________________
षड्दर्शन समुञ्चय भाग -२, श्लोक - ७६, मीमांसकदर्शन
७९१
સત્રિકર્ષની આવશ્યકતા નથી. અર્થાતુ પ્રમાણોના અભાવસ્વરૂપ અભાવ પણ “નાસ્તિ' એ પ્રમાણેના અસન્નિકૃષ્ટ અર્થની સિદ્ધિ માટે પ્રમાણ છે.”
અન્યઆચાર્ય અભાવપ્રમાણને ત્રણરૂપે માને છે. (૧) (નજીકમાં કહેલા) પ્રમાણપંચકનો અભાવ, (૨) જેનો નિષેધ કરવો છે, તે પદાર્થના માત્ર આધારભૂત પદાર્થનું જ્ઞાન (અર્થાતુ નિષેધ્યમાનપદાર્થથી ભિન્ન આધારભૂત પદાર્થનું જ્ઞાન), (૩) આત્માનો વિષયજ્ઞાનરૂપથી અનભિનિવૃત્ત=પરિણત ન થવાનો સ્વભાવ.
તેથી પ્રસ્તુતશ્લોકનો આ અર્થ થશે - પ્રત્યક્ષાદિપ્રમાણપંચક જે ભૂતલાદિ આધારમાં ઘટાદિ આધેયને ગ્રહણ કરવા માટે પ્રવર્તતું નથી, તે આધેયવર્જિત આધારના ગ્રહણમાં અભાવની પ્રમાણતા = પ્રામાણ્ય છે. આ અર્થથી અભાવપ્રમાણનું બીજુંરૂપ કહેવાયું.
(‘પ્રમાણપંચકે યત્ર' આ પદ અહીં પણ જોડવું. તેથી અર્થ આ પ્રમાણે થશે.) – પ્રમાણ પંચકની જે ઘટાદિ વસ્તુના અસદંશમાં ગ્રાહકયા પ્રવૃત્તિ નથી. તે ઘટાદિ વસ્તુના અસદંશમાં અભાવની પ્રમાણતા છે. આના દ્વારા પ્રમાણપંચકાભાવરૂપ પ્રથમરૂપ કહેવાયું.
તે પ્રમાણે જ્યાં પ્રમાણપંચક ઘટાદિ વસ્તુની સત્તાના અવબોધ માટે પ્રર્વતતું નથી. અર્થાત્ ઘટાદિ વસ્તુના અસદંશમાં વ્યાપાર કરતું નથી, ત્યાં ઘટાદિ વસ્તુની સત્તાના અનવબોધમાં અભાવની પ્રમાણતા છે. આના દ્વારા અભાવપ્રમાણનું ત્રીજુંરૂપ કહેવાયું. આ પ્રમાણે અહીં અભાવપ્રમાણના ત્રણરૂપો બતાવ્યા. કહ્યું પણ છે કે “પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણની અત્પત્તિ પ્રમાણાભાવ = અભાવપ્રમાણ કહેવાય છે. અથવા આત્માની વિષયગ્રહણરૂપથી પરિણતિ ન થવી કે ઘટાદિ નિષેધ્યપદાર્થોથી ભિન્ન શુદ્ધભૂતલાદિ વસ્તુઓનું પરિજ્ઞાન થવું, (તે) પણ અભાવપ્રમાણ છે.”
અહીં શ્લોકમાં ‘’ શબ્દ અનુત્પત્તિનું વિશેષણ છે. સમ્મતિતર્કની ટીકામાં અભાવપ્રમાણના આ પ્રમાણે ત્રણ પ્રકારો બતાવ્યા છે. તે પ્રમાણે જ અહીં બતાવ્યા છે.
પરંતુ રત્નાકરાવતારિકામાં પ્રત્યક્ષાદિની અનુત્પત્તિના જ બે રૂપ કહીને, આ શ્લોકથી અભાવ પ્રમાણના બે પ્રકાર જ બતાવ્યા છે. “સ' શબ્દ પુલિંગ છે. અને પ્રમાણભાવનું વિશેષણ છે.
અભાવ પ્રમાણને બે પ્રકારનું માનવું કે ત્રણ પ્રકારનું માનવું, તે બહુશ્રુત આચાર્ય ભગવંતોના ગ્રંથોથી જાણી લેવું.
अथ येऽभावप्रमाणमेकधाभिदधति तन्मतेन प्रस्तुतश्लोको व्याख्यायते. । प्रमाणपञ्चकं-प्रत्यक्षादिप्रमाणपञ्चकं यत्र-यस्मिन् वस्तुरूपे-घटादिवस्तुरूपे न जायते-न