શકાય છે. અન્યથા નહિ. (અર્થાત્ શક્તિ સાથે જોડાયેલો એવો કોઈ પદાર્થ નથી કે જેને જોઈને અનુમાન થાય.) આથી શક્તિ અનુમાનગણ્ય પણ નથી. તેથી જ અગ્નિમાં રહેલો દાહકશક્તિનો યોગ અર્થપત્તિથી જણાય છે.
(૨) અનુમાનપૂર્વિકા અર્થપત્તિ: દેવદત્તનું એક દેશથી બીજા દેશમાં પહોચવાનું ગતિપૂર્વક હોય છે, એમ જોઈને સૂર્યની દેશાત્તરપ્રાપ્તિ પણ ગતિપૂર્વક હોય છે. - આવું અનુમાન કરાય છે. અનુમાનની અનંતર સૂર્યમાં ગમનશક્તિનો યોગ અર્થપત્તિથી જણાય છે.
(૩) ઉપમાનપૂર્વિકા અર્થપત્તિ : જેમ “ગવય જેવી ગાય છે. આ ઉપમાનવાક્યના અર્થથી ગાયમાં વજન વહન કરવું, દૂધ દેવું આદિની શક્તિનો યોગ પ્રતીત થાય છે. અર્થાત્ “ગવય જેવી ગાય છે”-આ ઉપમાનવાક્યના અર્થથી ગાયમાં તાદશશક્તિનો યોગ કલ્પના કરાય છે. જો તાદશશક્તિનો યોગ ન હોય તો તેમાં ગોત્વનો યોગ જ નહિ રહે. અર્થાત્ તે ગાય જ નહિ રહે.